Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આર્થિક સલાહકારે કહ્યું- E20થી ગાડીઓ ખરાબ; ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ચાર ગુજરાતી

    15 hours ago

    નમસ્તે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને 65 લોકો વાળી કારોબારીની યાદી બહાર પાડી. ઘણા જૂના નેતાઓને અગત્યની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ઝારખંડ સરકારે JSSC-CGL પરીક્ષા રદ કરી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે કેન્દ્ર સરકારના આર્થિક સલાહકારે જૂના વાહનો માટે E-10 પેટ્રોલ આપવાની વાત કહી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના પ્રતીક વિવાદ પર સુનાવણી થશે 📰 કાલના મોટા સમાચારો 1. નીતિન નબીનની નવી ટીમ જાહેર:સ્મૃતિ ઈરાની-રામ માધવની વાપસી, ભાજપ IT સેલના ઇન્ચાર્જ અમિત માલવિયાને હટાવાયા; તમામ મોરચાના અધ્યક્ષ બદલાયા ભાજપ અધ્યક્ષ નીતિન નબીને પદ સંભાળ્યાના 209 દિવસ પછી સોમવારે 65 સભ્યોની કાર્યકારિણીની જાહેરાત કરી દીધી. રામ માધવને ઉપાધ્યક્ષ અને સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવીને પાછા લાવવામાં આવ્યા છે. ભાજપ IT સેલના પ્રભારી અમિત માલવીયાને હટાવી દેવામાં આવ્યા છે, દીપક મહસ્કે તેમનું સ્થાન લેશે. જ્યારે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપાધ્યક્ષ પદે યથાવત રહેશે. રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ પદ પર યથાવત રહેશે. 55 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતી નીતિન નબીનની ટીમમાં 12 મહિલાઓ છે. યુપીમાંથી બે મુસ્લિમ ચહેરા તારિક મન્સૂર અને બાસિત અલીને સામેલ કરવામાં આવ્યા છે. ટીમમાં 13 ઉપાધ્યક્ષ, 8 મહાસચિવ, 16 સચિવ અને 28 સભ્યોનો સમાવેશ થાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. E20થી ગાડીઓને નુકસાન, E10 પેટ્રોલ ફરી શરૂ થાય:સરકારના આર્થિક સલાહકારે કહ્યું- જો ઇંધણમાં 30% ઇથેનોલ ભેળવવામાં આવશે તો ખાદ્ય સંકટની શક્યતા સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન (CEA)નું કહેવું છે કે E20 પેટ્રોલથી ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે. જૂના ટુ-વ્હીલર્સ માટે E10 પેટ્રોલનું વેચાણ ફરીથી શરૂ કરવું જોઈએ. નાગેશ્વરને 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં લખેલા પોતાના આર્ટિકલમાં કહ્યું કે ભારતે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય સમય પહેલાં પુરુ કરીને અબજો રૂપિયા તો બચાવ્યા, પરંતુ હવે નવું સંકટ ઊભું થઈ રહ્યું છે. સરકારનો દાવો છે કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થયો છે. આનાથી અબજો રૂપિયાની બચત થઈ છે. ઇથેનોલની વધતી માંગને પૂરી કરવા માટે શેરડી, મકાઈ અને ચોખા જેવા ખાદ્ય પાકોને મોટા પાયે ઇથેનોલ ફેક્ટરીઓમાં મોકલવામાં આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્વિશા કેસ: નિવૃત્ત જજ ગિરિબાલા પર દહેજ હત્યાનો કેસ:CBIએ 636 પાનાની ચાર્જશીટ રજૂ કરી, 150 સાક્ષીઓની પૂછપરછ થઈ ટ્વિશા શર્માના મૃત્યુ કેસમાં CBIએ કોર્ટમાં 636 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. આમાં બંને આરોપીઓ - સાસુ રિટાયર્ડ જજ ગિરિબાલા સિંહ અને સમર્થ સિંહ વિરુદ્ધ દહેજ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. CBIએ તપાસ દરમિયાન લગભગ 150 સાક્ષીઓની પૂછપરછ કરી. ચાર્જશીટ અને દસ્તાવેજોની પ્રક્રિયા હજુ પૂરી થઈ રહી છે. CBIએ બંને પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 80 (2) એટલે કે દહેજ હત્યા, કલમ 85 એટલે કે પતિ અથવા તેના સંબંધી દ્વારા મહિલા સાથે ક્રૂરતા, કલમ 108 એટલે કે આત્મહત્યા માટે ઉશ્કેરણી, 3 (5) દહેજના વ્યવહાર ઉપરાંત દહેજ પ્રતિબંધ અધિનિયમ, 1961ની કલમ 3 અને 4 લગાવી છે. ટ્વિશાના પિતરાઈ ભાઈ આશિષ શર્માએ કહ્યું- ચાર્જશીટમાં ક્રૂરતાના આરોપોની પુષ્ટિ થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મહાકાલ પરિસરના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ:13 ઘાયલ, અનેક બેભાન; લાઈનમાં 40,000 શ્રદ્ધાળુઓ, ફક્ત નાગપંચમી પર ખુલે છે મંદિર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં કરંટની અફવા ફેલાઈ હતી. લોકો એકબીજા પર પડ્યા. દબાણ વધવાથી 13 લોકોની તબિયત લથડી. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન માટે લગભગ 40 હજાર શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભા છે. અત્યાર સુધીમાં લગભગ 5.50 લાખ શ્રદ્ધાળુઓ નાગચંદ્રેશ્વરના દર્શન કરી ચૂક્યા છે. આ મંદિર મહાકાલ મંદિરના ત્રીજા માળે આવેલું છે. તે નાગપંચમીના દિવસે જ ખોલવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી તેમને ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી લીધી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 326 સાંસદો, 14 રાજ્યના CM પર ફોજદારી કેસ:સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો અહેવાલ, લોકસભાના 251 અને રાજ્યસભાના 75 સભ્યો સામે કેસ સુપ્રીમ કોર્ટમાં સોમવારે રજૂ કરાયેલા રાજકારણના અપરાધીકરણ પરના અહેવાલ મુજબ, લોકસભાના 543માંથી 251 સભ્યો સામે ફોજદારી કેસ છે. રાજ્યસભાના 233માંથી 75 સભ્યો સામે પણ કેસ નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, સાંસદો અને ધારાસભ્યો સામે 4 હજારથી વધુ ફોજદારી કેસ પેન્ડિંગ છે. 28 રાજ્યોમાંથી 14 રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાં ગંભીર કેસોનો પણ સમાવેશ થાય છે. આ સોગંદનામું વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ દાખલ કર્યું છે. તેઓ સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોનો ઝડપથી નિકાલ કરવાની માગ કરતી જનહિત અરજીમાં કોર્ટને મદદ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદ સહિત 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ:રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી ગુજરાતમાં 17થી 23 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં કુલ પાંચ સિસ્ટમ સક્રિય છે, જેમાં મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિતની હવામાન સિસ્ટમનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે પવનની ઝડપ 45થી 55 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 35 વર્ષના વડોદરાના MP ડો.હેમાંગ જોશી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ:નીતિન નબીનની ટીમમાં ચાર ગુજરાતી, કોંગ્રેસમાંથી અઢી વર્ષ પહેલાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત થઈ છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી ચાર નેતાને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન આપ્યું છે. જેમાં સૌથી મોટી સરપ્રાઈઝ રોહન ગુપ્તાની એન્ટ્રીની છે. તેઓ અઢી વર્ષ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે જગદીશ પટેલ એન્ટ્રીથી ભાજપે મોટી સરપ્રાઇઝ આપી છે. માત્ર એટલું જ નહીં, આ પહેલાં રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં એક પણ નેતા નહોતા. આમ 2020 પછી ફરી સ્થાન મળ્યું છે. 2020માં ભાવનગરના તત્કાલીન સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. જેની ટર્મ 2023માં પૂર્ણ થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ-સોનિયા પર વંદે માતરમના અપમાનનો આરોપ, તપાસ શરૂ:FIRની માગ; રાહુલે વંદે માતરમ્ ગાવાની ના પાડ્યાનો દાવો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : યુક્રેનમાં લક્ષ્મી મિત્તલની ફેક્ટરી પર રશિયાનો મિસાઈલ હુમલો:ભારતીય કારોબારીની સ્ટીલ ફેક્ટરી બળીને ખાખ, 2નાં મોત, 14 કર્મચારી ઘાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : સુપ્રીમ કોર્ટે કહ્યું-7 દિવસમાં હવાઈ ભાડાના નિયમો ફાઈનલ કરો:જો એરલાઇન્સ ન માને તો પ્લેન ઊભા રાખી દો, સરકારે 3 અઠવાડિયા માંગ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકી સૈનિકોને મારો અને 28 લાખનું ઈનામ લઈ જાવ:ઈરાની કમાન્ડરની જાહેરાત, જો મહિલા આવું કરશે તો ઈનામની રકમ બેગણી થઈ જશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : LPG e-KYCની ડેડલાઈન વધી, જુઓ નવી તારીખ:સર્વર અને એપ ડાઉન થવાથી ગ્રાહકો પરેશાન; ગેસ એજન્સીઓ પર લાંબી કતારો લાગી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : OMG...શુભમને એક હાથે શું કેચ કર્યો છે!:કેપ્ટનના અદભુત કેચથી સોશિયલ મીડિયામાં 'Superman Shubman'; જોરદાર ફિલ્ડિંગથી ટૉકિંગ પોઇન્ટ બન્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ઓગસ્ટના છેલ્લા 15 દિવસમાં બદલાશે ગુરુ-શનિ સહિત 6 ગ્રહોની ચાલ:મેષ, મિથુન સહિત 6 રાશિને ધનલાભ; કર્ક, વૃશ્ચિક સહિત 3 જાતકે સાચવવું; રક્ષાબંધનનાં દિવસે ચંદ્રગ્રહણ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ માટીમાંથી બનાવવામાં આવી રહી છે વીજળી જાપાનમાં એક એન્જિનિયર માટી અને ખાતરમાંથી વીજળી બનાવી રહ્યો છે. 1,500 લાકડાના બોક્સમાં માટી ભરીને 800 LED લાઇટો ચલાવવામાં આવી રહી છે. માટીમાં જસત અને તાંબાના સળિયા લગાવવામાં આવ્યા છે. એન્જિનિયરે 2 હજાર બોક્સનો બીજો સેટઅપ પણ બનાવ્યો છે, જેનાથી 100 વોટ વીજળી બની રહી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : અમિત શાહનો ફોન આવતા ગાડી રોકી દીધી: વાતચીત રેકોર્ડ કરી ભાજપના ધારાસભ્યએ કલર કર્યો, નેતાઓની જેમ જૂનાગઢના કલેક્ટરની જીભ લપસી 2. Editor's View : અમેરિકાને પાડી દેવાનો પ્લાન: પ્લેન ભરી-ભરીને સોનું મોકલાયું!, UAE-ઇરાન વચ્ચે સિક્રેટ ડીલ? ચીન-રશિયા પણ મેદાને, 50 વર્ષનો સૌથી મોટો જીઓપોલિટિકલ ડ્રામા 3. મંડે મેગા સ્ટોરી : 'ભાગલામાં મેં હિંદુઓ કરતાં મુસ્લિમોનો વધુ પક્ષ લીધો': ભારતમાં આવતા-આવતા હાથમાંથી છટકી ગયું લાહોર; રેડક્લિફે કેવી રીતે કર્યા ભાગલા? 4. આજનું એક્સપ્લેનર: વિચિત્ર અવાજો સંભળાયા, પછી પોતાનાં જ 3 બાળકોની હત્યા કરી; આ ડિલિવરી પછીનું ગાંડપણ હતું કે ઇરાદાપૂર્વકનું કાવતરું? 5. ગળામાં હંમેશા કંઈક ફસાયેલું લાગે છે?: છાતીમાં બળતરા કે ખાટા ઓડકાર ન આવવા છતાં એસિડિટીની શક્યતા, જાણો હિડન એસિડિટીના લક્ષણ અને સારવાર 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કન્યા અને મીન રાશિના સ્વાસ્થ્યમાં સુધારો થશે, કુંભ રાશિને ચતુરાઈ અને વિવેકથી પ્રગતિ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    CJP બોલી-BJP કાર્યકરોએ કાર્યકરના પિતાને માર માર્યો, મૃત્યુ:પીડિતે શાળાની ખરાબ હાલતનો વીડિયો બનાવ્યો હતો; પોલીસે 8 લોકોની ધરપકડ કરી
    Next Article
    Trump's Nod To India's Electoral System In Push For Mandatory US Voter ID

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment