Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે મુકેશ અંબાણી નહીં, ગૌતમ અદાણી દેશના સૌથી અમીર:સંપત્તિ 13% વધીને ₹9.23 લાખ કરોડ થઈ, ટોરેન્ટ ફાર્માના સમીર મહેતા પહેલી વખત ટોપ-10મા સામેલ

    3 days ago

    ગૌતમ અદાણી અને તેમનો પરિવાર દેશના સૌથી અમીર બની ગયા છે. એમ3એમ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર અદાણી પરિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડી દીધા છે. 23 સપ્ટેમ્બરે જાહેર થયેલા અહેવાલ અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 13% વધીને 9.23 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, મુકેશ અંબાણીની સંપત્તિમાં 10%નો ઘટાડો નોંધાયો છે અને તેઓ 8.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને ખસી ગયા છે. આ વર્ષની રિચ લિસ્ટમાં 1,000 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ સંપત્તિ ધરાવતા 1,810 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. લિસ્ટમાં સામેલ તમામ અમીરોની કુલ સંપત્તિ વર્ષ દર વર્ષે 12.8% વધીને 187.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ટોપ-3માં એલએન મિત્તલની એન્ટ્રી, અનિલ અગ્રવાલ 9મા સ્થાને પહોંચ્યા યાદીમાં આર્સેલરમિત્તલના એલ.એન. મિત્તલ અને તેમનો પરિવાર આઠ સ્થાન ઉપર ચઢીને ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેમની સંપત્તિમાં 93%નો વધારો થતાં તે 3.39 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. યુરોપના સ્ટીલ વેપાર સંરક્ષણના પગલાં અને સ્ટીલના વધતા ભાવને કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે. વેદાંતાના અનિલ અગ્રવાલ અને તેમનો પરિવાર સંપત્તિમાં 87%ના વધારા સાથે 2.08 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા 9મા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને તેમનો પરિવાર 52%ના વધારા સાથે 1.89 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવીને પ્રથમ વખત 10મા સ્થાને રહ્યો છે. પ્રથમ વખત AI ક્ષેત્રનું વર્ચસ્વ: 19 અમીરોની કુલ સંપત્તિ ₹3.07 લાખ કરોડ હુરુન રિચ લિસ્ટમાં પહેલીવાર AIને એક અલગ સેક્ટર તરીકે સામેલ કરવામાં આવ્યું છે. AI સેક્ટરના 19 અમીરોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે, જેમની કુલ સંપત્તિ 3.07 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 15 નવા નામ છે, જેમણે પહેલીવાર આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ 15 નવા AI બિઝનેસ પર્સને 1.82 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરેલી છે. યાદીમાં સ્થાન મેળવનારાઓમાં કન્ટ્રોલ એસ ડેટાસેન્ટર્સ, યોટ્ટા, એસ્ટેરા લેબ્સ, પેરેલલ વેબ સિસ્ટમ્સ, સર્વમ AI અને ઇમર્જન્ટ AI જેવી કંપનીઓના પ્રમોટર્સનો સમાવેશ થાય છે. 28 વર્ષના તનય કોઠારી અને સહજ ગર્ગ યાદીમાં સૌથી યુવા AI બિઝનેસમેન AI ક્રાંતિએ દેશમાં નવા અને યુવા અબજોપતિઓને જન્મ આપ્યો છે. AI કંપની ‘વિસ્પર ફ્લો’ના સ્થાપક તનય કોઠારી અને સહજ ગર્ગ યાદીમાં સામેલ થનારા સૌથી યુવા AI બિઝનેસ પર્સન બની ગયા છે. 28 વર્ષના આ બંને સ્થાપકોમાંથી દરેકની સંપત્તિ 4,200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ભારતમાં રેકોર્ડ 391 ડોલર અબજોપતિ, 5 વર્ષમાં 154નો વધારો ભારતમાં ડોલર અબજોપતિઓ એટલે કે 1 અબજ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા એક વર્ષમાં ભારતમાં 27 નવા ડોલર અબજોપતિ જોડાયા છે, જેના કારણે કુલ સંખ્યા વધીને રેકોર્ડ 391 થઈ ગઈ છે. 5 વર્ષ પહેલાં ભારતમાં માત્ર 237 ડોલર અબજોપતિ હતા. જો સમગ્ર રિચ લિસ્ટની વાત કરીએ, તો આ વર્ષે યાદીમાં 128 નવા લોકો જોડાયા છે, જ્યારે ગયા 5 વર્ષોમાં તેમાં 803 નવા નામ સામેલ થયા છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં 70% એટલે કે 1,266 લોકો એવા છે, જેમણે પોતાના બળે આ મુકામ હાંસલ કર્યો છે. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ ક્ષેત્રમાં સૌથી વધુ અમીર, મુંબઈ પ્રથમ ક્રમે ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો સૌથી વધુ અમીર લોકો 'ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ' ક્ષેત્રમાંથી છે, જેમની સંખ્યા 166 છે. ત્યારબાદ કેમિકલ્સ ક્ષેત્રના 142 અને ફાર્માસ્યુટિકલ્સ (દવા) ક્ષેત્રના 136 લોકો આ યાદીમાં સામેલ છે. શહેરોની વાત કરીએ તો મુંબઈ અમીરોનું પસંદગીનું શહેર બની રહ્યું છે. મુંબઈમાં સૌથી વધુ 465 અમીર લોકો રહે છે. બીજા ક્રમે નવી દિલ્હી (236) અને ત્રીજા ક્રમે બેંગલુરુ (129) છે. રોશની નાદર દેશની સૌથી અમીર મહિલા, યાદીમાં 131 મહિલાઓ સામેલ આ વખતે હુરુન રિચ લિસ્ટમાં મહિલાઓની ભાગીદારી પણ વધી છે. યાદીમાં કુલ 131 મહિલાઓ સામેલ છે, જે ગયા વર્ષની 100 મહિલાઓની સરખામણીએ ઘણી વધુ છે. એચસીએલ ટેક્નોલોજીઝની રોશની નાદર મલ્હોત્રા અને તેમનો પરિવાર 2.79 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભારતની સૌથી અમીર મહિલા બની રહ્યાં છે. ----------------------- આ સમાચાર પણ વાંચો: સોનું ખરીદવું કે પછી ગોલ્ડ ETF?:10 ગ્રામ પર સીધો 15,000 રૂપિયા સુધીનો ફાયદો, રોકાણ કરતાં પહેલાં સમજો ગણતરી ભારતમાં સોનાને માત્ર એક કિંમતી ધાતુ જ નહીં, પરંતુ મુશ્કેલીના સમયે સૌથી મોટો સહારો અને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આજે પણ દેશનો એક મોટો વર્ગ સોનાના દાગીના, સિક્કા અથવા લગડીના રૂપમાં જ નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. તેનું કારણ માત્ર વધુ નફો કમાવવાનું નથી, પરંતુ તેની સાથે સાંસ્કૃતિક પરંપરાઓ, વર્ષો જૂનો વિશ્વાસ અને લોકોની લાગણીઓ જોડાયેલી છે. જોકે, હવે ગોલ્ડ ETF પણ એક ખૂબ જ સરળ, પારદર્શક અને સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Oppo Watch S2 Launched With Up to 10 Days of Battery Life and New FatMax Mode: Price, Specifications
    Next Article
    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, રાજકોટ રેન્જમાં ફફડાટ:ડી સ્ટાફ પાસે 7 મુદ્દાની માહિતી માંગી, નામ-એડ્રેસથી લઈ સગા-સંબંધીમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment