Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડિકલનું કેલેન્ડર:12 ઓગસ્ટથી પ્રથમ વર્ષ MBBSની પરીક્ષા લેવાશે

    8 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા મેડિકલ વિદ્યાશાખાના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા શૈક્ષણિક વર્ષ 2026-2027નું સત્તાવાર પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. મેડિકલ ફેકલ્ટીના ડીન સાથેની લાંબી વિચારણા અને પરામર્શ બાદ, યુનિવર્સિટીએ માત્ર પરીક્ષાની તારીખો જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા અને સંભવિત પરિણામની તારીખો પણ એડવાન્સમાં જાહેર કરીને એક નવો ચીલો ચાતર્યો છે. આ આયોજનબદ્ધ શિડ્યૂલને કારણે વિદ્યાર્થીઓ હવે સમયસર પોતાની તૈયારીઓનું આયોજન કરી શકશે અને પરિણામ બાદ આગળના અભ્યાસક્રમમાં જોડાવામાં પણ સરળતા રહેશે. પરીક્ષા નિયામક દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની તમામ સંલગ્ન મેડિકલ કોલેજોના ડીન અને આચાર્યોને આ શિડ્યૂલનું ચુસ્તપણે પાલન કરવા અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવા કડક સૂચના અપાઈ છે. MBBS પરીક્ષાઓનું વિગતવાર શિડ્યૂલ પી.જી. પરીક્ષા અને થીસિસ સબમિશન PG મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મુખ્ય પરીક્ષા 18 ઓગસ્ટથી શરૂ થશે, જેની પ્રેક્ટિકલ પરીક્ષા 27 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે. તમામ પી.જી. વિદ્યાર્થીઓએ પોતાના થીસિસની સોફ્ટ કોપી 15 જુલાઈ 2026 સુધીમાં ફરજિયાત જમા કરાવવી. પી.જી. સપ્લિમેન્ટરી અને ડિપ્લોમાની પરીક્ષાઓ જાન્યુઆરી-2027માં યોજાઇ શકે છે. MBBS અને PG પરીક્ષાઓની તારીખો જાહેર, ઓગસ્ટમાં પરીક્ષાનો પ્રારંભ
    Click here to Read More
    Previous Article
    માર્કેટ યાર્ડ પાસે લૂંટ અને ચોરીનો ભેદ ઉકેલાયો:બે શખ્સ રૂ. 52 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
    Next Article
    3-year old girl raped in school, staff member arrested gets bail

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment