Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બીજા દિવસે અમરેલીમાં ધોધમાર વરસાદ:રાજુલામાં ચેકડેમ-નદી-નાળા છલોછલ, ખાંભા અને ધારીમાં મેઘમહેર; 12મીએ સુરત, વડોદરા સહિત 9 જિલ્લામાં યલો એલર્ટ

    17 hours ago

    12 સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિત વડોદરામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો 13 સપ્ટેમ્બરથી નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમય સુધી વરસાદ ખેંચાયા બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી ખેડૂતોને પણ રાહત થઈ શકે છે. તો આ તરફ અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે એટલે કે આજે 10 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજુલા, સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં સારો વરસાદ નોંધાયો છે. રાજુલાના મોટા આગરીયા ગામમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયા અને નદીઓમાં પાણીનું જળસ્તર વધ્યું છે. જ્યારે સાવરકુંડલાના આંબરડી, થોરડી અને આદસંગ ગામોમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓ અને ખેતરો પાણીથી છલોછલ છે. લીલીયા તાલુકાના ઢાંગલા, ખારા, એકલેરા, સનાળીયા, નાના લીલીયા, લોકા, ટીંબડી અને ક્રાકચ સહિતના ગામોમાં પણ મેઘમહેર થઈ છે. આ વરસાદથી ખેતીના પાકને મોટો ફાયદો થશે. ખાંભા અને ધારી ગીર પંથકમાં વરસાદથી ખેડૂતોને રાહત ખાંભા અને ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાંભા ગીર પંથકના ભાડ, ઈંગોરાળા, અનિડા, મોટા સમઢિયાળા જ્યારે ધારી ગીર પંથકના વીરપુર, ગઢીયા સહિતના ગામમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ઈંગોરાળા અને અનિડા ગામમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે. કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળશે. જો કે હજુ સારા વરસાદની ખેડૂતોને રાહ છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે 10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 12થી 14 સપ્ટેમ્બર વચ્ચે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 13-14મીએ 55 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા અનુસાર, તટિય વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ સે પશ્ચિમ તરફ રહેશે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રહેશે. માછીમારો માટે પણ આજે 10 સપ્ટમ્બરે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે 13 અને 14 સપ્ટમ્બરે 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે એટલે માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 20 ટકા વરસાદની ઘટ વરસાદી સિસ્ટમની વાત કરીએ તો લો પ્રેશર સિસ્ટમ આપણા માટે મહત્વની છે. જે ઉત્તર બંગાળ ક્ષેત્રમાં સ્થિત છે. જ્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં છે. તો એક મૌનસૂન ટ્રફ છે એ, જમ્મુ, દેહરાદૂન, ફતેહગઢ, પ્રયાગરાજ, અંબિકાપુર થઈને સેન્ટર ઓફ લો પ્રેશર સુધી વિસ્તૃત છે. રાજ્યમાં હાલ 20 ટકા વરસાદની ઘટ છે. હાલની સ્થિતિ પ્રમાણે 20 ઈંચ (516 મીમી) વરસાદ વરસી ચૂક્યો છે. જો કે સામાન્ય વરસાદ 25.31 ઈંચ (643 મીમી) વરસાદ હોવો જોઈએ. સિઝનમાં સરેરાશ સામે 75.62 ટકા વરસાદ રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ સામે 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ સામે 56 ટકા અને કચ્છમાં સરેરાશ સામે 29 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 23 જિલ્લામાં 1 ટકાથી લઈ 89 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભારત-અફઘાનિસ્તાન પહેલી T20 13 સપ્ટેમ્બરે જ રમાશે:દિલ્હી પોલીસે BRICS સમિટને કારણે મુલતવી રાખવાનું કહ્યું હતું; DDCAએ કહ્યું- જરૂરી વ્યવસ્થા થઈ જશે
    Next Article
    ચિંકારા શિકારના ગંભીર કેસમાં આરોપીના જામીન મંજૂર:જસદણ ફોરેસ્ટ રેન્જમાં મૃત નર ચિંકારા અને હથિયારો સાથે આરોપી પકડાયો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment