Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાઈનાન્સ કંપનીની પૂર્વ મહિલા કર્મચારીએ ઠગાઈ આચરી:ગ્રાહકો પાસેથી વસૂલ કરેલા હપ્તા અને લોન ક્લોઝ કરાવવા લીધેલા 1.21 લાખમાંથી 92 હજાર જમા ન કરાવ્યા

    2 days ago

    વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારીએ નોકરી છોડ્યા બાદ ગ્રાહકો પાસેથી વસૂલ કરેલા હપ્તા અને લોન ક્લોઝ કરાવવા 1.21 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતાં. પરંતુ, માત્ર 29 હજાર જ ભરી બાકીના 92 હજાર રૂપિયા નહી જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી છે, જેથી ઠગ મહિલા કર્મચારી સામે ઠગાઈ ફરિયાદ નોંધાઈ છે. મહિલા દર મહિને હપ્તા વસૂલવાની જવાબદારી સંભાળતી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી પહલ ફાઇનાન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બ્રાંચ મેનેજર મુકેશભાઈ અગ્રવાલે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે કેશાબેન સુરેશભાઈ કાછીયા નામની મહિલા વર્ષ 2020થી કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે કાર્યરત હતી. તે મહિલાઓના ગ્રુપ બનાવી લોન આપતી અને દર મહિને હપ્તા વસૂલવાની જવાબદારી સંભાળતી હતી. ડિસેમ્બર 2024માં રાજીનામું આપ્યા બાદ નવા સ્ટાફને માહિતી ન હોવાથી જૂના ગ્રાહકો સાથે તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. 1.21 લાખ રૂપિયા ગ્રાહકો પાસેથી મેળવ્યા હતા ગ્રાહકો પાસેથી મળેલી માહિતી મુજબ, અનેક લોકોએ નિયમિત હપ્તા તેમજ લોન ક્લોઝિંગ માટેની રકમ કેશાબેનને ચુકવી હોવા છતાં તે રકમ કંપનીના ખાતામાં જમા કરાવવામાં આવી નહોતી. મહિલા આરોપીએ 1.21 લાખ રૂપિયા ગ્રાહકો પાસેથી મેળવ્યા હોવા છતાં કંપનીમાં જમા કરાવી નહોતી. જેમાંથી માત્ર આશરે રૂ.29 હજાર જમા કરાવ્યા હતા. જ્યારે બાકીની મોટી રકમ પોતાના ઉપયોગમાં લીધી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત આરોપીએ કંપનીના અધિકારીને ફોન કરીને આત્મહત્યા કરવાની ધમકી આપ્યાની પણ વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મુસ્લિમ પરિવારને બંગલામાં રહેતા અટકાવ્યા:અશાંત ધારા અંતર્ગત મંજૂરી મેળવી છતાં સોસયટી NOC માંગીને રોકતી હોવાની ફરિયાદ, હાઇકોર્ટે CPને સુરક્ષા અંગે નિર્ણય લેવા જણાવ્યું
    Next Article
    Ambani family donates Rs 30 crore | અંબાણી પરિવાર દ્વારા 30 કરોડનું અનુદાન | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment