Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો. 12 CBSE બોર્ડનું પરિણામ જાહેર:ગુજરાતનું 90% પરિણામ, આ વર્ષે વિદ્યાર્થિનીઓએ બીજી મારી; બહેનોનું 92% તો ભાઈઓનું 89%% પરિણામ

    14 hours ago

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12ના પરિણામો 2026 જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે દેશભરના કુલ 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 6.73% વધુ આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓનું પરિણામ 88.86% અને વિદ્યાર્થીઓનું પરિણામ 82.23% આવ્યું છે. ગત વર્ષ કરતા 3.19% પરિણામ ઘટ્યું જો કે, ગત વર્ષની સરખામણીમાં કુલ પાસ%વારીમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે, 17,80,365 વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 12ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 17,68,968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે બાદ 15,07,109 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેથી કુલ પાસ%વારી 85.20% રહી છે, જે ગત વર્ષના 88.39% કરતા 3.19% ઓછી નોંધાઈ છે. આ વર્ષે ગુજરાતનું પરિણામ 90.60% આવ્યું ફેબ્રુઆરી-માર્ચ 2026માં ગુજરાતમાં 185 જેટલા સેન્ટર પર પરીક્ષાનું આયોજ કરવામાં આવ્યું હતું. જેમાં 35 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આ વર્ષે ગુજરાતનું પરિણામ 90.60% આવ્યું છે. જેમાં ભાઈઓનું 89.52% અને બહેનોનું પરિણામ 92% આવ્યું છે. એટલે કે બહેનોનું પરિણામ 2.48% વધું આવ્યું છે. દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ પરિણામ બહેનોનું આવ્યું છે. તેમજ ધાર્યા કરતા વધુ પરિણામ આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી જતી. જો કે સાયન્સના કેટલાક વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા રદ થવાથી હવે ફરીથી તેની તૈયારીઓમાં લાગી ગયા છે. 'ડોક્ટર બનવું છે પરંતુ NEETનું પેપર લીક થતા ફરી તૈયારી શરૂ કરી' જય પટેલે જણાવ્યું હતું કે, સાયન્સના બી ગ્રુપમાં 95.2 પર્સેન્ટેજ આવ્યા છે. સારું પરિણામ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. જેથી પરિવારના સારા સ્પોર્ટના કારણે સારું પરિણામ મેળવી શક્યો છું. હવે ડોક્ટર બનવાની ઈચ્છા છે જે માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. NEET માં પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. જેથી હવે ફરીથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી વખત તૈયારી કરવી અઘરી નથી. પરંતુ પરીક્ષાને બીજી ઓપોર્ચ્યુનિટી લઈને તો ફરી સારું પરિણામ મેળવવા માટે એક ચાન્સ છે. અમારી NTA ને રજૂઆત છે કે JEE ના જેમ ઓનલાઈન મોડમાં લેવામાં આવે અને જેથી પેપર લીક ન થાય. પેપર લીક થવાથી જે મહેનત કરનાર વિદ્યાર્થીઓ છે તેમને નુકસાન જઈ રહ્યું છે. સીએ કરવાની ઈચ્છા છે: દિપશ્રી શુક્લા દિપશ્રી શુક્લાએ જણાવ્યું હતું કે, કોમર્સમાં 94 પર્સેન્ટેજ આવ્યા છે. જેમાં એકાઉન્ટમાં 100માંથી 100 આવ્યા છે. ઇકોનોમીમાં 93 માર્ક્સ આવ્યા છે. દરરોજ રાત્રે અને સવારે ખૂબ જ તૈયારીઓ કરી હતી. પરિવાર અને શાળાના સપોર્ટના કારણે ઘણું સારું પરિણામ મેળવી શક્યા છીએ. સીએ કરવાની ઈચ્છા છે. 'કોમ્પ્યુટર સાયન્સ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે' આસ્થા પૂજારાએ જણાવ્યું હતું કે, મારે 94.6 પર્સન્ટેજ આવ્યા છે. જેમાં પેન્ટિંગમાં 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે. બાકી મોટા ભાગના વિષયમાં 95 થી વધુ માર્ક્સ આવ્યા છે. પરિવાર અને શાળાના સપોર્ટના કારણે ધાર્યા કરતા વધુ સારું પરિણામ મેળવી શક્યા છીએ. કોમ્પ્યુટર સાયન્સ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે. JEE ની પરીક્ષા પણ આવવાની છે જેથી તેને લઈને પણ તૈયારીઓ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Ek kaam unke nahi karunga’: Bengal BJP MLA Ritesh Tiwari says he won’t work for Muslims because they didn’t vote for him
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ટેક્સટાઈલ માર્કેટમાંથી અધધધ 84 બાળમજૂરો મળી આવ્યા, સુરત કલેકટર બદલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment