Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    13 ઓગસ્ટનું અંકફળ:ગુરુવારે અંક 1ના જાતકો ભવિષ્યને લઈને ચિંતિત રહેશે, અંક 3ના જાતકોને વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સંભાળીને કામ કરવું પડશે. ગોપનીયતા ભંગ થઈ શકે છે. પરિવારનો સાથ છૂટી શકે છે. બિનજરૂરી તણાવ પણ રહેશે. ભવિષ્યને લઈને આશંકાઓ રહેશે. બપોરે આવક જળવાઈ રહેશે અને પોતાના પ્રયાસો સફળ થશે. નવું કામ પણ મળી શકે છે. સહયોગ પ્રાપ્ત થશે. નવા કામના પ્રસ્તાવો મળી શકે છે. કરિયર: કારોબારમાં કર્મચારીઓ હેરાન કરશે અને નોકરીમાં વ્યસ્તતા બનતી રહેશે. લવઃ પ્રેમ વ્યક્ત કરવા પર નકારાત્મક જવાબ મળી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લકી નંબરઃ 1,5,7 લકી કલરઃ લાલ શું કરવું: દુર્ગાજીના મંદિરમાં ચણા અને ગોળનું દાન કરવું. ભાઈઓનો સહયોગ મળશે અને સમય અનુકૂળ રહેશે. સમસ્યાઓનો ઉકેલ મળતો રહેશે. આવક પણ સારી જળવાઈ રહેશે. મોટા કામ બનવાના એંધાણ પણ રહેશે. બપોરે નિરાશાનો ભાવ રહેશે. કામમાં મન નહીં લાગે. રાજકારણીઓને પદનો લાભ થશે, પરંતુ નિરાશા રહેશે. કરિયર: વેપારમાં વર્ચસ્વ વધશે અને નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવઃ માતા-પિતા તરફથી સ્નેહ પ્રાપ્ત થશે. પ્રેમમાં સુખ રહેશે. લકી નંબરઃ 5,7,8 લકી કલરઃ લીલો શું કરવું: દુર્ગાજીના મંદિરમાં લાલ ધ્વજ લગાવવો. સવારનો સમય આવક જાળવી રાખશે અને વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે અને મુસાફરી વધુ કરવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ વધશે. બપોરે સહયોગ મળવાની સાથે કામનો વિસ્તાર થઈ શકે છે. નાણાંની આવક થશે. અપેક્ષિત કાર્યો થવાની શક્યતાઓ વધશે. સાંજે ચિંતાજનક સમાચાર મળી શકે છે. કરિયર: નોકરીમાં સંકોચ રાખવાથી નુકસાન થઈ શકે છે. કારોબારમાં તેજી રહેશે. લવઃ પ્રેમમાં સુખદ અનુભૂતિ રહેશે. વૈવાહિક જીવનમાં તણાવ થઈ શકે છે. લકી નંબરઃ 2,5,9 લકી કલરઃ વાદળી શું કરવું: દુર્ગાજીના મંદિરમાં નાળિયેર અર્પણ કરવું. શરૂઆતમાં ચિંતા રહેશે અને ખર્ચ પણ વધુ થશે. આવકમાં સહકર્મચારીઓથી પાછળ રહી શકો છો. તણાવ રહેશે અને વાહનથી પરેશાની થઈ શકે છે. બપોર પછી સુધારો થશે. મન પ્રસન્ન રહેશે અને કોર્ટ-કચેરીના મામલાઓમાં પક્ષ મજબૂત થશે. ખૂબ વ્યસ્તતા અને સારી આવક રહેશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે અને નાણાં અટકી શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે તાલમેલ ઓછો રહેશે. લવઃ પ્રેમી ભાગીદાર પ્રત્યે ક્રોધ રહી શકે છે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબરઃ 1,5,9 લકી કલરઃ કેસરી શું કરવું: દુર્ગાજીના મંદિરમાં મીઠાઈનો ભોગ ધરાવવો. કામ વધારે રહેશે અને આવક પણ સારી પ્રાપ્ત થશે. નવા કામ પ્રત્યે આકર્ષણ રહેશે. બપોરે કઈંક નુકસાન થશે. મન નિરાશ રહેશે અને સાથીઓથી પાછળ રહી શકો છો. આવક પણ ઓછી રહેશે અને કામ વધુ કરવું પડશે. સાંજથી સમયમાં સુધારો થશે. પ્રસન્નતા અપાવનારા સમાચાર મળશે અને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. કરિયર: કારોબારમાં વૃદ્ધિ થશે અને નોકરી બદલવાનું મન થશે. લવઃ વૈવાહિક જીવન સુખમય રહેશે. પ્રેમી ભાગીદારની નારાજગી રહેશે. લકી નંબરઃ 2,5,8 લકી કલરઃ મરૂન શું કરવું: દુર્ગાજીને લાલ પુષ્પ અર્પણ કરવા. શત્રુઓ હાવી થવાનો પ્રયાસ કરશે. પોતાનો બચાવ કરવાના પ્રયાસો કરવા પડશે. બેચેની રહેશે અને કામમાં વિઘ્નો આવશે. આવક નબળી રહેશે અને મોં પર ઈજા થઈ શકે છે. બપોર સુધી પોતાને સંભાળી શકશો. આવકમાં વધારો થશે અને મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે તેમજ સંતાન તરફથી પણ સહયોગ મળશે. કરિયર: નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. વેપારમાં નવા સંપર્કો બનશે. લવઃ પ્રેમમાં અધીર થઈ શકો છો. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લકી નંબરઃ 3,5,8 લકી કલરઃ પીળો શું કરવું: દુર્ગાજીના મંદિરમાં ફળોનો ભોગ ધરાવવો. સવારનો સમય આત્મવિશ્વાસમાં વધારો કરનારો રહેશે. અચાનક ઘણા મોટા લાભના એંધાણ બન્યા છે, સાથે જ જવાબદારી પણ વધશે. નવી મિલકત ખરીદનારાઓ માટે શુભ સમય છે. કામ મન મુજબ થશે અને સુખદ સમાચારોની પ્રાપ્તિ થશે. આળસ પણ રહેશે. સાંજે નાના-મોટા વિવાદો મનોબળ તોડવાનો પ્રયાસ કરશે, પરંતુ તેને નજરઅંદાજ કરો. કરિયર: વેપારમાં અયોગ્ય વ્યવહાર થઈ શકે છે. નોકરીમાં સબઓર્ડિનેટ કર્મચારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. લવઃ પ્રેમી ભાગીદારને સહયોગ કરવો પડશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબરઃ 2,5,9 લકી કલરઃ ગુલાબી શું કરવું: દુર્ગાજીના મંદિરમાં મીઠાઈનો ભોગ ધરાવવો અને ગુલાબી વસ્ત્ર ચઢાવવા. જમીન કે કાયમી મિલકત સંબંધિત કોઈ મોટો લાભ મળી શકે છે. કાનૂની વિજય મળશે અને અડચણો સમાપ્ત થશે. આત્મવિશ્વાસ વધેલો રહેશે અને મનપસંદ કામ થવાથી પ્રસન્નતા રહેશે. સફળતાના માર્ગમાં માત્ર ક્રોધ જ બાધા બનશે, તેથી તેનાથી બચવાનો પ્રયાસ કરો. કરિયર: નોકરીમાં આકર્ષક પ્રસ્તાવ મળી શકે છે. વેપારમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. લવઃ પ્રેમ સંબંધમાં વિઘ્ન આવી શકે છે. વિવાહ યોગ્ય લોકોને લગ્નના પ્રસ્તાવો પ્રાપ્ત થશે. લકી નંબરઃ 3,5,7 લકી કલરઃ વાદળી શું કરવું: દુર્ગાજીના મંદિરમાં ઘી અને મીઠાઈ અર્પિત કરવી. સવારે શરૂઆતી સફળતાઓ મળશે. આવક વધશે અને મિત્રો સાથે મુલાકાત થશે. સહયોગ પ્રાપ્ત થશે. કામમાં આવી રહેલી બાધાઓ સમાપ્ત થશે. જરૂરી મુસાફરી થઈ શકે છે. રાજકારણીઓને લાભ થશે. બપોરે કામ વધારે રહી શકે છે. સાંજના સમયે કેટલીક અડચણો ઊભી થઈ શકે છે, પરંતુ નાણાકીય સમસ્યાઓ નહીં આવે. કરિયર: બેરોજગારોને તક પ્રાપ્ત થશે. કારોબારમાં તેજી રહેશે. લવઃ જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબરઃ 5,6,9 લકી કલરઃ સફેદ શું કરવું: દુર્ગાજીના મંદિરમાં સફેદ પુષ્પ અને દૂધ ચઢાવવું.
    Click here to Read More
    Previous Article
    13 ઓગસ્ટનું ટેરો રાશિફળ:કર્ક જાતકોને લાભની શક્યતા, આર્થિક સ્થિતિ રહેશે; સિંહ જાતકો દિવસ પડકારજનક, પરિવારમાં મતભેદ વધશે
    Next Article
    ગુરુવારનું રાશિફળ:શ્રાવણના પહેલાં દિવસે તુલા અને ધન રાશિના જમીન-સંપત્તિના મુદ્દાઓ ઉકેલાશે, કન્યા રાશિએ નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment