Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-12 સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ:સા.પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી, ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર; વોટ્સએપ પર મેળવો 4 સ્ટેપ્સમાં માર્કશીટ

    16 hours ago

    ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં વિજ્ઞાન તથા સામાન્ય બંને પ્રવાહના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 1,18,256 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 93 હજારથી વધુ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે. જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે દાહોદ જિલ્લો અંતિમ ક્રમે નોંધાયો છે, તેમજ કેન્દ્ર મુજબ કુંભારીયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેનું કુલ પરિણામ 92.71 ટકા નોંધાયું છે, જે નોંધપાત્ર ગણાય છે. રાજ્યભરમાં પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણવા માટે ઉત્સુક બન્યા હતા અને શાળાઓ તથા ઓનલાઈન માધ્યમો પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું છે. 1 લાખ 32 હજાર પૈકી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A ગ્રુપમાં 695 વિદ્યાર્થી, B ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98 પર્સેન્ટાઈલ સાથે A ગ્રુપના કુલ 1233 અને B ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા છે.
    Click here to Read More
    Previous Article
    'ડિફેન્સની જેમ નોલેજ કોરિડોર તૈયાર કરો':રક્ષામંત્રીએ રાજ્યનાથ સિંહે કહ્યું- સરપ્રાઇઝ એલિમેન્ટ પર કામ કરવું પડશે; પ્રયાગરાજમાં નોર્થ ટેક સિમ્પોઝિયમનો શુભારંભ
    Next Article
    વિદ્યાર્થીઓની આતુરતાનો અંત:ગાંધીનગર જિલ્લાનું ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 82.82 ટકા પરિણામ સત્તાવાર રીતે જાહેર, 43 વિધાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment