Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ:શિક્ષણ મંત્રીએ 122 પ્રતિભાઓને ગીતાભૂષણ-શતસુભાષિત પંડિતની ઉપાધિ આપી, 500 સંસ્થાઓને અનુદાન

    12 hours ago

    ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક ધરા પર સંસ્કૃત ભાષાના પુનરુત્થાનનો એક નવો અધ્યાય આલેખાયો છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે 28 માર્ચ, 2026ના રોજ એક ગરિમામય રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રહેતા, સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના વિકાસને વેગ આપતો એક ઐતિહાસિક અવસર બની રહ્યો હતો. સંસ્કૃત એ વારસાનો આત્મા છે: શિક્ષણ મંત્રી સમારોહને સંબોધતા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સંસ્કૃતના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” તેમણે ઉમેર્યું કે આ પ્રાચીન ભાષાને જાળવી રાખવી અને તેને જન-જન સુધી પહોંચાડી આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ પ્રકારના આયોજનો યુવા પેઢીને તેમના મૂળિયા અને ભવ્ય ઇતિહાસ સાથે જોડવામાં સેતુ સમાન ભૂમિકા ભજવે છે. મંત્રીએ રાજ્યમાં સંસ્કૃતના પ્રસાર માટે સરકારની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. 122 પ્રતિભાઓનું ‘ગીતાભૂષણ’ અને ‘શતસુભાષિત પંડિત’થી સન્માન આ પ્રસંગના મુખ્ય આકર્ષણ તરીકે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી કડક રાજ્ય સ્તરીય સમીક્ષા બાદ પસંદગી પામેલા 122 પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને મંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ વિજેતાઓને ‘ગીતાભૂષણ’ અને ‘શતસુભાષિત પંડિત’ જેવી પ્રતિષ્ઠિત ઉપાધિઓથી વિભૂષિત કરી તેમનું મનોબળ વધારવામાં આવ્યું હતું. 500 થી વધુ સંસ્થાઓને ‘સંસ્કૃત કક્ષ’ યોજના હેઠળ પ્રોત્સાહન સંસ્કૃત શિક્ષણને પાયાના સ્તરે મજબૂત કરવા માટે રાજ્ય સરકારની “સંસ્કૃત કક્ષ” યોજના અંતર્ગત ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. આ સમારોહ દરમિયાન રાજ્યભરની 500 થી વધુ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સંસ્કૃત અભ્યાસના વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે આર્થિક અનુદાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગીતા પાઠ અને સંસ્કૃત જ્ઞાનની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાઓને પણ બિરદાવવામાં આવી હતી. મહાનુભાવોની ગરિમામય હાજરી આ ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે લોકભવનના મુખ્ય સચિવ અશોક શર્મા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સુકાન્તકુમાર સેનાપતિ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ સહિત મોટી સંખ્યામાં સંસ્કૃત પ્રેમીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ સંસ્કૃતના શ્લોકો અને જ્ઞાનની સરવાણીથી ગુંજી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણ યુનિં.માં સ્નાતક કક્ષાની સેમ-6, અનુસ્નાતક કક્ષાની સેમ-4ની પરીક્ષા શરૂ:પેપર લીક રોકવા ડિજિટલ વિતરણ, ગેરરીતિ માટે પ્રથમ વખત મહિલા સ્ક્વોડ
    Next Article
    Surendrangar News | સુરેન્દ્રનગરમાં રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાના કૌભાંડનો પર્દાફાશ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment