Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની શાળામાં 1236 બાળકોનું હેલ્થ ચેકઅપ કરાયું:આરોગ્ય વિભાગે આંખ, દાંત અને હૃદય સહિતની તપાસ કરી, મફત સારવાર અપાશે

    6 hours ago

    સુરતની શ્રી રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295, ઊન ખાતે બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસણી કરાઈ હતી. શાળામાં અભ્યાસ કરતા કુલ 1236 બાળકોનું આરોગ્ય તપાસવામાં આવ્યું. આ તપાસણીમાં બાળકોની આંખ, દાંત, હૃદય અને શારીરિક વિકાસની ખામીઓ તપાસવામાં આવી. જે બાળકોમાં કોઈ ખામી જણાઈ, તેમને વધુ સારવાર માટે અલગ તારવવામાં આવ્યા. આવા બાળકોને ઉપરના સ્તરેથી તદ્દન મફત સારવાર આપવાની વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને આરબીએસકે (RBSK) ટીમ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યો.શાળાના મુખ્ય શિક્ષક અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ સરકાર અને આરબીએસકે ટીમના સભ્યોનો આભાર માન્યો.
    Click here to Read More
    Previous Article
    કુંભણ શાળામાં બાળભાસ્કર બન્યું શિક્ષણનું અનોખું સાધન:વિદ્યાર્થીનીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા વિકસી
    Next Article
    Satya Niketan की तरह Mukherjee Nagar में भी बिल्डिंग्स की हालत ख़राब? | Ground Report |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment