Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડનો ભોગ બન્યા છો?:સુરત સાયબર પોલીસે સાયબર ફ્રોડ પીડિત લોકોને 13.38 કરોડ પરત અપાવવા ઓર્ડર કરાવ્યા, 6 મહિનામાં 1,824 ભોગ બનનારાઓને કરોડો રૂપિયા પરત

    18 hours ago

    ઓનલાઈન છેતરપિંડી આચરતા ગઠિયાઓ સામે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલ અને પોલીસ સ્ટેશનોએ લાલ આંખ કરી છે. વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં એટલે કે તા. 1 જાન્યુઆરી,2026થી 30 જૂન,2026 દરમિયાન સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત મળી છે. સુરત સાયબર પોલીસે આ 6 મહિનાના ગાળામાં ભોગ બનનારાઓને કુલ રૂ. 2.52 કરોડનું સફળતાપૂર્વક રીફંડ અને રીકવરી અપાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ અંતર્ગત યોજાયેલા ખાસ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનરના હસ્તે અરજદારોને ટોકન સ્વરૂપે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી લોકોના ચહેરા પર ખુશી પાછી ફરી હતી. 6 મહિનામાં 1,824 અરજદારોને ન્યાય, કોર્ટના માધ્યમથી મોટી સફળતા સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોની હાર્ડ કેશ (પરસેવાની કમાણી) પરત અપાવવા માટે નામદાર અદાલતો, લોક અદાલતો તથા દેશની વિવિધ બેંકો સાથે સતત અને અસરકારક સંકલન સાધવામાં આવી રહ્યું છે. પોલીસની આ સઘન ઝુંબેશના પરિણામે, ચાલુ વર્ષના પ્રથમ 6 મહિનામાં કુલ 1,824 અરજદારોને અંદાજે રૂ. 13.38 કરોડ પરત અપાવવા માટે લોક અદાલત મારફતે કોર્ટના મહત્વના હુકમો મેળવવામાં આવ્યા છે. દેશના અલગ-અલગ રાજ્યોની બેંકોમાં ફ્રિઝ કરાયેલા આ નાણાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મૂળ માલિકોને પરત અપાવવા પોલીસ રાત-દિવસ એક કરી રહી છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં કમિશનરના હસ્તે ચેક વહેંચાયા ચાલુ વર્ષ દરમિયાન ફક્ત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સુરત ખાતે નોંધાયેલી ફરિયાદોના અનુસંધાને કુલ 61 અરજદારોને રૂ. 2.52 કરોડની રકમ સફળતાપૂર્વક રીફંડ અપાવવામાં આવી છે. આ સફળતાની ઉજવણી અને નાગરિકોનો વિશ્વાસ વધારવા માટે સુરત પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પૈકી 15 અરજદારોને આજે ખુદ પોલીસ કમિશનર, સુરત શહેરના હસ્તે ટોકનરૂપે રીફંડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. પોતાની ગુમાવેલી રકમ પાછી મળતા અરજદારોએ સુરત પોલીસનો આભાર માન્યો હતો. 11મી જુલાઈની લોક અદાલતમાં વધુ 7 કરોડનું રીફંડ અપાશે સુરત પોલીસની આ રીકવરીની ગતિ અટકવાની નથી. આગામી તા. 11 જુલાઈ, 2026ના રોજ યોજાનાર રાષ્ટ્રીય લોક અદાલત માટે પોલીસે અત્યારથી જ મેગા પ્લાનિંગ કરી લીધું છે. આ આગામી લોક અદાલતમાં કુલ 1,690 અરજદારોના રૂપિયા 7 કરોડ જેટલી માતબર રકમની રિફંડ અરજીઓ કોર્ટમાં સત્તાવાર રીતે જમા કરાવી દેવામાં આવી છે. આ કેસોમાં કોર્ટના આદેશો પ્રાપ્ત થયા બાદ તરત જ સંબંધિત અરજદારોના બેંક ખાતાઓમાં ઓનલાઈન રકમ જમા કરવાની જરૂરી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવશે, જે સુરતીઓ માટે બીજા મોટા રાહતના સમાચાર છે. નેશનલ હેલ્પલાઇન 1930 સાયબર ફ્રોડ સામે સૌથી મોટું હથિયાર સુરત શહેર પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પણ કોઈ નાગરિક સાથે નાણાકીય છેતરપીંડી થાય, ત્યારે સૌથી પહેલું અને મહત્વનું પગલું નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર 1930 ઉપર તુરંત ફોન કરવાનું છે. જો ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સ (શરૂઆતના સમય)માં જ 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવવામાં આવે, તો જે-તે બેંક ખાતાઓમાં ગયેલા નાણાં તાત્કાલિક ફ્રીઝ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. ગઠિયાઓ નાણાં ઉપાડે તે પહેલાં જ પોલીસ બેંક સાથે કોર્ડિનેશન કરીને ટ્રાન્ઝેક્શન અટકાવી દે છે, જે પાછળથી રીફંડ મેળવવામાં સૌથી સરળતા રહે છે. સુરત સાયબર પોલીસની જનતાને અપીલ: આટલી સાવચેતી ચોક્કસ રાખો સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીથી બચવા માટે સુરત સાયબર પોલીસે નાગરિકો માટે ખાસ ગાઈડલાઈન અને જન અનુરોધ જાહેર કર્યો છે: APK ફાઈલથી બચો: કોઈ પણ અજાણ્યા વ્યક્તિના કહેવાથી લિંક પરથી કે RTO ચલણ ભરવાના બહાને મોકલેલી અજાણી એપ્લિકેશન કે APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કરશો નહીં, તેનાથી તમારો ફોન હેક થઈ શકે છે. શંકાસ્પદ લિંક્સ: SMS કે ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલ અજાણી કે શંકાસ્પદ લીંક પર ક્યારેય ક્લીક ન કરવી. શેર માર્કેટ ફ્રોડ: ઓનલાઇન શેર માર્કેટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ઉચ્ચ વળતર (High Returns) મળશે તેવી ભ્રામક જાહેરાતો કે અજાણ્યા સોશિયલ મીડિયા ગ્રુપોથી (વોટ્સએપ/ટેલિગ્રામ) સંપૂર્ણ સાવચેત રહેવું. અહીં કરો ફરિયાદ: જો તમારી સાથે સેક્ટોર્શન, મોર્ફ ફોટો, ન્યુડ વિડીયો કોલ, ડીજીટલ એરેસ્ટ કે અન્ય કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થયો હોય, તો ગભરાયા વગર તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા www.cybercrime.gov.in પોર્ટલ પર ઓફિશિયલ ફરિયાદ નોંધાવો.
    Click here to Read More
    Previous Article
    નવસારી પોલીસે રૂ. 20.69 લાખનો મુદ્દામાલ પરત કર્યો:ચોરી થયેલા સોનાના દાગીના, રોકડ અને 3 મોબાઈલ મૂળ માલિકોને સુપ્રત
    Next Article
    Musafir Cafe teaser: Vikrant Massey is at the centre of a love triangle set in the hills

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment