Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું:યુદ્ધ વચ્ચે કિંમત 126 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી; ઈરાનનો કટાક્ષ- આગામી પડાવ 140 ડોલર

    18 hours ago

    મિડિલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમત 126 ડોલર પ્રતિ બેરલને સ્પર્શી ગઈ છે. આ 4 વર્ષમાં સૌથી વધુ છે. તાજા આંકડા મુજબ બ્રન્ટ ક્રૂડની કિંમત લગભગ 119.76 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ, જે જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે. ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, આનું કારણ ટ્રમ્પનું તે નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા, ઈરાનના બંદરો પર પોતાની સૈન્ય નાકાબંધી ચાલુ રાખશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કોઈ સમજૂતી નહીં કરે, ત્યાં સુધી આ નાકાબંધી હટશે નહીં. આ નિર્ણયની સીધી અસર હોર્મુઝ પર ચાલી રહેલા તણાવ પર પડી છે, જે દુનિયાના સૌથી મહત્વના તેલ સપ્લાય રૂટ પૈકીનો એક છે. આ કારણે તેલના સપ્લાયને લઈને અનિશ્ચિતતા વધી ગઈ છે. બીજી તરફ, તેલની કિંમતો વધવા અંગે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે કટાક્ષ કરતા કહ્યું કે આગામી પડાવ 140 ડોલર થવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ટ્રમ્પને તેમના લોકો નકામી સલાહ આપી રહ્યા છે. તેમણે અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટની પણ મજાક ઉડાવી અને કહ્યું કે તેમની સલાહને કારણે તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાન યુદ્ધ પર 25 અબજ ડોલર ખર્ચ્યા અમેરિકા ઈરાન યુદ્ધ પર છેલ્લા 2 મહિનામાં અત્યાર સુધીમાં 25 અબજ ડોલર ખર્ચ કરી ચૂક્યું છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી જ્યુલ્સ ડબલ્યુ. હર્સ્ટે બુધવારે સંસદની આર્મ્ડ સર્વિસીસ કમિટીની સુનાવણીમાં આ જાણકારી આપી હતી. હર્સ્ટના જણાવ્યા અનુસાર, કુલ ખર્ચનો મોટો હિસ્સો હથિયારો, મિસાઈલો અને દારૂગોળા પર થયો છે. બીજી તરફ, ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખાતિબઝાદેહે કહ્યું કે યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન નથી, પરંતુ સમસ્યાનો એક ભાગ છે. તેમણે કહ્યું કે વર્તમાન સંકટમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો વાતચીત અને રાજદ્વારી છે. ખાતિબઝાદેહે કહ્યું કે ઈરાન ઘણા અઠવાડિયાથી યુદ્ધ ખતમ કરવા માટે પ્રસ્તાવ આપી રહ્યું છે. યુદ્ધવિરામની કોશિશો છતાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ પૂરેપૂરો ખતમ થયો નથી. તેમણે કહ્યું કે ઈરાને સમાન શરતો અને સમાનતાના આધારે વાતચીતનો રસ્તો સૂચવ્યો છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. UAE એ ઓપેક છોડ્યું: સંયુક્ત આરબ અમીરાત (UAE)એ 1 મેથી તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી 59 વર્ષ પછી બહાર નીકળવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓપેક વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશોનું જૂથ છે. 2. ટ્રમ્પે ઓફર ઠુકરાવી: ઈરાને અમેરિકાને હોર્મુઝ ખોલવા અને જહાજોની અવરજવર શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પછી પરમાણુ મુદ્દે વાત થવાની હતી, પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. 3. ત્રીજી વાર પાકિસ્તાન પહોંચ્યા ઈરાની વિદેશ મંત્રી: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી મંગળવારે સવારે રશિયાની પોતાની યાત્રા પૂરી કર્યા પછી ઈસ્લામાબાદ પહોંચ્યા. છેલ્લા 48 કલાકમાં આ તેમની ત્રીજી પાકિસ્તાન મુલાકાત છે. 4. 10 લાખ નોકરીઓ ખતમ: ઈરાન સરકારે જણાવ્યું કે યુદ્ધના કારણે દેશમાં સીધા જ ઓછામાં ઓછી 10 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. ભવિષ્યમાં 1 કરોડથી વધુ નોકરીઓનો ખતરો છે. 5. તેલના ભાવ વધ્યા: મંગળવારે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Diego Simeone’s antics during VAR check vs Arsenal comes under scrutiny: ‘That’s why people don’t like the dark arts, don’t like Atletico Madrid’
    Next Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં બેદરકારીનો ખુલાસો:એલાર્મ સિસ્ટમથી બેંક મેનેજર સહિતનો સ્ટાફ અજાણ, લૂંટારાઓને શોધવા પોલીસના ત્રણ દિવસથી હવાતિયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment