Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગ દ્વારા જમીન હડપવાનો પ્રયાસ:વડસરની જમીનનો ખોટી સહી-આધાર થકી 1.22 કરોડમાં 2 ઠગે દસ્તાવેજ કરી લીધો

    9 hours ago

    વડસરની જમીનનો માલિકોની જાણ બહાર અમદાવાદ-કાવીના બે ગઠિયાએ ખોટી સહિ, દસ્તાવેજ, ખોટી પાવર ઓફ એટર્ની બનાવી રૂા.1.22 કરોડમાં દસ્તાવેજ કરી લેતાં ફરિયાદ બાદ માંજલપુર પોલીસે 1ની ધરપકડ કરી છે. કારેલીબાગના રમેશભાઈ પટેલે અમદાવાદના હસમુખ પટેલ અને કાવીના નરેન્દ્ર પરમાર વિરૂધ્ધ પોલીસ કમિશરને અરજી આપી જણાવ્યું હતું કે, તેમણે મુંબઈના બે મિત્રો હર્ષદ ગોરડીયા અને પ્રમોદ ગરોડીયા સાથે ભાગીદારીમાં જમીન ખરીદી હતી. મૂળ માલીક બેચરભાઈ બારોટ હતાં. હર્ષદભાઈ અવસાન પામતાં તેમના દિકરાઓની વારસાઈ કરાવવા વકીલને કામ સોંપતાં જમીનમાં ખોટા આધારકાર્ડથી 1.22 કરોડનો વેચાણ દસ્તાવેજ 14 જુલાઈ 2020ના રોજ થયો હતો. માંજલપુર પીઆઇ એલ.ડી.ગમારાએ જણાવ્યું કે, નરેન્દ્ર પરમારની ધરપકડ કરવામાં આવી છે, હસમુખ પટેલને પોલીસ શોધી રહી છે. આધારકાર્ડ નંબર ખોટો, અન્યના ફોટા ચોંટાડીને દસ્તાવેજ કરી લીધો ફરિયાદીએ જણાવ્યું કે, ગઠિયાઓએ વેચાણ દસ્તાવેજમાં આધારકાર્ડનો નંબર ખોટો લખાવ્યો હતો. ખોટી સહિઓ કરી અન્ય વ્યક્તિઓના ફોટા ચોંટાડીને સબ રજીસ્ટ્રારમાં ફરિયાદી અને તેમના બે ભાગીદારોની જગ્યાએ તેના મળતિયાઓને ઉભા રાખીને વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. ગઠિયાઓએ નકલી પાવર ઓફ એટર્ની બનાવી ચેક આપ્યાનું દર્શાવ્યું બંને ગઠિયાએ રૂ.1.22 કરોડમાં દસ્તાવેજ કરી પ્રમોદભાઈ ગોરડીયા જીવીત હોવા છતાં તેમના નામે નકલી પીઓએ તેમજ મૃતક ભાગીદારના નામે પણ રજીસ્ટ્રાર પીઓએ બનાવી હતી. દસ્તાવેજમાં વિજયા બેંકના 6 ચેક આપ્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    Stock Market Today: All You Need To Know Before Going Into Trade On March 20
    Next Article
    Iran War LIVE: Israel Did Not Drag US Into War With Iran, Trump Makes Own Calls, Says Netanyahu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment