Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં રાષ્ટ્રીય લોક અદાલતમાં 13,269 કેસોનો નિકાલ:પેન્ડિંગ કેસોમાંથી 23 ટકાનો એક જ દિવસમાં નિકાલ, અકસ્માત વળતર સહિત ₹26.18 કરોડથી વધુની રકમના કેસો ઉકેલાયા

    7 hours ago

    રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA), નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ 12 સપ્ટેમ્બરે દેશભરમાં યોજાયેલી વર્ષ-2026ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત તમામ તાલુકા અદાલતોમાં સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.પી. પુરોહિતના માર્ગદર્શન તેમજ સચિવ સી.પી. ચારણના સંકલન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 13,269 કેસોનો પરસ્પર સમાધાનથી નિકાલ કરાયો હતો. પેન્ડિંગ કેસોમાં ₹20.20 કરોડથી વધુની રકમનું સમાધાન લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ દરમિયાન અદાલતોમાં પડતર રહેલા 6,115 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ નિકાલ થયેલા કેસોમાં કુલ ₹20,20,77,813ની રકમ સામેલ હતી. આ ઉપરાંત, મોટર અકસ્માત વળતર (MACP)ના 39 કેસોમાં ₹5,87,69,000નું વળતર ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો હતો. પ્રિ-લિટીગેશન કેસોનો પણ ઝડપી ઉકેલ અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાના પ્રિ-લિટીગેશન તબક્કાના કેસોમાં પણ સરાહનીય સફળતા મળી હતી. ટ્રાફિક ઈ-ચલણ, બેંક લેણાં, વીજ બિલ, ગેસ બિલ, પાણી બિલ, વીજ ચોરી અને રેવન્યુ સંબંધિત કુલ 7,154 પ્રિ-લિટીગેશન કેસોમાં ₹1,10,91,626ની રકમનું સમાધાન સ્થાપવામાં આવ્યું હતું. પેન્ડિંગ કેસોના બોજમાં 23 ટકાનો ઘટાડો જિલ્લામાં નોંધાયેલા એકંદર પેન્ડિંગ કેસોમાંથી આશરે 23 ટકા જેટલા કેસોનો એક જ દિવસમાં ફેસલો આવતા અદાલતો પરથી કેસોનું ભારી ભારણ ઘટ્યું છે. રાષ્ટ્રીય લોક અદાલતના સફળ આયોજનથી પક્ષકારોના નાણાં અને સમયની બચત થવાની સાથે વર્ષો જૂના વિવાદોનો કાયમી નિકાલ થયો છે. આ સફળતા બદલ સત્તા મંડળે તમામ ન્યાયિક અધિકારીઓ, બાર એસોસિયેશન અને અદાલતી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગણેશ ઉત્સવ અંગે એ ડિવિઝનમાં ડીવાયએસપીની બેઠક:જૂનાગઢમાં ગણેશ ઉત્સવ પૂર્વે પોલીસ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ; સીસીટીવી, ડીજે નિયમો તથા કાયદો-વ્યવસ્થા જાળવવા કડક સૂચના
    Next Article
    આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે દરખાસ્તોને મંજૂરી:વલસાડમાં પ્રભારી મંત્રીની હાજરીમાં આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment