Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિન-નવસારી હાઈવે પર ટ્રાફિકમાંથી મુક્તિ:સતવલ્લા બ્રિજ ખુલ્લો મુકાયો, સી. આર. પાટીલે હસ્તે રૂ.125 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

    9 hours ago

    આધુનિક અને સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ છેડે આવેલા સચિન અને આસપાસના વિસ્તારોના કાયાપલટ માટે આજે 22 માર્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના વરદ હસ્તે અંદાજે 125 કરોડથી વધુના ખર્ચે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીલે સુરતની ભાવિ આયોજનો વિશે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. સુરતથી સચિન થઈ નવસારીને જોડતા અત્યંત વ્યસ્ત સ્ટેટ હાઈવે પર વાહનચાલકોને વર્ષોથી ટ્રાફિકની સમસ્યા નડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે ઓવરબ્રિજનું 35.39 કરોડના ખર્ચે વાઈડનિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનુ આજે સી. આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરાતા હવે સુરત-નવસારી વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે અને ઈંધણ તેમજ સમયની બચત થશે. ઉધના ત્રણ રસ્તા જંક્શન પર ફ્વાયઓવર બનશે વધુમાં, ઉધના ત્રણ રસ્તા જંક્શન અને સર્વોત્તમ હોટેલ જંક્શન જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં નવા ફ્લાયઓવર બનાવવાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવર સચિન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા માલવાહક વાહનો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નવા વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું સી. આર. પાટીલ દ્વારા 99.12 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકાયા અને 80.17 કરોડના ખર્ચે આગામી સમયમાં થનારા નવા વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું છે. પાલી વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને કનકપુર હાઉસિંગ બોર્ડ સીઓપી નં. 4 પાસે ડ્રાફ્ટ ટીપી સ્કીમ 34માં આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રથી સ્થાનિક શ્રમિક પરિવારોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહેશે. સતવલ્લા બ્રિજથી રામજી મંદિર સુધીના રસ્તામાં લાઈટો નખાશે સચિન ઝોનમાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા માટે કનસાડ વોર્ડ ઓફિસ પાસે શાળા નં. 294 અને 372 માટે નવા આધુનિક શાળા ભવનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ શાળાઓમાં બાળકોને ડિજિટલ શિક્ષણની સુવિધા પણ મળશે. તેમજ, ડ્રાફ્ટ ટીપી નં. 59ના પ્લોટ નં. 214માં શાંતિકુંજ બગીચાનું નિર્માણ કરાશે, જે સિનિયર સિટીઝન્સ અને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાંજના સમયે રાહદારીઓની સલામતી માટે સતવલ્લા બ્રિજથી રામજી મંદિર સુધીના માર્ગ પર હાઈ-ટેક સ્ટ્રીટ લાઈટની સુવિધા માટેનું ખાતમુહૂર્ત પણ પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત મનપાનું નવું બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી મનપાની ઈમારત હશે જનમેદનીને સંબોધતા સી. આર. પાટીલે સુરતના ભવિષ્યના રોડમેપ વિશે ઉત્સાહજનક વાતો કરી હતી. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, સુરતને હંમેશા પ્રથમ એવોર્ડ લેવાની ટેવ પડી ગઈ છે. પછી તે સ્વચ્છતા હોય કે વોટર મેનેજમેન્ટ. સુરત મહાનગરપાલિકાનું નવું બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી મહાનગરપાલિકાની ઈમારત હશે. સુરતને 28 માળનું ભવ્ય મીની સચિવાલય મળશે, જ્યાંથી તમામ વહીવટી કામગીરી એક જ છત નીચે થશે. આ મીની સચિવાલયમાં એકસાથે 5000 વાહનો પાર્ક થઈ શકે તેવી અત્યાધુનિક વ્યવસ્થા હશે, જે સમગ્ર ભારતમાં મ્યુનિસિપલ કક્ષાએ પ્રથમ હશે.
    Click here to Read More
    Previous Article
    અંતિમ યાત્રા છે કે લગ્નની જાન? VIDEO:રડવાને બદલે DJ પર જોરદાર ડાન્સ, આંસુ નહીં લોકોના ચહેરા પર ખુશી, મોત પર જશ્ન જેવો માહોલ
    Next Article
    Karnataka SC internal quota row: federation announces protest rally, demands expert committee

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment