Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં પૂર- 133 ભારતીય લાપતા, 100થી વધુ મોત; કર્ણાટકમાં નહીં ગવાય આખું વંદે માતરમ; શાહ બોલ્યા- દેશ ધર્મશાળા નથી

    11 hours ago

    નમસ્તે, તિબેટથી આવેલા પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી. સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે. હજારથી વધુ લોકો લાપતા છે. ભારતીય પ્રવાસીઓ પણ લાપતા છે. કર્ણાટક CM ડીકે શિવકુમારે રાષ્ટ્રીયગીત વંદે માતરમને લઈને નિવેદન આપ્યું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઘૂસણખોરોને લઈને શું નિવેદન આપ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ખેલો ઈન્ડિયા ડાયલોગ’માં યુવાનો સાથે વાત કરશે. 2. દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. 📰 કાલના મોટા સમાચારો 1. નેપાળમાં પૂરથી તબાહી, 1000 ગુમ, 100 મોત:પાવર પ્લાન્ટ-પુલ તણાયા; 133 ભારતીયો ગુમ, કૈલાશ માનસરોવર યાત્રા પર જઈ રહ્યા હતા નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયાના સમાચાર છે. નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર 1000થી વધુ લોકો ગુમ છે. તેમાં 133 ભારતીયો સહિત 300થી વધુ વિદેશી પર્યટકોનો સમાવેશ થાય છે. નેપાળી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરી એકવાર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે જે ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું, ત્યાં હજુ પણ લગભગ 7 મીટર ઊંચો પાણીનો બંધ બનેલો છે. તે ગમે ત્યારે તૂટી શકે છે. નેપાળમાં આવેલા પૂરની તસવીરો નેપાળના ત્રિસુલી બજારમાં બુધવારે સવારે 9 વાગ્યે અચાનક નદીમાં પૂર આવ્યું. તિબેટથી આવેલું પૂરનું પાણી નેપાળના રસૂવા જિલ્લામાં ઘૂસ્યું તો આસપાસના વૃક્ષોને પોતાની ઝપેટમાં લઈ લીધા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'વંદે માતરમના માત્ર બે જ છંદ ગાવામાં આવશે':CM ડીકે શિવકુમારનું એલાન; અમે પક્ષના નિર્ણય સાથે છીએ, ભાજપ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વંદે માતરમના માત્ર બે જ છંદ ગાવામાં આવશે. તેમણે કહ્યું- હું પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ રાખું છું અને અમે આ નિર્ણય પર અડગ રહીશું. તેમણે ભાજપ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. બેંગલુરુમાં ઇન્ડિયા ટુડે રાઉન્ડટેબલ ઇવેન્ટમાં તેમણે કહ્યું- સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં સંપૂર્ણ વંદે માતરમ તેમની જાણકારી વિના ગાવામાં આવ્યું હતું, પરંતુ ભવિષ્યમાં કોઈપણ સરકારી કાર્યક્રમમાં હવે રાષ્ટ્રગીતના બે જ છંદ ગાવામાં આવશે. વાસ્તવમાં, કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 19 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે પાર્ટી તેના તમામ કાર્યક્રમોમાં વંદે માતરમના 6 માંથી માત્ર શરૂઆતના બે જ છંદ ગાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શાહે કહ્યું- દેશ કોઈ ધર્મશાળા નથી:ફક્ત નાગરિકોને રહેવાનો અધિકાર, ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ખતરો ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે આ દેશ કોઈ ધર્મશાળા નથી. દેશમાં રહેવાનો અધિકાર ફક્ત નાગરિકોને છે. શાહે ઇન્ટેલિજન્સ બ્યુરોની નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજીસ (NSS) કોન્ફરન્સમાં કહ્યું- ઘૂસણખોરો દેશની સુરક્ષા, અર્થતંત્ર અને વસ્તી વિષયક ફેરફારો માટે ખતરો છે. અમારો લક્ષ્ય ખૂબ જ ઓછા સમયમાં દેશને ઘૂસણખોરોથી મુક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ મહિનામાં તમામ સરહદી રાજ્યોની મુલાકાત લીધી છે. તેમણે આ રાજ્યો સાથે સરહદ સુરક્ષા માટે ચાર-તરફી રણનીતિ સંબંધિત એક દસ્તાવેજ શેર કર્યો. શાહે આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવા, તેના 360 ડિગ્રી નેટવર્કને તોડવા માટે PRAHAR રણનીતિને રોજિંદી કાર્યવાહીમાં અમલમાં મૂકવાની વાત કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મોહન ભાગવતના અમેરિકામાં પગ મૂકતાં જ રાજકારણ ગરમાયું:RSS પ્રમુખના કાર્યક્રમનો મમદાનીએ વિરોધ કરતાં ભડકી અમેરિકન સિંગર, મેયરને એન્ટી મોદી-BJP ગણાવ્યા RSS ચીફ મોહન ભાગવત મંગળવારે ન્યૂયોર્ક પહોંચ્યા. આ તેમની 17 દિવસની ત્રણ દેશોની મુલાકાતનો પ્રથમ પડાવ છે. ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર ભારતીય મહિલાઓએ તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું. ભાગવતનો આ પ્રવાસ RSSના શતાબ્દી વર્ષના ગ્લોબલ આઉટરીચ કાર્યક્રમ હેઠળ થઈ રહ્યો છે. RSSના 100 વર્ષ પૂરા થવાના અવસરે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકા પછી ભાગવત કેનેડા અને બ્રિટન જશે. સંઘના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેઓ ભારતીય મૂળના લોકો અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ’ કાર્યક્રમમાં ભાગ લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. મહાકાલ મંદિરમાં કાવડિયાઓની દાદાગીરી, VIDEO:નંદી હોલમાં જતાં રોક્યા તો બેરિકેડિંગ તોડીને દાનપેટીઓ પર ચઢ્યા, ગાર્ડ સાથે મારપીટ કરી; 3 સુરક્ષાકર્મી ઘાયલ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બુધવારે ઓમકારેશ્વરથી આવેલા કાવડિયાઓએ હોબાળો મચાવ્યો હતો. નંદી હોલમાં પ્રવેશની માગ કરી રહેલા કાવડિયાઓએ બેરિકેડિંગ તોડીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. રોકવાના પ્રયાસ દરમિયાન મંદિરના 3 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. તેમાંથી બેને પગ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. માહિતી અનુસાર, ઓમકારેશ્વરના ખેડીઘાટથી લગભગ 100 દર્શનાર્થીઓ કાવડ લઈને પહોંચ્યા હતા. બધાએ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નામવાળી ટી-શર્ટ પહેરી હતી. દર્શન દરમિયાન તેમાંથી કેટલાક કાવડિયાઓએ નંદી હોલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં અને વિવાદ વધી ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમેરિકામાં પાટીદાર વેપારીના હત્યારાને જમીન પર પાડી પોલીસે દબોચ્યો,VIDEO:20 તારીખે દીકરીની નજર સામે જ પિતાની હત્યા કરી'તી, ગુજરાતી બાદ પંજાબીની પણ હત્યા કરી મૂળ મહેસાણાના અને 30 વર્ષથી અમેરિકાના ટેનેસીના જેક્સનમાં રહેતા સુરેશ પટેલની હત્યા કેસમાં ત્યાંની સ્થાનિક પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો. પોલીસને જોઈ હથિયારબંધ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા જ પોલીસકર્મીઓએ જમીન પર પછાડી દબોચી લીધો. 20 ઓગસ્ટે સુરેશ પટેલ અને તેમના પુત્રી જેક્સન શહેરમાં આવેલા પોતાના લીકર શોપ પર હાજર હતા ત્યારે જ લૂંટના ઈરાદે આવેલા લૂંટારુએ લૂંટ ચલાવી ગોળીએ વરસાવતા દીકરીની નજર સામે જ સુરેશ પટેલનું મોત નિપજ્યું હતું. ઝડપાયેલા શંકાસ્પદ આરોપીએ એક પંજાબીની હત્યા કર્યાનું પણ ખૂલ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. બાળકના ખભેથી ઘૂસી મોઢામાંથી લોખંડનો સળિયો આરપાર નીકળ્યો, VIDEO:સુરતમાં મદરેસાના ત્રીજા માળેથી પટકાયો, બચવાના 20% પણ ચાન્સ નહોતા, 3 કલાક સર્જરી કરીને જીવ બચાવ્યો સુરતના ઊન વિસ્તારમાં 11 વર્ષીય નાઝિશ મોહમ્મદ મદરેસાના ત્રીજા માળેથી પડતાં બીજા માળે કન્સ્ટ્રક્શન સાઈટ પર રહેલા લોખંડના સળિયામાં ફસાઈ ગયો હતો. આ લોખંડનો સળિયો તેના ગળાના પાછળના ભાગમાંથી આરપાર ઘૂસીને મોં આગળથી નીકળી ગયો હતો. સ્થળ પરથી સળિયો કાપીને બાળકને ગળામાં સળિયા સાથે જ અત્યંત ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમે ઓપરેશન કરીને બેથી ત્રણ કલાક લાંબી અને જટિલ સર્જરી કરીને બાળકના શરીરમાંથી સળિયો સફળતાપૂર્વક બહાર કાઢી લીધો હતો. હાલ બાળકને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને હાલ સ્થિતિ સ્થિર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચંપત રાયે કહ્યું- ચૂંટણીના કારણે દાન ચોરીની FIR ન કરાવી:નૃપેન્દ્ર મિશ્રાએ 14 ઇન્ટરવ્યૂ કોના ઇશારે આપ્યા, અસલી ભેદીયો કોણ? ડાયરીમાં ખુલાસા કર્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : હોસ્પિટલમાં આગ લાગતા 15 નવજાત જીવતાં ભુંજાયા:વોર્ડમાં 16 બાળકો હતા; માત્ર 1 જ બચ્યું, પાકિસ્તાનની હોસ્પિટલમાં AC કમ્પ્રેસરમાં વિસ્ફોટથી આગ લાગી (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : લોકસભા સચિવાલયે 20 બળવાખોર TMC સાંસદોને નોટિસ મોકલી:7 દિવસમાં જવાબ માંગ્યો; અભિષેક બેનર્જીએ ગેરલાયક ઠેરવવાની માગ કરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : અમેરિકાના મોન્ટાનામાં પરિવારના 8 લોકોની હત્યા:મૃતકોમાં 4 બાળકો; આરોપીએ બધાને ગોળી મારી, પોતાને પણ ગોળી મારી (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : દુનિયાનો સૌથી મોટો રોકેટ લોન્ચ કોમ્પ્લેક્સ બનાવશે મસ્ક:આ મેનહટ્ટન શહેર કરતાં 8 ગણી મોટી જમીન પર બનશે, દર વર્ષે હજારો સ્ટારશિપ રોકેટ લોન્ચ થશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : માંજરેકરે કહ્યું- સૂર્યવંશી-જયસ્વાલ પર કાર્યવાહી કરો:તેમને છોડવા એટલે બીજીવાર ખરાબ વર્તન માટે તૈયાર કરવા; ICC-BCCIને અપીલ કરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ભગવાન શિવની કુબેરને શીખ:ધન અને પદ શાશ્વત નથી પરંતુ નમ્રતા હંમેશા વ્યક્તિનું સન્માન વધારે છે; જાણો પ્રેરક કથા (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ કબરસ્તાન ફરવા વિદેશ જાય છે મહિલા અમેરિકામાં રહેતી ટ્રેસી રાયલેન્ડ્સને કબરસ્તાનમાં ફરવાનો શોખ છે. તે અત્યાર સુધી અમેરિકા, બ્રિટન અને કેનેડાના 35 થી વધુ કબરસ્તાન ફરી ચૂકી છે. તે કબરોની તસવીરો લોકો સુધી પહોંચાડે છે. સાથે જ દફન થયેલા લોકોની જિંદગી પર રિસર્ચ કરે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સપ્લેનર- ભારતમાં નેપાળ જેવી તબાહીનો ખતરો:88 સરોવરો છલકાઈ રહ્યા છે, જોખમમાં 6 રાજ્ય, ગ્લેશિયર લેક અચાનક કેવી રીતે ફાટે છે? 2. ગ્રાઉન્ડ રિપોર્ટ-NEET: 22 સુસાઈડ, વાયદા છતાં વળતર કોઈને નહીં:14 પરિવારો સુધી પહોંચ્યું ભાસ્કર, બોલ્યા- CJPમાંથી પણ કોઈ ન આવ્યું 3. આજનું એક્સપ્લેનર:શું બાંગ્લાદેશ મક્કા કરારમાં જોડાઈને સાઉદી-પાક-તુર્કી સાથે લડશે, ભારતને ત્રણ તરફથી ઘેરાવાનો ખતરો 4. Editor's View-સંઘે મોદીને નિવૃત્તિનો મેસેજ આપ્યો?:ગડકરીના શબ્દોથી ભૂકંપ, એક જ વાતમાં પાંચ ગુઢાર્થ, ટાઇમિંગથી ટાર્ગેટ સુધી, જાણો દિલ્હીમાં રમાતી ગેમની ઇનસાઇડ સ્ટોરી 5. પારકી પંચાત-BJPના મહામંત્રીને પોલીસ ઉપાડી ગઈ!:પદ મળ્યાના છ કલાકમાં જ જુગાર રમતા પકડાયા; ઉદ્ધાટનમાં ના બોલાવાતા નેતાઓ રિસાયા, જુઓ VIDEO 6. રક્ષાબંધને બહેનને આપો 'આર્થિક રક્ષા કવચ': રોકડ કે કપડાંને બદલે આ 5 વિકલ્પો પસંદ કરો, માત્ર ₹7 હજારનું રોકાણ કરીને બનાવો ₹1 લાખથી વધુનું ફંડ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:સિંહ-મીન જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, વૃશ્ચિક રાશિને બુદ્ધિમત્તા-ચતુરાઈથી વેપારમાં લાભ થશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    બિઝનેસ મંત્ર:કોઈપણ બિઝનેસમાં યાદગાર ગ્રાહક અનુભવ બનાવવાના ૫ વ્યવહારુ ઉપાયો
    Next Article
    India Coach Reacts To 'No-Ball' Troubles vs SL, Suggests Shocking Solution

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment