Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના રામપરા ગામમાં 125 CCTV કેમેરા સ્થાપિત:ઉદ્યોગના સહયોગથી સુરક્ષા વધી, બન્યું રાજ્યનું પ્રથમ ગામ

    13 hours ago

    ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં એકસાથે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 5 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં રામપરા ગ્રામપંચાયત ઓફિસથી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરીને સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. આ પહેલથી ગામની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રોજેક્ટ એલએન્ડટી જીઓસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (LT) કંપનીના સહયોગથી CSR ફંડ હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. ઉદ્યોગ નજીક આવેલું હોવાથી, રામપરા ગામને CSR ફંડમાંથી વિકાસના કાર્યોનો સતત લાભ મળી રહ્યો છે. ગામની ચારે તરફ, શેરીએ શેરીએ, ગલીઓમાં, ચોકમાં અને જાહેર માર્ગો ઉપર સીસીટીવી ફૂટેજ કેમેરા લગાવીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. આ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કાર્યક્રમ ગ્રામપંચાયત ખાતે ASP જયવીર ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PSI કે.ડી. હડિયા, RFO યોગેશ કળસરીયા, સરપંચ છનાભાઈ વાઘ, અરજણભાઈ વાઘ, ઘનશ્યામભાઈ વાઘ, તલાટીમંત્રી અને એલ.એન્ડ.ટી. કંપનીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ચાલી રહેલા 'ઈગલ આઈ' પ્રોજેક્ટ અંતર્ગત રામપરા ગામે 125 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ગામમાં ચોરી, ઘરફોડ જેવા ગુનાઓને શોધી કાઢવામાં અને અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, અમરેલી જિલ્લામાં જેટલા પણ ગામોમાં સીસીટીવી લાગ્યા છે તેમાં રામપરા ગામમાં સૌથી વધુ 125 સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PGVCL પોરબંદર સર્કલ દ્વારા મેગા ડ્રાઈવ:25 કરોડની વસૂલાત માટે 280 ટીમો ઉતરશે મેદાનમાં
    Next Article
    નવસારીના લૂંસીકુઈ મેદાનમાં વ્યાવસાયિક કાર્યક્રમો પર રોક:સી.આર. પાટીલે અધિકારીઓને કડક આદેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment