Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:135 કિમીની ઝડપે પવન ફૂંકાયો, દરિયામાં 20 ફૂટ ઊંચાં મોજાં, આંધ્રમાં વાવાઝોડાનું ભયાનક લેન્ડફોલ, સોનિયાએ કહ્યું- નહોતી ઇચ્છતી કે રાજીવ PM બને

    10 hours ago

    નમસ્તે, સોનિયા ગાંધીએ એક્સ પર પોતાની બુક સાથે જોડાયેલો વીડિયો શેર કર્યો. સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે 60 હજાર કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર આપી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય કેબિનેટની સવારે 11 વાગ્યાથી બેઠક. 2. ઇઝરાયલમાં વડાપ્રધાન ચૂંટણીની ગણતરી. 📰 કાલના મોટા સમાચારો 1. 'હું નહોતી ઈચ્છતી કે રાજીવ PM બને':સોનિયા ગાંધીએ કહ્યું- મારું પુસ્તક બહાર પડશે ત્યારે હોબાળો જરૂર થશે, 5 દિવસમાં ત્રીજો VIDEO પોસ્ટ કર્યો સોનિયા ગાંધીએ કહ્યું- જ્યારે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે હું આ નિર્ણયના વિરોધમાં હતી. હું ક્યારેય ઇચ્છતી નહોતી કે રાજીવ ગાંધી વડાપ્રધાન બને. મારું પુસ્તક બહાર પડશે ત્યારે થોડો ‘હોબાળો’ તો ચોક્કસ થશે. દાયકાઓથી લોકો મારી કહાની કહેતા આવ્યા છે, હવે મારી કહાની કહેવાનો વારો મારો છે. સોનિયા ગાંધી પર લખાયેલું પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ 10 નવેમ્બરે રિલીઝ થશે. તેમણે મંગળવારે X પર તેનો નવો વીડિયો પોસ્ટ કર્યો. ગયા અઠવાડિયે X સાથે જોડાયા બાદ X પર સોનિયા ગાંધીની આ બીજી પોસ્ટ છે. સોનિયાએ 5 દિવસમાં સોશિયલ મીડિયા પર ત્રીજો વીડિયો પોસ્ટ કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચક્રવાત અર્નબનું રૌદ્ર સ્વરૂપ, 150 કિમીની સ્પીડે ટકરાઈ શકે:16 જિલ્લાઓમાં એલર્ટ; આંધ્રપ્રદેશ-ઓડિશામાં સ્કૂલો બંધ; 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ બંગાળની ખાડીમાં ચક્રવાત અર્નબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે 28 ઓક્ટોબરની સવારે યાનમ નજીક બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના કિનારે ટકરાય તેવી આશંકા છે. તેને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં બચાવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશના 16 જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વિશાખાપટ્ટનમમાં ઑરેન્જ એલર્ટ છે. શ્રીકાકુલમ, વિજયનગરમ અને અનકાપલ્લીમાં ભારે પવનો અને હળવા વરસાદની આશંકા છે. ઓડિશાના પુરીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. ખુર્દામાં પણ વરસાદ પડ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રાહુલ ગાંધી બોલ્યા- મતચોરી ટોપ લેવલથી થઈ રહી છે:CECના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે; 1 નવેમ્બરે વિપક્ષનું દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીના ત્રિલોકપુરી બ્લોક-20માં ‘મતાધિકાર, જીવવાનો અધિકાર’ દરમિયાન કહ્યું કે ગરીબોના નામ જાણીજોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું- અમે લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવતા આવ્યા છીએ, પરંતુ હવે આખો દેશ સમજવા લાગ્યો છે કે ટોપ લેવલથી મતની ચોરી થઈ રહી છે. તેમણે કહ્યું- સમગ્ર વિપક્ષ એકજૂટ છે. જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે અથવા પીએમ મોદી તેમને પદ પરથી નહીં હટાવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. INDIA બ્લોક SIR અને મતદારોના નામ કાપવામાં આવી રહ્યા હોવાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યો છે. વિપક્ષ 1 નવેમ્બરે ‘દિલ્હી ચલો’ માર્ચ કાઢશે અને રામલીલા મેદાનમાં જનસભા કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અભિષેક-વૈભવ સૂર્યવંશીની વર્લ્ડ રેકોર્ડ પાર્ટનરશીપથી ભારત જીત્યું:199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં ચેઝ કર્યો; ઈન્ડિયાએ સિરીઝ પણ કબજે કરી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગના દમ પર ભારતે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું છે. ભારતે 199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની સિરીઝ બે મેચ બાકી રહેતા જ જીતી લીધી છે. અભિષેકે T20 ઇન્ટરનેશનલ કરિયરની ચોથી સેન્ચુરી ફટકારી. તેણે માત્ર 35 બોલમાં સેન્ચુરી પૂરી કરી લીધી. અભિષેક શર્માએ સદી ફટકારીને ઓમ નમઃ શિવાય સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. તેણે આવું સેલિબ્રેશન બીજીવાર કર્યું. અગાઉ, અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં પણ જ્યારે તેણે 30 બોલમાં સદી ફટકારી હતી, ત્યારે આવું સેલિબ્રેશન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોના-ચાંદીમાં મોટો કડાકો:₹4 લાખ વટાવી ચૂકેલી ચાંદી સીધી ₹2.26 લાખ સસ્તી થઈ; સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર સોનું-ચાંદી સસ્તું થઈ ગયું છે. એક તરફ જ્યાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ચાંદીનો ભાવ 2,200 રૂપિયાથી વધુ ઘટી ગયો છે અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હવે તેના ઓલટાઈમ હાઇથી 2,26,000 રૂપિયાથી વધુ ઘટી ગયો છે, તો બીજી તરફ સોનું પણ સસ્તું થયું છે. સૌથી પહેલા વાત કરીએ ચાંદીની કિંમતમાં આવેલા ઘટાડા વિશે, 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીની વાયદા કિંમત સોમવારે 1,95,793 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આજે ખુલતાની સાથે જ તે 2,238 રૂપિયા સસ્તી થઈને 1,93,555 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદ-રાજકોટમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા:તરુણ ચુગે કહ્યું- રાહુલ ગાંધીની અંદર તેની સરમુખત્યાર દાદીની આત્મા બોલી રહી છે; કોંગ્રેસનું ગુલાબ લઈ હલ્લાબોલ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આજે (27 ઓક્ટોબર) અમદાવાદ અને રાજકોટમાં ભાજપે પદયાત્રા યોજી હતી. રાજકોટમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થયેલી પદયાત્રા ત્રિકોણબાગે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ જાહર રહ્યાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના જામીન:બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા હંગામી જામીન, હાઈકોર્ટના હુકમને ચેલેન્જ કરાયો હતો જેલમાં બંધ ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાં ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા છે. બીમાર ભાઈને મળવા માટે અગાઉ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં 7 દિવસના જામીનની અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા. જો કે આ હુકમને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરાયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન મંજૂર કર્યાં છે. એડવોકેટ પુનીત જૂનેજાએ જણાવ્યું છે કે, ચૈતર વસાવાને 3 દિવસના હંગામી જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા છે. ચૈતર વતી સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 10-20 રૂપિયાની દવા પર MRP ₹150-200, દર્દીઓ પાસેથી લૂંટ કેમ?:સુપ્રીમ કોર્ટે કહ્યું- આખી સિસ્ટમ દવા કંપનીઓને મલાઈ ખવડાવી રહી છે, દવાઓની કિંમત 200 ગણી વધારે (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ પર સ્વિસ મોડેલે બળાત્કારનો આરોપ લગાવ્યો:કહ્યું- વિઝા અપાવવાના બહાને હોટેલમાં બોલાવી; અત્યાર સુધી 27 મહિલાઓ જાતીય શોષણના આરોપ લગાવી ચૂકી (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : સાયન્સ કોન્ક્લેવમાં PM મોદીએ કહ્યું- ભારતમાં ઇનોવેશનની પરંપરા રહી છે:શૂન્યની શોધ કરી, નંબર સિસ્ટમ બનાવી; અમારું લક્ષ્ય આત્મનિર્ભર બનવાનું (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : રિપોર્ટઃ હૂતીને હુમલો ન કરવા બદલ પૈસા આપશે સાઉદી:95 અબજ રૂપિયા આપવાની ઓફર; ઈરાન યુદ્ધવિરામ કરાવવા માટે મધ્યસ્થી બન્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : 3 લાખ ખર્ચ્યા પછી પણ 'ડબ્બો' સાબિત થયો iPhone Duo?:ખોલતા જ સ્ક્રીન તૂટી જતાં યુઝર્સ ભડક્યા, કંપનીએ ભૂલ સ્વીકારી; નવો ફોન આપવા મજબૂર થયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : 'અભિષેક, તમે શાનદાર રમ્યા, પરંતુ મારો રેકોર્ડ તૂટ્યો નથી':યુવરાજ સિંહની રમૂજી પોસ્ટ, લખ્યું- હું પણ 30 બોલમાં સદી ફટકારી શક્યો નહોતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 24 નવેમ્બર સુધી તહેવારોની વણઝાર:નદી સ્નાન, દીપદાન, દાન-પુણ્ય સહિતના શુભ કાર્યો કરવાની પરંપરા, જાણો પર્વોનું કેલેન્ડર અને માન્યતાઓ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ અવાજથી આગ ઓલવી નાખી, મેડલ જીત્યો મેક્સિકોની 17 વર્ષની વિદ્યાર્થીની એન્જેલા કરીમે કાકા સાથે એવું ડિવાઇસ બનાવ્યું છે, જે 30 હર્ટ્ઝની લો-ફ્રિકવન્સી સાઉન્ડ વેવ્સથી નાની આગ ઓલવી શકે છે. આ માટે તેમને ઇન્ડોનેશિયાના ઇન્ટરનેશનલ સાયન્સ ફેરમાં ગોલ્ડ મેડલ મળ્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : શું સીંગતેલના ભાવ વધશે: દ્વારકા અને પોરબંદર જિલ્લામાંથી મગફળી લગભગ ગાયબ; સીંગદાણા બીજે વપરાશે તો ડબ્બો ભડકે બળશે 2. Editor's View : હવે E100થી દોડશે ગાડીઓ: મોદી સરકારે મોટો દાવ રમ્યો, તમારાં જૂનાં વાહનનું શું થશે? બગડવાના ચાન્સ કેટલા? 9 સવાલથી સમજો નફા-નુકસાનનું ગણિત 3. દરવાજો ખુલ્લો હતો ને બેડરૂમમાં હતી લાશ: પ્રતિષ્ઠિત સોસાયટીમાંથી સોનાની બંગડીઓની લૂંટ, કોણ હતું અસલી કાતિલ? 4. પારકી પંચાત : રોડ પર નેતાઓએ ઠઠ્ઠા-મશ્કરી કરી:ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસનો હસતા હસતા વિરોધ; સંજય જોષીનું નામ લઈ BJPના કાર્યકરે વટાણા વેરી નાખ્યા, જુઓ VIDEO 5. ભાસ્કર એક્સપ્લેનર : નેતન્યાહૂને કોણ હરાવી રહ્યું છે, ગાદી આઈઝેનકોટ કોણ છે:ઈઝરાયલી સેનાના ચીફ રહી ચૂક્યા; પુત્ર હમાસ સાથેના યુદ્ધમાં માર્યો ગયો, એક વર્ષ પહેલાં પાર્ટી બનાવી 6. આજનું એક્સપ્લેનર: નેતન્યાહૂ ફરી વડાપ્રધાન બનશે? ચૂંટણી સર્વેમાં પાછળ ચાલી રહ્યા છે, 78 વર્ષમાં નથી મળી કોઈ પક્ષને બહુમતી; ભારતથી કેટલી અલગ છે ચૂંટણી 7. ઇઝરાયલથી ભાસ્કર : નેતન્યાહૂનો પીછો નથી છોડી રહ્યો હમાસનો હુમલો:ધાર્મિક આધાર પર સૈન્ય સેવામાં છૂટને લઈ ઘેરાયા, વિરોધ કરનારા 18% આરબ કિંગમેકર 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મેષ-વૃષભ રાશિના લોકોની મહેનત સફળ થશે, કુંભ રાશિના જાતકોને શેરબજારથી ફાયદો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    खाली पेट चाय पीनी चाहिए या नहीं?
    Next Article
    How Vaibhav Sooryavanshi Got A 'Chocolate' From Gautam Gambhir And Co. And New Zealand Paid The Price - Ex-India Star Explains

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment