Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મમ્મી-પપ્પા મને માફ કરજો, હું તમારી શાન ન બની શકી':અમદાવાદમાં ઇન્સ્ટા પર મિત્રે બ્લોક કરતાં ધો-12ની વિદ્યાર્થિનીએ 5મા માળેથી કૂદી આપઘાત કર્યો

    9 hours ago

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોશિયલ મીડિયાના વિવાદમાં એક તેજસ્વી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓઢવની સરફેસ પેરેડાઇઝ સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરાને સાથે ભણતા સગીર મિત્રે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત બંધ કરી બ્લોક કરી દેતાં મનથી ભાંગી પડેલી વિદ્યાર્થિનીએ પાંચમા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. આ મામલે ઓઢવ પોલીસે સગીર મિત્ર સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ પ્રવાસ બાદ સગીરા ઉદાસ રહેતી હતી ઓઢવના સરફેસ પેરેડાઇઝમાં રહેતા મનોજભાઈ જોશી કર્મકાંડનો વ્યવસાય કરે છે. તેમની 17 વર્ષીય પુત્રી ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. ગત 26 સપ્ટેમ્બરના રોજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને મુંબઈ પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. આ ટૂર દરમિયાન સગીરા સાથે અભ્યાસ કરતો 16 વર્ષીય મિત્ર પણ સાથે હતો. પ્રવાસ દરમિયાન હોટલમાં રોકાણ વખતે સગીરા સાથે રહેતી બહેનપણીઓ જમવા ગઈ ત્યારે સગીર મિત્ર તેના હોટલ રૂમમાં ગયો હતો. મુંબઈ પ્રવાસથી પરત ફર્યા બાદ સગીરા સતત ઉદાસ અને ગુમસુમ રહેતી હતી. ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરતાં ભાંગી પડી અને મોતની છલાંગ લગાવી ઘટનાની રાત્રે સગીરા પોતાના રૂમમાં વાંચવા ગઈ હતી. તે જ રાત્રે 16 વર્ષીય મિત્રે ઇન્સ્ટાગ્રામ પર તેની સાથે બોલવાનું બંધ કરીને તેને બ્લોક કરી દીધી હતી. આ આઘાત અને માનસિક ત્રાસ સહન ન થતાં સગીરાએ રાત્રિના સમયે ઘરની ગેલેરીની જાળીમાંથી પાંચમા માળેથી નીચે કૂદકો મારી દીધો હતો. સવારે સોસાયટીના રહીશોએ જાણ કરતાં પરિવાર નીચે દોડી ગયો હતો, જ્યાં સગીરા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ઇન્સ્ટાગ્રામ ચેટ્સ તપાસતાં સમગ્ર મામલો ખૂલ્યો પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. આ દરમિયાન પરિવારે પુત્રીનો મોબાઈલ ચેક કરતાં ઇન્સ્ટાગ્રામ ચેટમાંથી મુંબઈ ટૂરની ઘટના અને મિત્ર દ્વારા બ્લોક કરી દેવાયાની વિગતો સામે આવી હતી. જેથી, પિતા મનોજભાઈએ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સગીર મિત્ર વિરુદ્ધ આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્યુસાઇડ નોટ: "મમ્મી પપ્પા મને માફ કરી દો. હું ક્યારેય તમારી શાન હતી અને ન બની શકત, તમે મને બધી સુવિધા આપવા પ્રયાસ કર્યા. આ પગલું ભરવા પાછળનું કારણ મારા વિચારો અને હું જ છું. ભઈલા તું થોડો મેચ્યોર થજે અને આગળ વધીશ જ. હું એક દીકરી અને બહેન ન બની શકી સોરી..."
    Click here to Read More
    Previous Article
    'હેલ્મેટ નિયમોનું પાલન કરાવો, દિવસે દોડતા ડમ્પર બંધ કરાવો':વાહન ચાલકો ચાલુ વાહને મોબાઇલમાં વ્યસ્ત હોય છે!, હાઇકોર્ટની ટકોર
    Next Article
    મહુડી ગામેથી સાડા પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો:ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો, વન વિભાગે દીપડાને રેસ્ક્યુ સેન્ટર ખસેડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment