Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ વધ્યું:વડોદરા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.55%, સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ગત વર્ષ કરતાં વધ્યું

    9 hours ago

    આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે જેમાં વડોદરા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષે 82.20થી વધીને 85.55% આવ્યું છે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષે 87.77થી વધીને 88.11 ટકા જાહેર કરવામાં આવ્યું છે. મારી સફળતા ક્લાસ ટીચરનો મહત્વનો ફાળો છે કોમર્સની વિદ્યાર્થીની હર્ષિતા પહેલવાનીએ જણાવ્યું હતું કે, મેં 99.91 PR પર્સન્ટાઈલ મેળવ્યા છે. મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. મારે સ્ટેટિસ્ટિક્સમાં 100માંથી 100 ગુણ આવ્યા છે અને એકાઉન્ટ્સમાં 99 ગુણ આવ્યા છે. હું રોજ નિયમિતપણે બે થી ત્રણ કલાક રિવિઝન કરતી હતી અને લખવાની પ્રેક્ટિસ પર વધુ ભાર આપતી હતી. મારા ક્લાસના ટીચર પ્રથમ સરનો આમાં મોટો ફાળો છે. એમનું સપનું હતું કે મારે 100 માંથી 100 ગુણ આવે, જે આજે પૂરું થયું છે. સાથે જ મારી સ્કૂલના શિક્ષકોએ પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. હું બધાને બસ એટલું જ કહીશ કે મહેનત કરતા રહો, એકને એક દિવસ તો સફળતા ચોક્કસ મળશે જ. ટાઈમ-ટેબલનું ચુસ્તપણે પાલન કર્યું ને ત્રણથી ચાર વખત રિવિઝન કર્યું કોમર્સના વિદ્યાર્થી જેયોન ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ આનંદ થાય છે. મેં જે મહેનત કરી હતી તે આજે સફળ થઈ હોય તેવું મને અનુભવાઈ રહ્યું છે. સૌથી પહેલા તો મેં વાંચવા માટેનું એક વ્યવસ્થિત ટાઈમ-ટેબલ બનાવ્યું હતું. હું મોડે સુધી જાગી શકતો નથી, એટલે હું વહેલી સવારે ઉઠીને જ વાંચવાનું પસંદ કરતો હતો. મેં આ ટાઈમ-ટેબલનું ચુસ્તપણે પાલન કર્યું, જેના કારણે પરીક્ષા પહેલા જ બધા વિષયોનું ત્રણથી ચાર વખત રિવિઝન પૂર્ણ થઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદ મુક્તિધામમાં ઠંડા પાણીનું કૂલર મુકાયું:સ્વ. અક્ષય માઢકની પ્રથમ પુણ્યતિથિએ પરિવાર દ્વારા ભેટ
    Next Article
    What Is Hantavirus? The Disease That Killed 3 On Atlantic Cruise Ship

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment