Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ગુરુકુલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:1260 વિદ્યાર્થીઓએ યોગાસનો કરી સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો

    23 hours ago

    સુરેન્દ્રનગર: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સુરેન્દ્રનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ સંસ્થાન સંચાલિત આ શાખામાં આયોજિત કાર્યક્રમમાં કુલ 1260 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફગણ ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉજવણી "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ"ના સૂત્રને અનુરૂપ હતી. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર, ધૂન-પ્રાર્થના અને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં વંદના સાથે થયો હતો. યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ કોમન યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરીને ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે તાડાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન જેવા યોગાસનોનું પ્રદર્શન કરાયું હતું. આ ઉપરાંત, અનુલોમ-વિલોમ, કપાલભાતિ, ભ્રામરી અને ધ્યાન જેવી પ્રાણાયામ ક્રિયાઓ પણ કરવામાં આવી હતી. આ દ્વારા વિદ્યાર્થીઓને મનની એકાગ્રતા, તણાવમુક્તિ અને સકારાત્મક જીવનશૈલી માટે માર્ગદર્શન મળ્યું હતું. ગુરુકુલના આચાર્ય પિયુષભાઈ સાવલિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, "યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને આત્માને સંતુલિત રાખતી જીવનપદ્ધતિ છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માટે યોગ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. નિયમિત યોગાભ્યાસથી શારીરિક તંદુરસ્તી, માનસિક સ્થિરતા, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે." આ પ્રસંગે ગુરુકુલના સંચાલક આનંદસ્વામીજીએ જણાવ્યું હતું કે, "ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ એવા યોગને સમગ્ર વિશ્વે સ્વીકાર્યો છે. યોગ માનવજાતના સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે." તેમણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાનને સ્થાન આપવા તેમજ સ્વસ્થ અને સંસ્કારી જીવન જીવવા પ્રેરણા આપી હતી. વિશ્વ યોગ દિવસની આ ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, આનંદ અને જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો. એક સાથે 1260 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ યોગાભ્યાસે કાર્યક્રમને વિશેષ ભવ્યતા આપી હતી. સમગ્ર આયોજન શિક્ષકો અને વ્યવસ્થાપકોના સુચારુ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. કાર્યક્રમના અંતે, તમામ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતોએ નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ ભારત અને સશક્ત સમાજના નિર્માણમાં યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ, શિસ્ત, એકાગ્રતા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવરૂપ યોગ પ્રત્યે વિશેષ આદરભાવ વિકસાવવાનો સફળ પ્રયાસ કરાયો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ યોગ કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સ્વસ્થ જીવનશૈલીના સંવર્ધન માટે એક પ્રેરણાદાયી પહેલ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા ડિમોલિશન મુદ્દે 22 દિવસે સુરત મ્યુ. કમિશનરનો મોટો ધડાકો:એમ. નાગરાજને સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં લાઇન દોરીની કામગીરી સમયે ડિમોલિશન કર્યું
    Next Article
    PM Modi Releases PM-Kisan Instalment Worth Rs 18,880 Crore In Bengal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment