Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી કંપનીમાંથી 1.29 લાખની ચોરીના ત્રણ આરોપી ઝડપાયા:LCBએ 322 કિલો SS પ્લેટ-સર્કલ, બાઇક અને બે મોબાઇલ સહિત 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    6 घंटे पहले

    વાપી GIDCની સ્કેન એન્જિનિયરિંગ કંપનીમાં ₹1.29 લાખની ચોરીના કેસમાં વલસાડ જિલ્લા LCBએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 322 કિલો SSનો માલ, 1 બાઇક અને 2 મોબાઇલ ફોન સહિત કુલ ₹1,40,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને વધુ તપાસ માટે વાપી GIDC પોલીસને સોંપવામાં આવ્યા છે. કટીંગ વિભાગમાંથી ₹1.29 લાખના SS પ્લેટ અને સર્કલ ચોરાયા હતા પોલીસના જણાવ્યા મુજબ, 18 નવેમ્બરે વાપી GIDCના 40 શેડ વિસ્તારમાં પ્લોટ નંબર 763 અને 764 પર આવેલી કંપનીના કટીંગ વિભાગમાંથી 516 કિલો SS પ્લેટ અને સર્કલના ટુકડા ચોરાયા હતા. તેમાં ₹84,000ની કિંમતના SS પ્લેટના 24 ટુકડા (336 કિલો) અને ₹45,000ની કિંમતના SSના 15 સર્કલ (180 કિલો)નો સમાવેશ થાય છે, જે અંગે વાપી GIDC પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. CCTV ફૂટેજ અને બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરાઈ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી LCB PI એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. પરમારની ટીમે કંપની અને આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તથા ટેકનિકલ માહિતી તપાસી હતી. પોલીસકર્મીઓ હારીશ કમરુલ અને રાહુલને મળેલી બાતમીના આધારે વાપીમાંથી વિનીત નથનીસિંગ, પીન્ટુ ચૌધરી અને સુરેન્દ્ર બક્તાવરસિંગને ઝડપી પાડવામાં આવ્યા હતા. ચોરીનો માલ ચેલારામ ઉર્ફે શૈલેશ પ્રજાપતને વેચાયો હોવાનું ખુલ્યું પૂછપરછમાં વિનીતે અન્ય સાગરિતો સાથે ચોરી કરી હોવાનું અને ચોરીનો માલ પહેલા પીન્ટુને, પછી સુરેન્દ્રને અને ત્યારબાદ ચેલારામ ઉર્ફે શૈલેશ પ્રજાપતને વેચાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ₹80,500ની કિંમતનો 322 કિલો SSનો માલ, ₹50,000ની નંબર વગરની હીરો સ્પ્લેન્ડર બાઇક અને ₹10,000ના 2 મોબાઇલ કબજે કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારી શરૂ, મતદાર યાદીનો કાર્યક્રમ જાહેર:23 નવેમ્બર સુધી વાંધા-અરજીઓ કરી શકાશે, 27મીએ વોર્ડવાર આખરી યાદી જાહેર કરાશે
    Next Article
    બોટાદમાં ગરીબ પરિવારોને કરિયાણાની કીટ આપી:હરેશભાઈ કણજારીયા અને પ્રિતેશભાઈ ચાવડાએ બાળકોના શિક્ષણની જવાબદારી લેવાની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment