Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારખાનેદારનો 12 વર્ષીય પુત્ર ટ્યુશનેથી ભાગી ટ્રેનમાં બેસી ગયો, CCTV:ભણતર સહિતના ભારથી ભાગ્યો, 150 CCTV ફંફોસી દહાણુથી શોધ્યો; પોલીસ સ્ટેશનમાં માતા-પિતાને ભેટી પડ્યો

    22 hours ago

    આજના આધુનિક યુગમાં બાળકો પર પરીક્ષા અને ભણતર સહિતનું પ્રેશર કેટલું હદ સુધી વધી ગયું છે, તેનો લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. વેસુની જાણીતી એસ.ડી.જૈન સ્કૂલમાં ધોરણ-7માં અભ્યાસ કરતો અને પીપોદરાના લૂમ્સ કારખાનેદારનો 12 વર્ષનો પુત્ર આરવ (નામ બદલ્યું છે) ભણતર સહિતના તણાવમાં ટ્યુશનેથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં 150થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસીને રેલવે પોલીસની મદદથી માસૂમને મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢ્યો છે. દીકરાને સહીસલામત જોઈને પોલીસ સ્ટેશનમાં જ માતા-પિતા રડી પડ્યા હતા અને અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ટ્યુશન ક્લાસના બાથરૂમ જવાનું કહીને વિદ્યાર્થી ગાયબ થયો, અપહરણની ફરિયાદ મૂળ અમરેલીના અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કારખાનેદાર ગત 12 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે તેમના 12 વર્ષના પુત્ર આરવ અને તેની બહેનને સાધના સોસાયટીમાં આવેલા ટ્યુશન ક્લાસમાં મૂકવા ગયા હતા. ટ્યુશનનો સમય 11:30 વાગ્યાનો હતો, પરંતુ તે પૂર્વે 11 વાગ્યે ટ્યુશન ટીચરનો પરિવારે ફોન આવ્યો કે, આરવ બાથરૂમ જવાનું કહીને ક્લાસમાંથી નીકળ્યો છે અને હજુ સુધી પાછો આવ્યો નથી. પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી છતાં આરવનો કોઈ પત્તો ન મળતા આખરે ભારે હૈયે વરાછા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 150 સીસીટીવી કેમેરા ખંખેર્યા ને બાળકની ભાળ મળી ઘટનાની ગંભીરતા સમજીને વરાછા પોલીસની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે સાધના સોસાયટીથી લઈને રોડ-રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન આરવ રેલવે સ્ટેશન તરફ જતો નજરે પડ્યો હતો. પોલીસે એક પછી એક 150થી વધુ સીસીટીવી કેમેરાની કડીઓ જોડીને ખાતરી કરી કે બાળક ટ્રેનમાં બેસી ગયો છે. પોલીસે વિલંબ કર્યા વિના બાળકનો ફોટો અને વિગતો રેલવે પોલીસ (GRP/RPF)ને મોકલી આપીને સર્ચ ઓપરેશન તેજ કર્યું હતું. દહાણું રોડ સ્ટેશન પર એકલો બેઠેલો મળી આવ્યો રેલવે પોલીસે સુરત પોલીસ તરફથી મળેલી બાતમીના આધારે મુંબઈ તરફ જતી ટ્રેનો અને સ્ટેશનો પર તપાસ આદરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના દહાણું રેલવે સ્ટેશન પર બાળક એકલો બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તેનો સુરક્ષિત કબજો મેળવી વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે બાળકને લઈને સુરત આવી ત્યારે લાડકવાયાને જોઈને માતા-પિતાના આંસુ રોકાયા નહોતા. બાળકે કેમ ઘર છોડવું પડ્યું? આરવ ગણિત અને અંગ્રેજીમાં હોશિયાર છે, પણ અન્ય વિષયોમાં તેને કોઈ રુચિ નહોતી. સોમ-મંગળવારે એ જ વિષયોની પરીક્ષા હોવાથી 15 દિવસ પહેલા જ તેણે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. સ્કૂલ અને ટ્યુશનમાં મળતા અતિશય હોમવર્કથી તે કંટાળી ગયો હતો. સાથે પરિવારનું પણ દરેક બાબતમાં પ્રેશર હતું. સ્કૂલમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ખાસ સ્કોપ ન હોવાથી તે નારાજ હતો. પરિવાર પહેલા સંયુક્ત રહેતો હતો, પરંતુ થોડા સમય પહેલા જ પપ્પા-મમ્મી નવા ઘરમાં રહેવા આવ્યા હોવાથી તે દાદા-દાદીથી દૂર થવાને કારણે એકલતા અનુભવતો હતો. ટ્રેન પરત સુરત જવાની વાત સાંભળી દહાણું સ્ટેશન પર ઉતરી ગયો પોલીસ પૂછપરછમાં આરવ જણાવ્યું કે, તેણે ટ્યુશનના સમયે જ મુંબઈ જતી ટ્રેનની પૂરેપૂરી માહિતી મેળવી લીધી હતી. તેનો પ્લાન એવો હતો કે મુંબઈ જઈને બે દિવસ રોકાશે અને પરીક્ષાઓ પૂર્ણ થઈ ગયા ગયા પછી જાતે જ પપ્પાને ફોન કરીને ઘરે પરત આવી જશે. જોકે, તે ટ્રેનના જનરલ કોચમાં બેઠો હતો ત્યારે કોઈને વાત કરતા સાંભળ્યા કે, આ ટ્રેન પાછી વળીને સુરત જ જવાની છે. સુરત પરત જવું ન હોવાથી ડરી ગયેલો આરવ અધવચ્ચે જ દહાણું સ્ટેશન પર ઉતરી ગયો હતો અને ત્યાં જ બે દિવસ કાઢવાનું નક્કી કર્યું હતું. વાલીઓ માટે મોટો લાલબત્તી સમાન કિસ્સો આ કિસ્સો દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારો છે. ભણતર સહિતના પ્રેશરમાં બાળકો માનસિક રીતે કેટલા એકલા પડી જાય છે અને કેવા પગલાં ભરી બેસે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. બાળકો પર દબાણ કરવાને બદલે તેમની રુચિ-અરુચિ સમજવી અને તેમની સાથે મિત્રતાભર્યું વાતાવરણ રાખવું અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    India News Live Updates,14 July 2026: Kejriwal to visit Wangchuk’s protest site on July 16, writes to PM over E20 fuel
    Next Article
    UAE Plans New Port On 'East Coast' To Avoid Iran Fire In Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment