Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીના 1300 શ્રદ્ધાળુ વેરાવળ પહોંચ્યા:રાસની રમઝટ, ઢોલ-નગારાંના નાદ સાથે સોરઠી સંસ્કૃતિમાં ફૂલડે વધાવી સ્વાગત, સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી

    8 hours ago

    ભારતીય આસ્થાના કેન્દ્ર સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પર્વના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો સોમનાથ પહોંચી રહ્યા છે. જે અંતર્ગત આજે દિલ્હીથી 1300 યાત્રિકોનો એક વિશેષ સમૂહ સ્પેશિયલ ટ્રેન મારફતે બપોરે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો. લોકસંસ્કૃતિના રંગે વધામણાં વેરાવળ રેલવે સ્ટેશન પર ઉતરેલા યાત્રિકોનું સોરઠી પરંપરા મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાંના નાદ, પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ કલાકારો અને લોકનૃત્યોના આયોજન વચ્ચે સમગ્ર વાતાવરણ 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આ ભવ્ય સ્વાગતે યાત્રિકોને અભિભૂત કર્યા હતા. આયોજનનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના નાગરિકોને સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાથી પરિચિત કરાવવાનો છે. આગામી 3 દિવસ દરમિયાન આ શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર સહિત આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનો અનુભવ કરશે. વહીવટી તંત્રની સજ્જતા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન અને ડેપ્યુટી કલેક્ટર જૈમીન કાકડીયાની દેખરેખ હેઠળ શિક્ષણ, રમત-ગમત, સાંસ્કૃતિક વિભાગ અને નગરપાલિકા દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રિકોના રોકાણ, ભોજન, પરિવહન અને દર્શન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ઉમટતો ભક્તિપ્રવાહ ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ઉત્તર પ્રદેશથી 1008 યાત્રિકોએ સોમનાથની મુલાકાત લીધી હતી. દિલ્હી બાદ હવે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશના ભોપાલ અને હરિયાણાના અંબાલાથી પણ વિશેષ ટ્રેનો મારફતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચશે. આ પર્વ દ્વારા સોમનાથ મંદિરના આક્રમણો સામેના સંઘર્ષ અને તેની અડીખમ અસ્મિતાના ઇતિહાસને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રજ્ઞાચક્ષુ રાજેશ રાવલને સેવા સ્મૃતિ એવોર્ડ:સ્વ. શીરીષભાઈ ઓઝાના નામે સુરેન્દ્રનગરમાં અપાયો
    Next Article
    Prayagraj Has Officially Named Its Signature Dish, And It's A Street Food Everyone Loves

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment