Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 13 વર્ષની સગીરાએ રૂ.10.80 લાખના દાગીનાની ચોરી કરી:પતિ ધંધાના કામે બહાર ગયા પત્ની ઘર ખુલ્લું મૂકી પાડોશમાં બેસવા જતા બે કલાકમાં લાખોની મતા ચોરાઈ

    4 days ago

    રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા સાબુના ધંધાર્થી પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને પત્ની પોતાનું ઘર ખુલ્લું મૂકી પાડોશમાં બેસવા ગયા હતા દરમિયાન ઘરમાં રહેલા 10.80 લાખના દાગીનાની ચોરી થતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી 13 વર્ષીય સગીરાને ઝડપી પાડી ચોરાઉ મુદામાલ વેચવા જાય એ પહેલા જ તમામ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં રોલક્ષ રોડ પર સરદાર ચોક પાછળ સત્યમપાર્ક શેરી નંબર 2માં રહેતાં ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉ.વ.37)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમા અલગ અલગ જગ્યાએ ગાડીની ફેરી કરી સાબુનો વેપાર કરે છે. ગઈ તા.01.04.2026ના રોજ બપોરના 3 વાગ્યા આસપાસ તેઓ સાબુનો વેપાર કરવા માટે ગયા હતા અને સાંજે 7 વાગ્યે ઘરે આવ્યા ત્યારે પત્ની પારૂલબેને જણાવ્યું કે, હુ આપણી શેરીમાં બપોરના 4થી સાંજના 6 વાગ્યા સુધી બેઠી હતી ત્યારે આપણા ઘરના દરવાજા ખુલ્લા હતા અને હુ બહારથી આપણા ઘરમાં આવી ત્યારે દિવાલના ખુલ્લા કબાટમાં પડેલ પર્સ જોવા મળ્યું ન હતું જેમાં મારા ઘરેણાં હતા. પર્સમાં આસરે ચાર તોલાનો એક સોનાનો હાર, બે તોલાનું એક મંગળસુત્ર, બે તોલાનો હાથમા પહેરવાનો પોચો, બે સોનાની બુટી તથા એક સોનાનો ટીકો રાખ્યો હતો. જેથી કુલ 10.80 લાખની કિંમતનું કુલ 9 તોલા સોનુ કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીકત મળી હતી કે, રૂ.10.80 લાખના દાગીના ચોરી કરનાર કોઈ રીઢો તસ્કર નહિ પરંતુ 13 વર્ષની બાળકી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું ફરિયાદીના ઘર નજીકમાં એક દંપતી 15 દિવસ પહેલા ભાડેથી રહેવા આવ્યું હતું તેમને સંતાનમાં એક પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. ફરીયાદી દંપતી ઘરે ન હતું ત્યારે બાળકીએ ઘરમાં આવી દાગીના ભરેલ પર્સ લઈ નાસી છૂટી હતી હાલ પોલીસે ચોરીમાં ગયેલ તમામ 10.80 લાખનો મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પકવાન બ્રિજ પર થયેલી હિટ એન્ડ રનની ઘટના:SG હાઈવે પર થયેલા ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલાં આધેડ 7 દિવસ બાદ જિંદગીની જંગ હાર્યા, કાર ચાલક સામે નોધાયો ગુનો
    Next Article
    Updated IPL 2026 Points Table After Punjab Kings' Five-Wicket Win Over Chennai Super Kings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment