Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝ રૂટ ખુલ્યા બાદ ક્રૂડ ઓઇલ 13% સસ્તું:એક બેરલનો ભાવ 99.39 થી ઘટીને 86 ડોલર થયો; અમેરિકી શેરબજાર 2% વધ્યું

    9 hours ago

    ઈરાનના હોર્મુઝ રૂટને કોમર્શિયલ જહાજો માટે સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલ (કાચું તેલ) 13% સસ્તું થયું છે. શુક્રવાર, 17 એપ્રિલે ભાવ લગભગ 13 ડોલર ઘટીને 86 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા છે. એક દિવસ પહેલા ક્રૂડ ઓઈલની કિંમત 99.39 ડોલર પ્રતિ બેરલ હતી. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતા પહેલા કાચું તેલ 73 ડોલર પ્રતિ બેરલ હતું. યુદ્ધ દરમિયાન 9 માર્ચે ભાવ વધીને 120 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયા હતા. ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. નિષ્ણાતોના મતે, તેલ સસ્તું થવાથી હવે આ આશંકાઓ પણ સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકાનો ડાઉ જોન્સ લગભગ 1,000 અંક ચઢ્યો ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી વૈશ્વિક બજારમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે. અમેરિકાનો ડાઉ જોન્સ લગભગ 1,000 પોઈન્ટના ઉછાળા સાથે 49,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. SP 500માં 1.12% અને નાસ્ડેક ઇન્ડેક્સમાં 1.04%નો વધારો જોવા મળી રહ્યો છે. ઈરાનના વિદેશ મંત્રીએ હોર્મુઝ ખોલવાની જાણકારી આપી ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપી કે ઇઝરાયલ અને લેબનોન વચ્ચેના યુદ્ધવિરામને ધ્યાનમાં રાખીને હોર્મુઝ રૂટને તમામ વ્યાપારી જહાજો માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યો છે. મિડલ ઇસ્ટમાં તણાવ ઓછો થવાની આશાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. ટ્રમ્પ બોલ્યા- ઈરાન હોર્મુઝને ક્યારેય બંધ નહીં કરે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું- ‘ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરી ક્યારેય બંધ ન કરવા પર સહમતિ દર્શાવી છે. હવે તેનો ઉપયોગ દુનિયા વિરુદ્ધ એક હથિયાર તરીકે કરવામાં આવશે નહીં.’ ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી ભારતને શું ફાયદા થશે? ક્રૂડ ઓઈલ ભારત માટે જરૂરી છે, કારણ કે આપણે લગભગ 85% તેલ આયાત કરીએ છીએ. તેલની કિંમતો ઘટવાથી અર્થતંત્રને ઘણા મોરચે રાહત મળે છે. નિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઇલ 10 ડોલર સસ્તું થવા પર ચાલુ ખાતાની ખાધમાં 9-10 બિલિયન ડોલરનો ઘટાડો અને મોંઘવારીમાં લગભગ 0.5% રાહત મળી શકે છે. તેલ પુરવઠામાં અવરોધનો સામનો કરી રહી હતી દુનિયા ING (આઈએનજી) ના વિશ્લેષણ મુજબ, યુદ્ધને કારણે બજારમાં દરરોજ લગભગ 1.3 કરોડ બેરલ તેલનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો હતો. જોકે, વૈકલ્પિક પાઇપલાઇન રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પુરવઠા પર દબાણ યથાવત રહ્યું. હવે આ જળમાર્ગ ખુલવાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજારમાં સ્થિરતા પાછી ફરશે. ટ્રમ્પના નિવેદનથી શાંતિની આશા જાગી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે ઈરાન યુદ્ધ જલદી સમાપ્ત થવું જોઈએ. લાસ વેગાસના એક કાર્યક્રમમાં તેમણે સંઘર્ષના સકારાત્મક દિશામાં આગળ વધવાની વાત કરી અને કહ્યું કે તેહરાન 'ડીલ' કરવા માટે ખૂબ ઉત્સુક છે. ટ્રમ્પના મતે, ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ શરૂ થઈ ચૂક્યો છે અને જલદી જ બંને દેશોના પ્રમુખોને વ્હાઇટ હાઉસ આમંત્રિત કરી શકાય છે. હોર્મુઝ પ્રભાવિત થવાથી તેલ મોંઘું થયું હતું યુદ્ધ પછી ઈરાને હોર્મુઝ રૂટ લગભગ બંધ કરી દીધો હતો. દુનિયાનું લગભગ 20% તેલ-ગેસ આ જ રસ્તેથી પસાર થાય છે. તેના બંધ થવાથી ક્રૂડ ઓઇલ, LPG, એલ્યુમિનિયમ, ફર્ટિલાઇઝર અને પ્લાસ્ટિક મોંઘા થયા હતા. બ્રિટન-યુરોપમાં દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો ખતરો વધ્યો, કારણ કે શિપિંગ ખર્ચ અનેક ગણો વધી ગયો હતો. આ સપ્લાય સંકટને કારણે અમેરિકામાં ગેસની કિંમતો 4.15 ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ હતી અને મોંઘવારી દરમાં પણ ઉછાળો આવ્યો હતો. માર્ચમાં ક્રૂડ ઓઇલ 60% મોંઘું થયું હતું માર્ચમાં ક્રૂડ ઓઇલમાં 60%નો ઉછાળો આવ્યો હતો. આ 1990ના ખાડી યુદ્ધ પછી એક મહિનામાં સૌથી મોટો વધારો હતો. ફેબ્રુઆરીના અંતમાં 72.48 ડોલરથી વધીને માર્ચમાં 120 ડોલરને પાર પહોંચી ગયું હતું. આ પહેલા સપ્ટેમ્બર 1990માં સદ્દામ હુસૈનના કુવૈત પર હુમલા સમયે તેલની કિંમતો એક મહિનામાં 46% વધી હતી. ભારતના કુલ તેલ આયાતનો 51% ખાડી દેશોમાંથી આવે છે ભારત ક્રૂડ ઓઇલ માટે સૌથી વધુ પશ્ચિમ એશિયા પર નિર્ભર છે. FY2025-26 ના પ્રથમ 10 મહિનામાં કુલ આયાતમાં 51% હિસ્સો આ જ ક્ષેત્રનો હતો. કિંમત વધવાથી આયાત બિલ ઝડપથી વધી રહ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Noida protests: Admin cracks down on contractors — 203 blacklisted, fined Rs 1.16 crore
    Next Article
    ટ્રમ્પના જૂઠાણાં સામે ઈરાનનો આક્રમક પ્રહાર!:ઈરાને કહ્યું- યુરેનિયમ ટ્રાન્સફરની વાત ભૂલી જાવ! ટ્રમ્પ એટલે જૂઠાણાંની ફેક્ટરી, 1 કલાકમાં 7 ખોટાં દાવા કર્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment