Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે જાતે નર્યા:નવા વર્ષે નાસ્તાના ઓવરડોઝથી 1200થી 1500ના બદલે 2300થી 2500 કેલેરી શરીરમાં જવી સ્વાસ્થ્ય માટે જોખમી

    20 hours ago

    શહેરમાં આજે પણ કેટલાક લોકો એવી માનસિકતા ધરાવે છે કે તહેવારની ઉજવણીમાં પેટ દળાઈ જાય એટલું ભરપેટ ખાઈ લેવું, ભલેને પછી તબિયતનું જે થવું હોય તે થાય.! દિવાળી-નૂતનવર્ષમાં કોઈના ઘરે શુભેચ્છા માટે જઈએ ત્યારે સરભરાના નામે મહેમાન ઉપર આગ્રહનો મારો ચલાવે છે. આનાથી આરોગ્યને અરસ થાય છે. વિક્રમ 2083ના નવા વર્ષ અને ત્યાર બાદ બેસતા વર્ષ કે ત્યાર બાદ આપણે જેમના ઘરે જઈએ ત્યાં ચોળાફળી, ફાફડા, મઠીયા, ચેવડો, બરફી, કાજુકતરી, ફરસીપુરી, ગાંઠિયા, મગજના લાડુ, ઘુઘરા, ગુલાબજાંબુ જેવા મિઠાઈ-ફરસાણ તેમજ આઈસક્રિમ કે શરબતથી સરભરા કરવામાં આવે છે. જે હૃદય માટે નુકસાનકારક છે. ડાયેટિશિયન જણાવે કે દિવાળીથી લાભપાંચમ સુધીમાં એક દિવસમાં એક વ્યકિત સરેરાશ 2300 થી 2500 કેલેરી મેળવે છે જે ખુબ વધારે ગણાય. ખરેખર સ્ત્રીને રોજના 1200 થી 1500 કેલેરી અને પુરૂષને 1500 થી 1700 કેલેરીની જરૂર હોય છે. ગણિત મુજબ દિવાળીમાં દૈનિક 1000 થી 1200 કેલેરી વધુ ઉમેરાતી હોય છે. દિવાળીના ઉજવણીના દિવસો રજાના, વેકેશનના દિવસો હોવાથી ખાવાનું વધારે અને શ્રમ ઓછો તેવો ઘાટ થતાં દસેક દિવસના રજાના ગાળામાં કેટલાકનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે જે ચિંતાજનક ગણી શકાય.ભરપૂર નાસ્તો કરનારાનું વજન બે-ત્રણ કિલો વધી જાય છે. મીઠાઈ-ફરસાણથી ગરમ નાસ્તા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દીપાવલીના સમયગાળામાં મિઠાઈ-ફરસાણ કરતાં ગરમ નાસ્તા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જેમાં ફણગાવેલા મગ, ઉપમા, બાફેલા કઠોળની ભેળ વિ. લઈ શકાય. વળી, બહારનો નાસ્તો કરો તો ઘરે ખાવામાં કાપ મુકવાથી પણ લાભ થશે. મોટા તહેવારોના દિવસોમાં સ્વાસ્થ્ય જાળવવાની ટિપ્સ > પોર્શન કંટ્રોલ : બધું જ ખાઓ પરંતુ માત્રા ઓછી રાખો. પ્લેટમાં નાસ્તાની માત્રા મર્યાદિત કરો. > વોકિંગ રાખો : વેકેશનમાં ભલે કસરત ન થાય, પણ સવાર-સાંજ 20-30 મિનિટનું હળવું વોકિંગ ચોક્કસ રાખો. > હાઇડ્રેશન : દિવસ દરમિયાન પૂરતું પાણી, લીંબુ પાણી કે નાળિયેર પાણી પીઓ જેથી ટોક્સિન્સ બહાર નીકળે. નાસ્તાના ઓવરડોઝથી કેવું નુકસાન થઈ શકે.... > પાચનની સમસ્યાઓ : વધારે પડતું તળેલું અને ગળ્યું ખાવાથી એસિડિટી, ગેસ અને અપચો થાય છે. > વજનમાં અચાનક વધારો : કેલેરી ઇનટેક વધવાની સામે શારીરિક શ્રમ (કેલેરી બર્ન) ઓછો થતાં ફેટ જમા થાય છે. > સુસ્તી અને થાક : હેવી ખોરાક પચાવવામાં શરીરની વધુ ઉર્જા વપરાય છે, જેથી આખો દિવસ આળસ અનુભવાય છે.
    Click here to Read More
    Previous Article
    Lakshya Sen, Satwiksairaj Rankireddy and Chirag Shetty Eye BWF World Tour Finals Spot At Kumamoto Masters
    Next Article
    Why China Wants Taiwan... And Why Invading It Is Almost Impossible | Xi Jinping

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment