Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાકભાજીની આડમાં દારૂ લઈ જતું પીકઅપ ઝડપાયું:ખેમાણા ટોલપ્લાઝા પાસે 1,308 બોટલ જપ્ત, રૂ.10.58 લાખનો મુદ્દામાલ કબજે; ચાલક ફરાર

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ખેમાણા ટોલપ્લાઝા પાસે પોલીસે શાકભાજીની આડમાં દારૂ લઈ જતું મહિન્દ્રા પીકઅપ ઝડપ્યું છે. તેમાં વિદેશી દારૂ અને બિયરની કુલ 1,308 બોટલ મળી આવી. જોકે, ચાલક વાહન છોડીને ફરાર થયો હતો. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીતના માર્ગદર્શન અને પાલનપુર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ચૌધરીની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે રાજસ્થાનના આબુરોડ તરફથી RJ-21-GF-2934 નંબરનું મહિન્દ્રા પીકઅપ શાકભાજીની આડમાં વિદેશી દારૂ ભરી પાલનપુર તરફ આવી રહ્યું છે. પોલીસે ખેમાણા ટોલપ્લાઝા પાસે નાકાબંધી કરી વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ ચાલકે પીકઅપ પૂરઝડપે હંકારી રોંગ સાઇડમાં લઈ જઈ રોડની રેલિંગ સાથે અથડાવ્યું હતું. ત્યારબાદ તે અંધારાનો લાભ લઈ ખેતરો તરફ નાસી ગયો. તપાસ દરમિયાન શાકભાજીના કટ્ટા નીચે છુપાવેલી દારૂ અને બિયરની 1,308 બોટલ મળી આવી. પોલીસે રૂ.5,58,430ની કિંમતનો દારૂ-બિયર અને રૂ.5 લાખનું પીકઅપ મળીને કુલ રૂ.10,58,430નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફરાર ચાલક સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તેને પકડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Ahead Of Diwali, UP Hikes Dearness Allowance By 5% For Government Employees
    Next Article
    Indian Techie Creates Wildlife Warning System After Losing Mother In Bear Attack

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment