Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના યુવકે બાંગ્લાદેશી યુવતી સાથે 12 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા:સંતાનમાં બે બાળક, હવે પોલીસે ધરપકડ કરી ડિપોર્ટેશનની પ્રક્રિયા હાથ ધરી, પતિની વેદના-"બાંગ્લાદેશમાં પત્નીને મારી નખાશે"

    3 days ago

    ફેસબુક પર શરૂ થયેલી એક પ્રેમ કહાની આજે 12 વર્ષ પછી કાયદાના સકંજામાં આવીને અટકી ગઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડીને પોતાના પ્રેમીને પામવા માટે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતમાં આવેલી બાંગ્લાદેશી યુવતી કાજુલી (હાલ કાજલ)ની આણંદ પોલીસે ધરપકડ કરી છે. કાજલને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરાતા જ તેનો હસતો-ખેલો પરિવાર વિખેરાઈ જવાની અણી પર છે. પતિ અને માસૂમ બાળકોએ સરકાર પાસે માનવતાના ધોરણે મદદની ગુહાર લગાવી છે. ફેસબુકથી શરૂ થઈ હતી પ્રેમ કહાની આજથી 15 વર્ષ પહેલાં આણંદના લાંભવેલ ગામના રહેવાસી તરુણકુમાર બંસીભાઈ પટેલનો સંપર્ક ફેસબુકના માધ્યમથી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી કાજુલી સાથે થયો હતો. ધીમે-ધીમે આ પરિચય ગાઢ પ્રેમમાં બદલાયો. બંનેએ સાથે જીવવા-મરવાના વચનો આપ્યા. કાજલ ભારતમાં આવી તરુણ સાથે લગ્ન કરવા માંગતી હતી અને તેના માટે તેણે બાંગ્લાદેશમાં પાસપોર્ટ મેળવવા રૂ.13,000નો ખર્ચ પણ કર્યો, પરંતુ એજન્ટની છેતરપિંડીના કારણે તેને પાસપોર્ટ મળ્યો નહીં. 2016માં ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગી આણંદ આવી બીજી તરફ, બાંગ્લાદેશમાં તેના પિતા દ્વારા અન્ય મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જો લગ્ન થઈ જાય તો તે ક્યારેય પોતાના પ્રેમીને પામી શકશે નહીં તેવા ડરથી કાજલે એક અત્યંત જોખમી પગલું ભર્યું. તે વર્ષ 2016માં ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગીને કલકત્તા થઈ આણંદ આવી પહોંચી. હિંદુ ધર્મ અંગીકાર કરી વસાવ્યો સુખી સંસાર આણંદ આવ્યા બાદ તરુણ અને કાજલે હિંદુ રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધા. કાજુલીએ હિંદુ ધર્મ ધારણ કર્યો અને તેનું નામ 'કાજલ' રાખ્યું. કાજલ સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં રંગાઈ ગઈ હતી; તે મંદિરે જતી, પૂજા-અર્ચના કરતી અને બાધાઓ પણ રાખતી હતી. આ સુખી લગ્નજીવન દરમિયાન તેણે બે બાળકોને જન્મ આપ્યો, જેમાં મોટો દીકરો ધ્યાન (8 વર્ષ) અને નાનો દીકરો અર્શ (2 વર્ષ) છે. બાંગ્લાદેશમાં બીમાર માતાને ફોન કરતાં ફોન ટ્રેસ થયો ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન કાજલની આ કહાની સામે આવી. કાજલે બાંગ્લાદેશમાં રહેતી પોતાની બીમાર માતાની પૂછપરછ કરવા માટે એક ફોન કર્યો હતો. આ ફોન કોલ પોલીસે ટ્રેસ કરી લીધો અને તપાસમાં બહાર આવ્યું કે તે ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહી છે. પરિણામે, ગત ૨ જૂનની રાત્રે આણંદ એલસીબી પોલીસે કાજલની ધરપકડ કરી તેને નારીગૃહમાં મોકલી આપી છે અને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. મારી પત્નીને બાંગ્લાદેશ મોકલશો તો જીવનું જોખમ છે : પતિ છેલ્લા ૧૫ દિવસથી માતા વિના ટળવળતા બાળકો અને ચિંતિત પતિ તરુણ પટેલે સરકાર સમક્ષ આજીજી કરી છે. તરુણના જણાવ્યા મુજબ કાજલ કોઈ ગુનાહિત માનસિકતાથી નહીં, પણ પોતાના પ્રેમને પામવા ભારત આવી હતી. તેણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. બાંગ્લાદેશમાં હાલ હિંદુઓ માટે કપરા દિવસો છે. જો તેને ત્યાં ડિપોર્ટ કરવામાં આવશે, તો તેનો પરિવાર તો તેને સ્વીકારશે જ નહીં, પણ ત્યાંના કટ્ટરવાદીઓ તેને જીવતી નહીં છોડે. તેના જીવ પર મોટું જોખમ છે. કાજલના 8 વર્ષના પુત્ર ધ્યાને પણ રડતા અવાજે સરકારને અપીલ કરી છે કે તેણે 15 દિવસથી પોતાની માતાનું મોઢું જોયું નથી અને તે માતા વિના રહી શકે તેમ નથી. પતિએ સરકાર પાસે પત્નીની નાગરિકતાની માંગ કરી તરુણ પટેલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભારત સરકારને માનવતાના ધોરણે આ મામલાને જોવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે ભારત સરકાર પાકિસ્તાન અને બાંગ્લાદેશના પીડિત હિંદુઓને નાગરિકતા આપી રહી છે, ત્યારે કાજલે પણ મુસ્લિમમાંથી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. આ સંજોગોમાં માસૂમ બાળકોની મમતા ન છીનવાય અને એક પરિવાર તૂટતો બચી જાય તે માટે કાજલને ડિપોર્ટ ન કરવા અને તેને ભારતની નાગરિકતા આપવા માટે આણંદના આ પરિવારે સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની 'રાજ સ્કૂલ'ના પ્રિન્સિપાલના પુત્રએ વિદ્યાર્થી સાથે કુકર્મ આચર્યું:રાજનો વીડિયો વાયરલ થતા ખળભળાટ, સ્કૂલની હોસ્ટેલમાં સગીરને હવસનો શિકાર બનાવતો હોવાનો ખુલાસો
    Next Article
    અપહરણકર્તાઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો:પ્રેમસંબંધની આશંકાએ યુવકના પિતાનું અપહરણ, છોડાવવા ગયેલી પોલીસને પણ માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment