Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મહાનગરપાલિકા ચૂંટણી: ઉમેદવારીનો અંતિમ દિવસ, ભારે ધસારો:13 વોર્ડની 52 બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ

    9 hours ago

    વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. શનિવારે વાપી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળવાની શક્યતા છે. ભાજપે ઉમેદવારીના પાંચમા દિવસે જ તમામ 13 વોર્ડની 52 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. બીજી તરફ, શુક્રવારે બપોરના 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 39 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. હાલ સુધી મળતી માહિતી મુજબ, 13 વોર્ડમાં કુલ 39 ઉમેદવારો મેદાનમાં ઉતરી ચૂક્યા છે. જેમાં વોર્ડ નંબર 8માં સૌથી વધુ 6 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 11માં 5 ઉમેદવારોએ ચૂંટણી જંગ માટે તૈયારી દર્શાવી છે. ઉમેદવારીનો અંતિમ દિવસ હોવાથી ભાજપના તમામ 52 ઉમેદવારો ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બાકી રહેલા ઉમેદવારો આજે પોતાના ફોર્મ ભરશે. આ કારણે મામલતદાર કચેરી ખાતે રાજકીય કાર્યકરો અને સમર્થકોની મોટી ભીડ ઉમટી પડવાની સંભાવના છે. ટિકિટ વિતરણમાં કેટલાક ચોંકાવનારા ફેરફારો પણ જોવા મળ્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને વોર્ડ નંબર 4માંથી ટિકિટ માટે દાવેદારી કરનાર વિનોદ પટેલને ભાજપે ટિકિટ આપી નથી. ટિકિટ મળશે તેવી ખાતરીથી તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. હવે તેઓ અપક્ષ તરીકે કે ફરી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે કે કેમ તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન શાહ, જેમણે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ પણ ચર્ચામાં છે. ઉપરાંત, મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા 11 ગામોમાંથી 5 સરપંચો અને તેમના પરિવારજનોને વોર્ડ નંબર 5માંથી ટિકિટ આપવામાં આવી છે. વાપી VIA પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સતીશ પટેલને પણ ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વોર્ડ નંબર 4માંથી સરદાર ભિલાડવાળા બેંકના પૂર્વ ડિરેક્ટર દર્પણ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપ કેટલીક બેઠકો બિનહરીફ જીતવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છેલ્લી ઘડીએ જોર લગાવતી જોવા મળી રહી છે. આમ, વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે સીધી ટક્કર જોવા મળશે, અને અંતિમ દિવસે ઉમેદવારીનો જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ઉમરગામ નગરપાલિકામાં માત્ર 3 ફોર્મ:જિલ્લા-તાલુકા પંચાયતની 186 બેઠકો પર 456 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
    Next Article
    A letter, beard & speech: How a Bareilly boy identified fraud, saved his parents from ‘digital arrest’ scam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment