Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશનમાં રુપિયા આપી મામલો દબાવવાનું શરૂ:નીટની તૈયારી કરતા વિદ્યાર્થીનો આપઘાત, બનાસકાંઠામાં વીજ તાર પડતા પિતા-પુત્રનાં મોત,ઈન્સ્ટાગ્રામ વાપરતી 12 વર્ષની કિશોરીને યુવકે ફસાવી

    8 hours ago

    વીજ તાર પડતા પિતા-પુત્રના મોત રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટીની શરુઆત. ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ. તો બનાસકાંઠામાં વીજ તાર પડતા પિતા-પુત્રના મોત નીપજ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નીટની તૈયારી કરતા વિદ્યાર્થીનો આપઘાત NEETની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત..અમદાવાદમાં ફલેટના છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીમાંથી નેટ તોડી છલાંગ લગાવી, નીચે પડતાં જ મોત નીપજ્યું. મૃતકે NEETના વિકલ્પ તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈન્સ્ટાગ્રામ વાપરતી 12 વર્ષની બાળકીને યુવકે ફસાવી બાળકોને મોબાઈલ પકડાવી દેતા વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો. સુરતમાં 12 વર્ષની બાળકી પર ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું. યુવક બાળકીથી 14 વર્ષ મોટો હતો. તેને અજમેર ભગાડી જઈ કુકર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધકપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પક્ષનો આતંરિક વિખવાદ બહાર આવતા ગાંધીનગરથી તેડું રાજપીપળામાં અપમાન મામલે જીલ્લા પ્રમુખ નીલ રાવ પર આક્ષેપ કરનાર ધારાસભ્ય દર્શના દેશમુખને ગાંધીનગરનું તેડું આવ્યું. દર્શના દેશમુખે કહ્યું'ચૂંટણીમાં માનિતાઓને ઉમેદવાર તરીકે ઊતાર્યાં જેના પરિણામે નર્મદા જિલ્લામાં ભાજપ બેકફૂટ પર આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૈતર વસાવાએ સરકારી યોજનાના કર્યા ભરપૂર વખાણ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીએમની યોજનાઓના ભરપૂર વખાણ કર્યા.. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બનાવી છે. મનરેગા-આવાસમાં આપણે ટોપ-5માં છીએ.. લોકોએ સરકારની સાથે રહીને કામ કરવું જોઈએ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રુપિયા આપી મામલો દબાવવાનો ખેલ શરુ સુરતમાં નાસીર નગર ડિમોલિશનમાં પૈસાથી ગરીબોને દબાવવાનો ખેલ શરુ.. પીડિતોનો આક્ષેપ છે કે બિલ્ડર તરફથી 2-3 લાખ રુ. આપીને એક પત્ર પર સહી કરાવાઈ રહી છે. જેમાં સ્થાનિકો પોતાની મરજીથી ઘર તોડ્યું હોવાનું સ્વીકારે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો BAPS હોસ્પિટલની પાસે આવેલા EVના શો રૂમમાં આગ સુરતમાં BAPS હોસ્પિટલની પાસે આવેલા EVના શો રૂમમાં આગ લાગી.. જેમાં 15થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા. આગ બાજુની દુકાન અને રેસ્ટોરન્ટ સુધી ફેલાઈ ગઈ હતી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહે કરેલા યુવકના શિકાર મામલે 2 વીડિયો સામે આવ્યા 15 જૂને યુવકને વિકૃત રીતે ફાડી ખાવાની ઘટનાના 2 વીડિયો સામે આવ્યા. એક વીડિયોમાં યુવકના શિકાર બાદ સિંહ મિજબાની માણી રહ્યો હતો. તો બીજા વીડિયોમાં ટ્રક ચાલક હેડલાઈટ ચાલુ રાખીને ઘટના જોઈ રહ્યો હતો. જો કે સિંહે પશુનો નહીં , માણસનો શિકાર કર્યો હતો તે વીડિયો ઉતારનારને પણ ખબર નહોતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજ પોલ મુદ્દે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા ખેડૂતો મોરબીના જેતપુરમાં ખેડૂતોએ આમરણાંત ઉપવાસ શરુ કર્યા.. વીજ પોલના વળતર મુદ્દે ખાનગી કંપની સામે મહંત સહિત ચાર વ્યક્તિઓ આંદોલન પર ઉતર્યા.માગ પુરી ન થાય તો સરદારના માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરામાં 4 કરોડની કિંમતના દારુનો નાશ કરાયો ડ્રાય સ્ટેસ ગુજરાતમાં 4 કરોડના દારુનો નાશ કરવામાં આવ્યો.. વડોદરાના 15 પોલીસ સ્ટેશનમાં પકડાયેલી 1 લાખ, 34 હજાર દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Yudhvir Ahlawat on cinema, Haryana stereotypes, and Agniveer
    Next Article
    મોરબી કલેક્ટરે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી:રજિસ્ટરો, કામગીરીની સમીક્ષા કરી, નાગરિકોની રજૂઆતો સાંભળી માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment