Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 8ના જાતકોને અણધારી સફળતા અને સોનું ખરીદવાનો યોગ, અંક 9ના જાતકો છેતરપિંડીથી સાવધાન રહેવું

    10 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયે બધી જ તરફથી તમને સહયોગ પ્રાપ્ત થશે અને આર્થિક લાભ પણ સારો જળવાઈ રહેશે. વૈચારિક તણાવ દૂર થશે અને નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. બપોરે ગુપ્ત માહિતી બહાર પણ આવી શકે છે, તેથી સાવધાની રાખો. નજીકના લોકોને વધારે માહિતી ન આપો તો સારું રહેશે. સાંજ પછી વધુ જવાબદારીવાળા કામ મળી શકે છે. બહાર જવાની તકો પ્રાપ્ત થશે અને સમય વધુ સારો રહેશે. નિર્ણય વિચારીને લેવા. કરિયરઃ વ્યાપારિક યાત્રાનો યોગ બનેલો છે. નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે. લવઃ જીવનસાથી તરફથી સુખ પ્રાપ્ત થશે. પ્રેમમાં રહેલી મૂંઝવણ ઉકેલાશે. લકી નંબરઃ 3, 7, 9 લકી કલરઃ મરૂન શું કરવું: ગરીબોને અન્નનું દાન કરો. આજનો દિવસ ભાગ્યવૃદ્ધિમાં સહાયક થશે અને વિવાદિત મામલાઓમાં સફળતા અપાવનારો રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે અને નિર્ણયો સાચા સાબિત થશે. કામ વધારે રહેશે અને સહયોગ પણ પ્રાપ્ત થશે. નવી જગ્યાઓએ જવાની તક મળશે અને વાહનસુખ પ્રાપ્ત થશે. અચાનક ધાર્મિક યાત્રાના યોગ સાથે માંગલિક પ્રસંગોમાં જવાનું થઈ શકે છે. વિવાદિત મિલકતના મામલાઓમાં પણ ચિંતા ઓછી થશે. કરિયરઃ કારોબારમાં સુધારો થશે અને નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવઃ વધારે પડતો પ્રેમ નુકસાન પહોંચાડશે. વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. લકી નંબરઃ 1, 3, 4 લકી કલરઃ પીળો શું કરવું: ગણેશજીને પુષ્પ અર્પણ કરો. લાભદાયક સમય રહેશે. કામમાં આવતા વિઘ્નો દૂર થશે. આળસ દૂર થશે. વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. ફરવા માટે નવી જગ્યાઓએ જવા મળશે. દિવસના મધ્યમાં કોઈ વાતને લઈને મજાક પણ બની શકે છે. પોતાની યોજનાઓ ગુપ્ત રાખશો તો સારું રહેશે. કેટલીક ગુપ્ત વાતો બહાર પણ આવી શકે છે. સાંજનો સમય સાનુકૂળ રહેશે. પોતાની વાતો બીજાને સમજાવવામાં સફળ રહેશો. ધન લાભ થશે. કરિયરઃ અધિકારીઓ સાથે તાલમેલ બેસાડવો ખૂબ મુશ્કેલ બનશે. તણાવ રહેશે અને કર્મચારીઓ પણ પરેશાન કરશે. લવઃ પાર્ટનરની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં સુધારો રહેશે. લકી નંબરઃ 2, 3, 5 લકી કલરઃ કથ્થઈ શું કરવું: હનુમાનજીને તેલનો દીવો કરો. સવારનો સમય સફળતા અપાવનારો રહેશે. ધનની આવક સરળ બનવાની સાથે કામની અધિકતા પણ વધશે. વરિષ્ઠ અને જ્ઞાની મહાપુરુષો સાથે મુલાકાત થશે અને નિર્ણયો સાચા પડશે. યાત્રાનો યોગ પણ બનશે. સહયોગીઓની અપેક્ષાઓ પૂર્ણ થશે અને નવા મિત્રો પ્રાપ્ત થશે. સહયોગ પણ મળશે. બપોરનો સમય પણ તમામ પ્રકારે સાનુકૂળ રહેશે. પોતાના લોકો સાથેની મુલાકાત પ્રસન્નતા અપાવશે. સાંજે પરિવારનો સાથ પ્રાપ્ત થશે. કરિયરઃ નોકરીમાં ટ્રાન્સફરનો યોગ બની શકે છે. કાર્યકુશળતા સારી રહેશે અને અધિકારીઓ તમારી વાત સાંભળવા તૈયાર રહેશે. લવઃ પાર્ટનર તરફથી દુઃખ મળી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ ઓછો થશે. લકી નંબરઃ 3, 7, 9 લકી કલરઃ કેસરી શું કરવું: દુર્ગાજીને વસ્ત્ર અર્પણ કરો. સમય સફળતા અપાવનારો રહેશે. આવકમાં ઉતાર-ચઢાવ આવશે, પરંતુ અંતે મોટો લાભ થશે. ચારેય તરફથી સહયોગ પ્રાપ્ત થશે. યાત્રાઓ સુખદ રહેશે અને મોટા ઉત્સવોમાં સામેલ થવાની તક મળશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે અને સંપર્કો વધશે. રાજકારણીઓને લાભ પ્રાપ્ત થશે. અડચણો પાર કરવાનું સાહસ રહેશે. સાંજે આર્થિક પાયો મજબૂત રહેશે. કરિયરઃ નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. કાર્ય ક્ષેત્રે પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે. લવઃ વૈવાહિક જીવનમાં સુખ રહેશે. પ્રેમમાં રહેલો વિયોગ પૂર્ણ થશે. લકી નંબરઃ 3, 4, 8 લકી કલરઃ આસમાની શું કરવું: ગણેશજીને દૂર્વા (ધરો) ભેટ કરો. આજનો દિવસ સફળતા અપાવનારો બની શકે છે. જે કાર્યો કરવાની ઈચ્છા હતી તે તમામ પૂર્ણ થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે અને ચમત્કારિક રીતે આગળ વધવાની તક પ્રાપ્ત થશે. ધનની આવક પણ ખૂબ સારી જળવાઈ રહેશે. યાત્રા સફળ થશે અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે. નવી જગ્યાઓએ જવા મળી શકે છે. સાંજે નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી. વિવાદોથી દૂર રહેવું અને કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું. કરિયરઃ કાર્યસ્થળ પર પ્રદર્શન શાનદાર રહેશે. નોકરીમાં પ્રમોશન સાથે પગારવધારો પણ થશે. લવઃ નવા મિત્રો મળવાનો યોગ છે. માતા-પિતા તરફથી સ્નેહ પ્રાપ્ત થશે. લકી નંબરઃ 3, 5, 7 લકી કલરઃ સફેદ શું કરવું: શિવજીને જળ અર્પણ કરો. અચાનક મોટી સફળતા પ્રાપ્ત કરવાનો યોગ છે. કોર્ટ-કચેરી અને વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત થશે અને નવા કામ કરવા માટે મળશે. યોજનાઓ સફળ થશે અને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થશે. સમસ્યાઓનો અંત આવશે અને મનપસંદ કામ કરવાની હિંમત ભેગી કરી શકશો. વર્તમાન કામથી સંતોષ રહેશે, નવા કામની ઑફર પણ પ્રાપ્ત થશે. યોજનાઓ મૂર્ત સ્વરૂપ લેશે અને આર્થિક લાભના એંધાણ છે. પ્રિયજનો સાથે મુલાકાત થશે. કરિયરઃ નોકરીમાં મેનેજમેન્ટ સાથે સારા સંબંધો જળવાઈ રહેશે. વેપારમાં વધુ ઉતાર-ચઢાવ રહેશે. લવઃ પ્રેમી ભાગીદારનું વર્તન દુઃખ આપનારું હોઈ શકે છે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબરઃ 1, 3, 8 લકી કલરઃ વાદળી શું કરવું: ગાયને ગોળ ખવડાવો. પોતાના પ્રયાસોથી જ મોટા કામ ઉકેલવામાં સફળ રહેશો અને યોજનાઓ પૂર્ણ થશે. સંપર્કોથી લાભ મેળવવામાં સફળ રહેશો. ફરવા વગેરે જવાની તક મળશે. મોટી અણધારી સફળતા પણ મળી શકે છે. આર્થિક રીતે પણ સારો લાભ કમાશો. પ્રતિષ્ઠિત લોકો સાથે મળવાનું થશે. નવું વાહન અને સોનું વગેરે ખરીદવામાં સફળ રહેશો. જૂની મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં સફળ રહેશો. માંગલિક ઉત્સવોમાં જવાની તક પ્રાપ્ત થશે. કરિયરઃ વેપાર માટે યાત્રાનો યોગ છે. નોકરીના સ્થળે સુખદ વાતાવરણ રહેશે. લવઃ પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી સુખ મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબરઃ 3, 5, 9 લકી કલરઃ લાલ શું કરવું: ગણેશજીના દર્શન કરો. દિવસ સફળતા અપાવનારો રહેશે. ધનની આવક સારી થશે અને કાર્યશૈલીનો વિકાસ થશે. રાજકારણીઓને પદનો લાભ થઈ શકે છે. મનપસંદ યાત્રા અને તમામ તરફથી સહયોગ પ્રાપ્ત થશે તથા વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. અનેક આનંદદાયક કામો થઈ શકે છે. દિવસના અંતમાં કોઈ છેતરપિંડી પણ થઈ શકે છે. વાહન વગેરેના ઉપયોગમાં સાવધાની રાખવી. કરિયરઃ વેપાર ઉત્તમ રહેશે. રોકાણથી લાભ મળશે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવઃ વિપરીત લિંગની વ્યક્તિ તરફથી ઠપકો કે અપમાન થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. લકી નંબરઃ 2, 3, 8 લકી કલરઃ લીલો શું કરવું: પિતાને ગિફ્ટ આપો.
    Click here to Read More
    Previous Article
    12 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:કન્યા જાતકો માટે ઉત્સવ અને મનગમતી સફળતાનો દિવસ, ધન અને સિંહ રાશિને મોટો આર્થિક લાભ
    Next Article
    Opinion: How Trump Is Doing Far More For BRICS Than Its Critics Ever Could

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment