Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં 128 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ:PGVCL દ્વારા રૂ. 51.92 લાખનો દંડ, બીજા દિવસે પણ ચેકિંગ ચાલુ

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લામાં વીજચોરી અને વીજ ગેરરીતિ સામે પીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રહી હતી. પીજીવીસીએલ વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચાર તાલુકાઓમાં એકસાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડી મળી કુલ 815 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 128 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજચોરી અને ગેરરીતિના આ કેસોમાં પીજીવીસીએલ દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરી કુલ રૂ. 51.92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગેરરીતિ ઝડપાતા સંબંધિત વીજ ગ્રાહકોને દંડના બિલ આપવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલની વિભાગીય કચેરી દ્વારા આજે તાલાળા, પ્રાચી અને સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં વીજચોરી સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. ચેકિંગ માટે કુલ 54 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા વીજ મીટર, કનેક્શન અને વીજ વપરાશની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. રહેણાંક મકાનો ઉપરાંત વેપારી એકમો અને ખેતીવાડી કનેક્શનોને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યાં હતાં. સતત બીજા દિવસે પણ એકસાથે અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ થતાં ગેરકાયદે વીજ જોડાણ અને વીજચોરી કરતા તત્વોમાં કાર્યવાહીનો ભય જોવા મળ્યો હતો. પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં પણ વીજચોરી અને ગેરરીતિ સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    જોગવડમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી:માતા-બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનનું મહત્વ, ચાંદીપુરા વાયરસની જાણકારી અપાઈ
    Next Article
    મહેસાણાના મેયરના આઇકોનિક રોડ વિસ્તાર સૂચનને મનપા કારોબારી બેઠકમાં મંજૂરી:2 આઇકોનિક રોડ બનાવવા મહેસાણામાં ફરી દબાણ તોડવા ઝુંબેશ શરૂ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment