Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજારમાં દિવાળી જેવો માહોલ, સેન્સેક્સમાં 1233 પોઈન્ટનો ઉછાળો:નિફ્ટી 388 અંક વધ્યો, રિલાયન્સનો શેર 12% વધીને ₹1300 પર પહોંચ્યો

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 2 નવેમ્બરે તેજી રહી. સેન્સેક્સ 1,233 અંકની તેજી સાથે 75,693ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ 388 અંકની તેજી રહી અને તે 23,440 પર બંધ થયો. રિલાયન્સના શેર રોકેટ બન્યા બજારમાં આ તેજીનું કારણ એ છે કે રિલાયન્સનો શેર 12% વધીને ₹1300 પર પહોંચ્યો છે. આ તેજીના કારણે રિલાયન્સનું માર્કેટ કેપ ₹17.59 લાખ કરોડ થઈ ગયું છે. રિલાયન્સના શેરમાં આવેલી આ તેજી પાછળ કંપનીના FY27ના બીજા ત્રિમાસિક ગાળાના શાનદાર પરિણામોની ભૂમિકા રહી, જેના બાદ અનેક બ્રોકરેજ કંપનીઓએ તેને લઈને સકારાત્મક આઉટલુક જાહેર કર્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ઑઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસ, ડિજિટલ સર્વિસિસ અને રિટેલ ઑપરેશન્સની વૃદ્ધિને કારણે શાનદાર પરિણામો આવ્યા. રિલાયન્સની કન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 28% વધીને 3.62 લાખ કરોડના ઑલ-ટાઇમ હાઈ પર પહોંચી ગઈ, જ્યારે EBITDA 24% વધીને 62,409 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. Relianceનો ચોખ્ખો નફો 34% વધીને 29,550 કરોડ રહ્યો. બજારમાં આવેલી તેજીના 3 મોટા કારણો… 1. વિદેશી અને સ્થાનિક રોકાણકારોની ખરીદી: લાંબા સમયથી વેચવાલી કરી રહેલા વિદેશી રોકાણકારો (FIIs)એ બુધવારે ₹871.83 કરોડના શેર ખરીદ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારો (DIIs)એ પણ ₹643.35 કરોડનું રોકાણ કર્યું. આ ખરીદીથી બજારને મજબૂત સહારો મળ્યો. વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં ₹7,767 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની ચોખ્ખી ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. 2. દિગ્ગજ કંપનીઓના શાનદાર પરિણામો: સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામોએ રોકાણકારોને આકર્ષ્યા. રિલાયન્સનો નફો 34% વધીને 29,550 કરોડ રૂપિયા રહ્યો, જેના કારણે તેના શેરમાં 12%નો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ, NTPC, મારુતિ અને SBI જેવી મોટી કંપનીઓના શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી. 3. ક્રૂડ ઓઈલના ભાવમાં થોડી રાહત: બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 3%નો ઘટાડો થઈને તે 110 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ વિદેશથી મંગાવે છે, તેથી ઓઈલના ભાવોમાં આવેલી આ નજીવી નરમાઈ બજાર માટે સકારાત્મક રહી. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર રહ્યો અમેરિકન બજારમાં 30 ઓક્ટોબરે ઘટાડો નોંધાયો હતો
    Click here to Read More
    Previous Article
    VB-G RAM G: ग्रामीण रोजगार योजना में शिकायतों का 15 दिन में होगा निपटारा, जानें कैसे करें शिकायत
    Next Article
    'તમારી રોજીરોટી આ દેશમાં ચાલે છે...':'SIR' પ્રોટેસ્ટમાં સામેલ એક્ટર ઈમરાન ખાને હાઈકોર્ટમાં માંગી માફી, કહ્યું- 'હવે પ્રદર્શનમાં ભાગ નહીં લઉં'; દેશ છોડવાની નોટિસ મળી'તી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment