Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના બંસલ સુપર માર્કેટમાં ગુલાબજાંબુના વજનને લઈને વિવાદ:ગ્રાહકે 1.25 કિલોના પેકેટમાં 250 ગ્રામ વજન ઓછું હોવાનો આક્ષેપ કર્યો, મેનેજરે સ્પષ્ટતા કરી આરોપો નકાર્યા

    1 day ago

    ગોધરા-દાહોદ રોડ પર આવેલા જાણીતા બંસલ સુપર માર્કેટમાંથી ખરીદી બાદ ગુલાબજાંબુના પેકેટના વજનને લઈને વિવાદ સામે આવ્યો છે. ગ્રાહક વિકાસભાઈ પરીખે આક્ષેપ કર્યો છે કે તેમણે 1 કિલો 250 ગ્રામ વજનનું ગુલાબજાંબુનું પેકેટ ખરીદ્યું હતું, પરંતુ બાદમાં વજનની ચકાસણી કરતાં તેમાં આશરે 250 ગ્રામ જેટલું વજન ઓછું હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકે મોલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો ગ્રાહકના આક્ષેપ મુજબ, પેકેટનું વજન તપાસ્યા બાદ તેમણે સમગ્ર મામલે મોલની અંદર જ વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા ગુલાબજાંબુના વજનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. મોલના મેનેજરે સ્પષ્ટતા કરી આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા બીજી તરફ, બંસલ સુપર માર્કેટના મોલ મેનેજર નિમેશભાઈએ ગ્રાહકના આક્ષેપોને નકારી કાઢ્યા છે. મેનેજરે ગ્રાહકને આપવામાં આવેલી બિલની સ્લિપ દર્શાવી સ્પષ્ટતા કરી હતી કે ગ્રાહક પાસેથી માત્ર 1 કિલો વજનના હિસાબે જ રકમ વસૂલવામાં આવી હતી. તેમણે કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. ગ્રાહકના આક્ષેપ અને મેનેજમેન્ટની સ્પષ્ટતા વચ્ચે મામલો ચર્ચામાં આમ, એક તરફ ગ્રાહક દ્વારા ગુલાબજાંબુના પેકેટના વજન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, તો બીજી તરફ મોલ મેનેજમેન્ટે બિલ રજૂ કરીને આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. હાલ ગ્રાહક દ્વારા કરાયેલા આક્ષેપ અને મેનેજમેન્ટની સ્પષ્ટતા વચ્ચે વાસ્તવિક વજન અંગેનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા ગોપીનાથજી મંદિરે શિવ સ્વરૂપ શણગાર:શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોએ કર્યા દિવ્ય દર્શન
    Next Article
    New BJP Team: Vasundhara Raje, Ram Madhav Among New V-Ps; Smriti Irani Gets UP General Secy Charge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment