Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:જૈન યુવાનોએ 13 વર્ષમાં 91 હજાર કિલો પસ્તી એકત્ર કરી પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી વહેંચ્યાં

    1 day ago

    ઘરના ખૂણામાં પડી રહેતી પસ્તી પણ અભાવગ્રસ્ત લોકોની મદદમાં ઉપયોગી થઈ શકે છે. આ વાત અર્હમ યુવા સેવા ગ્રુપે સાર્થક કરી બતાવી છે. આ ગ્રુપ 13 વર્ષથી શહેરની વિવિધ સોસાયટીઓમાં જઈને લોકો પાસેથી પસ્તી એકઠી કરે છે અને તેને વેચીને મળતી રકમમાંથી જરૂરિયાતવાળાં બાળકોને પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી જેવી વસ્તુઓ આપે છે. અત્યાર સુધીમાં 91 હજાર કિલો જેટલી પસ્તી એકત્ર કરીને વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડી છે. ગ્રૂપના જસ્મિન શાહે કહ્યું હતું કે રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી વર્ષ 2013માં અર્હમ યુવા સેવા ગ્રુપ શરૂ કરાયું હતું. 50થી વધુ યુવાન દર મહિને 2 રવિવારે શહેરના વિવિધ સોસાયટીઓમાંથી પસ્તી એકત્ર કરે છે. ત્યાર પછીના બે રવિવારે માનવસેવા અને જીવદયાનાં કાર્યો કરે છે. 13 વર્ષમાં 91 હજાર કિલોથી વધુની પસ્તી એકત્ર કરીને વિવિધ વિસ્તારોનાં બાળકોને મદદ કરાઈ છે. એપ્રિલમાં પસ્તી સે પુસ્તક મહા અભિયાન ગ્રુપ દ્વારા 1થી 30 એપ્રિલ સુધી ‘પસ્તી સે પુસ્તક’ મહા પસ્તી અભિયાન આદરાશે. ગ્રુપના યુવાનો વિવિધ વિસ્તારોમાં પસ્તી એકત્ર કરશે અને તેની રકમમાંથી અનેક બાળકોને શિક્ષણ સહાય અપાશે. ગયા વર્ષે મહા પસ્તી અભિયાનમાં આશરે 2800 કિલો પસ્તી એકત્ર કરાઈ હતી. અને જેના દ્વારા વિવિધ શાળામાં સ્ટેશનરી, ગણવેશ, સ્ટડી ટેબલનું વિતરણ કરાયું હતું. પસ્તીનું દાન કરવા માગતા લોકો વોટ્સ અપ 9898010902, 9136442490 પર સંપર્ક કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    આજથી સૂર્યની મીન સંક્રાંતિ:અંતિમ રાશિ મીનમાં સૂર્યના ભ્રમણથી નેત્રરોગ વકરે, કેન્સરના દર્દીઓ વધે
    Next Article
    પેપર રિવ્યુ:કમ્પ્યુટરના જાવાના 3 પ્રશ્નોના વિકલ્પોથી વિદ્યાર્થીઓ મૂંઝાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment