Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાનની અપીલને પગલે અનેક લોકોએ પોતાના વિદેશ પ્રવાસ કેન્સલ કર્યા:વડોદરાના યુવકે 1.35 લાખ રૂપિયાની રિટર્ન ટિકિટના નાણાં જતા કરીને છેલ્લી ઘડીને UKની ટ્રીપ કેન્સલ કરી, હવે ગુજરાતમાં જ ફરવા જશે

    15 hours ago

    વડાપ્રધાનની અપીલને લઈને વડોદરા સહિત રાજ્ય ભરના લોકો પોતાની વિદેશ ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ અનેક લોકોએ પોતાની વિદેશની ટ્રીપ કેન્સલ કરી છે. લોકો પોતાની ટિકિટના પૈસા જતા કરીને પણ વડાપ્રધાનની અપીલને માન આપીને વિદેશ પ્રવાસને બદલે દેશમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વડોદરાના એક યુવકે પણ UKની રીટર્નમાં 1.35 લાખ રૂપિયા જતા કરીને પોતાનો પ્રવાસ કેન્સલ કર્યો છે. આજે જ તેમની ફ્લાઇટ હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમને વિચાર બદલી નાખ્યો. હવે તે ગુજરાતમાં જ ફરવાનું પ્લાન બનાવી રહ્યો છે. વડોદરાના યુવાન પ્રદીપ રામસિંહ કોટિયાએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે જાહેરાત કરી હતી કે, તમારે વિદેશની યાત્રા ન કરવી જોઈએ અને આપણા દેશની જે પણ ઇન્કમ છે, તે અહીંયા ઇન્ડિયામાં જ તમે વાપરો. એ પ્રમાણે મારી આજની UKની ફ્લાઇટ હતી, તો મેં તે રદ્દ કરી દીધી છે. હું એરપોર્ટ પર પણ ગયો નથી. અને મેં મારા મિત્ર મંડળ સાથે પણ ચર્ચા કરી અને સલાહ લીધી હતી, તો એ લોકોએ પણ કીધું કે હા, આપણે ન જવું જોઈએ. તો એ પ્રમાણે મેં આજની ફ્લાઇટ કેન્સલ કરી છે અને હું નથી જઈ રહ્યો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારો 6 દિવસ યુકે ફરવા જવાનો પ્લાન હતો. પણ મેં આ પ્લાન કેન્સલ કરી દીધો છે. હવે આપણે ગુજરાતમાં અહીંયા સોમનાથ ફરી આવીશું. વડોદરાના સાંસદે એમની યાત્રા કેન્સલ કરી છે, તો આપણે પણ એક આમ નાગરિક છીએ અને હું એમનું માન-સન્માન રાખું છું. આપણે ભારત દેશના નાગરિક છીએ, તો આપણે પણ કંઈક એવું વિચારવું જોઈએ જેનાથી આપણા દેશની પ્રગતિ થાય. એ જ મારું માનવું છે અને એ જ મહત્વનું છે. તેઓએ ઉમેર્યું હતું કે, અત્યારે જે રીતે આર્થિક સ્થિતિ પ્રમાણે જોવા જઈએ, તો મોદી સાહેબે જે કીધું છે એ પ્રમાણે આપણે એમના રસ્તા પર ચાલવું જોઈએ. મેં આજે આ યાત્રા કેન્સલ કરી છે, તો આવી જ રીતે બીજા ઘણા લોકો પણ કરી શકે છે. મારી ટિકિટ કન્ફર્મ ટિકિટ હતી અને આજની જ ફ્લાઇટ હતી, 1.35 લાખ રૂપિયાની નોન રિફન્ડેબલ હતી. જોકે મારા મતે પૈસા કરતા દેશ પહેલો છે. યુવકના મિત્ર દિવ્યાંગ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે અમને ખૂબ જ ગર્વ અને ખુશીની લાગણી અનુભવાઈ રહી છે. અમારા એક પરમ મિત્ર છે, પ્રદીપભાઈ. તેઓ આગામી સમયમાં 6 દિવસ માટે લંડન ફરવા જવાના હતા. પરંતુ દેશના પ્રધાનમંત્રીએ જે અપીલ કરી હતી, તેને ધ્યાનમાં રાખીને તેમણે આજે સવારે જ એક મોટો અને સરાહનીય નિર્ણય લીધો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે જ પ્રદીપભાઈએ અમારી સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરી હતી. તેઓ મૂંઝવણમાં હતા અને અમને પૂછતા હતા કે, હું લંડન જાઉં કે ન જાઉં?, ત્યારે અમે પણ પ્રદીપભાઈને હકારાત્મક સલાહ આપતા કહ્યું કે, પ્રદીપભાઈ, જો આપ અત્યારે ન જાઓ તો એ વધારે યોગ્ય રહેશે. અમારું માનવું હતું કે આમ કરવાથી મોદી સાહેબે દેશના લોકોને જે આહવાન કર્યું છે તેનું સન્માન જળવાશે. આ ઉપરાંત, આ નિર્ણય આપણા વડોદરાના લોકો માટે એક ઉત્તમ નમૂનો અને પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થશે. પ્રદીપભાઈએ અમારી આ વાતને ખૂબ જ ગંભીરતાથી સમજી, તેના પર યોગ્ય વિચાર કર્યો અને આખરે તેને સહર્ષ સ્વીકારી લીધી. તેમના આ નિર્ણયથી અમારું આખું મિત્ર મંડળ અત્યારે ખૂબ જ ખુશ છે.
    Click here to Read More
    Previous Article
    UPમાં વાવાઝોડાંએ 111નો ભોગ લીધો, પુતિને દુ:ખ વ્યક્ત કર્યું:વાવાઝોડા-વરસાદમાં ટિનશેડ સાથે 50 ફૂટ ઉડ્યો યુવક, 100 મીટર દૂર ખેતરમાં પડ્યો; 20 હજાર ગામમાં લાઈટ ગૂલ
    Next Article
    સુરત મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ, DRONE દૃશ્યો:7 સ્ટેશનોના સ્ટ્રક્ચર તૈયાર, હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે; મેટ્રો પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment