Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપા ચૂંટણી:13 વોર્ડ માટે ફોર્મ ચકાસણી, 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થશે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

    10 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે જોકે, આ વખતે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવતા મુકાબલો રસપ્રદ બનવાની શક્યતા છે આજરોજ કલેકટર કચેરી ખાતે જુદાજુદા વોર્ડના ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો હાજર રહ્યા હતા, આજરોજ ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ હતી, ​ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે, અને ​મતદાનની તારીખ 26 એપ્રિલ ને રવિવાર ના રોજ યોજાશે, જયારે ​પરિણામની તારીખ 28 એપ્રિલના રોજ યોજાશે. હાલ 228 જેટલા ઉમેદવારો મેદાનમાં ​આજરોજ હાથ ધરવામાં આવેલી ફોર્મ ચકાસણીના અંતે 13 વોર્ડમાં કુલ 389 ફોર્મ ભરાયા હતા, જેમાંથી હાલ 228 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. આગામી 15 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલા ઉમેદવારો મેદાન છોડે છે તેના પર સૌની નજર રહેશે. ત્યાર બાદ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાન રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ:હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી પોલીસ સ્ટેશન લઈ જવાઈ, ગણતરીની કલાકોમાં FSLનો રિપોર્ટ પણ આવી શકે
    Next Article
    Viral Video: Mohammed Siraj Consoles Zanai Bhosle At Asha Bhosle's Funeral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment