Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં વાડીમાંથી ગાંજાના 130 છોડ મળ્યા:118 કિલો છોડની કિંમત રૂ. 59 લાખ; ભરત બાવળીયા સામે NDPS હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી વાડીમાંથી ગાંજાના 130 લીલા છોડ મળ્યા છે. છોડનું વજન 118 કિલો અને અંદાજિત કિંમત રૂ. 59 લાખ છે. પોલીસે છોડ કબજે કર્યા છે. રાજકોટ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે વાડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણના માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. પોલીસે મૂળિયા સહિતના 130 છોડ કબજે કર્યા છે. આ મામલે રામપરા ચોબારી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગરના ભરત માવજીભાઈ બાવળીયા સામે NDPS એક્ટની કલમ 8(બી), 8(સી), 20(એ)(1) અને 20(બી)(2)(સી) હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફરિયાદી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, રાજકોટ ઝોન, રાજકોટ છે. આગળની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિવાદ વચ્ચે સેલિબ્રિટીઓ છઠ પૂજામાં પહોંચ્યા:તમન્ના ભાટિયા, સોનુ સૂદ જુહુ બીચ પહોંચ્યા; રાજ ઠાકરે, મનસેએ વાંધો ઉઠાવ્યો હતો, જાણો સમગ્ર મામલો
    Next Article
    પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી લૂંટારુ ગેંગે લૂંટ ચલાવી:શટલ રિક્ષામાં બેઠેલા વૃદ્ધ દંપતીને છરી બતાવી સાડા પાંચ લાખના દાગીના લઈ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment