Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રોપઆઉટ 1,300થી વધુ બાળકો શિક્ષણની મુખ્યધારામાં જોડાશે:મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગનો નવતર અભિગમ, ધોરણ 10-12ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાયા

    8 hours ago

    શાળા અને શિક્ષણ છોડીને જતા રહેલા બાળકોનું ભવિષ્ય ફરી ઉજળું બનાવવાના હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષો અગાઉ વિવિધ કારણોસર શાળા છોડી ગયેલા અને શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં લાવવા માટે મહેસાણા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે સરાહનીય ઝુંબેશ ચલાવી છે. આ પ્રયાસોના ભાગરૂપે મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખૂણે-ખૂણે તપાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આપવાની પાત્રતા ધરાવતા બાળકોને શોધી કાઢ્યા છે. કોઈ પણ પ્રકારની સામાજિક કે કૌટુંબિક મજબૂરી, આર્થિક તંગી, રોજગારી અર્થે થતું સ્થળાંતર કે પછી અભ્યાસ પ્રત્યેની અરુચિ જેવાં કારણોસર શિક્ષણ છોડી ગયેલા બાળકોને શોધીને તેમનાં ફોર્મ ભરાવવામાં આવ્યા છે. ધો-10-12ના ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ 1300થી વધુ મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલના જણાવ્યા અનુસાર, આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓ માટે ધોરણ 10ની પાત્રતા ધરાવતા 1100થી વધુ અને ધોરણ 12ની પાત્રતા ધરાવતા 200થી વધુ મળીને કુલ 1300થી પણ વધારે ડ્રોપઆઉટ બાળકો નોંધાયા છે. શિક્ષણ વિભાગના આ નવતર પ્રયોગથી દૂર-સુદૂરના વિસ્તારોમાંથી શોધાયેલા આ બાળકો હવે બોર્ડની પરીક્ષા આપીને પોતાની કારકિર્દીને નવી દિશા આપી શકશે અને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃ સ્થાન મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    જિયોનો IPO જેને લાગ્યો તેને કમાણી જ કમાણી!:ખુલતાની સાથે જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી; એક શેર પર 250 રૂપિયાથી વધુનો નફો
    Next Article
    જામનગરમાં બ્લેક સ્મિથ યુથ ક્લબે લુહાર સમાજ માટે નવરાત્રી મહોત્સવ:ચોથા વર્ષે યોજાયેલા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment