Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 13ના મોત બાદ પણ બુટલેગરો બેફામ:વડોદરામાંથી ઈંગ્લીશ દારૂની 16 હજાર બોટલ ઝડપાઈ, ફ્લેટના પાર્કિંગમાં ચાલતા કટિંગ પર SMCનો દરોડો

    8 hours ago

    ભાવનગર સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના જીવ ગયા છે અને 3 લોકોની સારવાર ચાલી રહી છે. તેની વચ્ચે જ વડોદરામાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી 16 હજાર દારૂની બોટલ ઝડપી પાડી. જો કે, આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી'ને SMC દરોડો પાડી ગઈ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટમાં ઈંગ્લીશ દારુના ચાલી રહેલા કટિંગ પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો. ઘટનાસ્થળ પરથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની 16,394 દારૂની બોટલ મળી આવી. આ ઉપરાંત બોલેરો પીકઅપ, સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર અને મોપેડ સહિત 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ નથાણીનું નામ ખૂલ્યું લાખોના દારૂ કેસમાં નિલેશ ઉર્ફે નિલુ નથાણીનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવ્યું છે. આ ઉપરાંત ચાર વાહનોના માલિક, દારૂ મોકલનાર અને કટિંગ સમયે સ્થળ પરથી નાસી ગયેલા અજાણ્યા શખસોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Jodhpur में Ashutosh Ranka के कार्यक्रम में बवाल, Police से क्यों भिड़े BJYM कार्यकर्ता? CJP
    Next Article
    How Saudi Arabia Became the Most Powerful Kingdom in the World | MBS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment