Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે 12 કલાકથી બંધ:સાંતલપુરમાં તેજ વહેણમાં કારમાંથી 8 લોકોનું રેસ્ક્યૂ, ઊંઝામાં ઝાડ પડતા મહિલાનું મોત; આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ

    2 days ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં 15 અને રાધનપુરમાં 13.46 ઇંચ ખાબક્યો છે. જ્યારે વાવ-થરાદના ભાભરમાં 11.30, દિયોદરમાં 10.83 અને ખેડાના નડિયાદમાં 10.31 ઇંચ વરસ્યો છે. તો 10 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારના 6થી 8 વાગ્યામાં 106 તાલુકામાં સૌથી વધુ વાવ-થરાદના દિયોદર અને લાખાણીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. શુક્રવારે ભારે વરસાદને કારણે નવસારીના ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોને એરલિફ્ટ કરવાયા હતાં. તો પૂરમાં ડૂબી જવાથી અમરેલીમાં 2, સુરતમાં 2 અને નવસારીમાં 4 લોકોના મોત નીપજ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા આજે (25 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાત જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે વાવ-થરાદ, અમદાવાદ, રાજકોટ સહિતના 15 જિલ્લામાં ઓરેન્જ અને કચ્છ, જામનગર, નર્મદા, વલસાડ સહિતના 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે ડાઈવર્ઝન, બાવળા પાસે નેશનલ હાઈવે બંધ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અસર જોવા મળી હતી. સમગ્ર રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં તાણાઈ જવાથી સુરતમાં બે અને નવસારીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અમરેલી જિલ્લામાં અઢી વર્ષની બાળકી અને ખેત મજૂરનું મોત નીપજ્યું છે. વિરપુર જતા રસ્તે ઘોડાપૂરમાં કાર તણાતાં ચાલકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. 24 જુલાઈના વરસાદની પડેપળની અપડેટ આ પણ વાંચો… રાજ્યમાં આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે?
    Click here to Read More
    Previous Article
    જંતર-મંતર પર કેન્ડલ માર્ચ:પ્રદર્શનકારીઓ ચંપલ-બૂટ અને હાથમાં પોસ્ટર લઈને જોવા મળ્યા
    Next Article
    નવસારીમાં ભારે વરસાદ બાદ જનજીવન થાળે પડ્યું:તંત્ર દ્વારા બચાવ, સફાઈ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment