Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 જૂનનું અંકફળ:અંક 3ના લોકોને આજે રોકાણથી લાભ મળશે. અંક 7ના જાતકો માટે નોકરીમાં બદલીનો યોગ બની રહ્યો છે

    12 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… અચાનક મોટી સફળતા પ્રાપ્ત કરવાનો યોગ છે. કોર્ટ-કચેરીના અને વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત થશે તેમજ નવા કાર્યો કરવા મળશે. યોજનાઓ સફળ થશે અને સાનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થશે. સમસ્યાઓનો અંત આવશે અને મનગમતું કાર્ય કરવાની હિંમત મેળવી શકશો. વર્તમાન કાર્યથી સંતુષ્ટ રહેશો, નવા કાર્યની ઓફર પણ પ્રાપ્ત થશે. યોજનાઓ મૂર્ત સ્વરૂપ લેશે, અને આર્થિક લાભના અણસાર બનેલા છે. પ્રિયજનો સાથે મુલાકાત થશે. કરિયર- નોકરીમાં મેનેજમેન્ટ સાથે સારા સંબંધો બનેલા રહેશે. વ્યાપારમાં વધુ ઉતાર-ચઢાવ રહેશે. લવ- પ્રેમી સાથીનું આચરણ દુ:ખ આપનારૂં હોઈ શકે છે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર- 1-3-8 લકી કલર- વાદળી શું કરવું- ગાયને ગોળ ખવડાવો. પોતાના પ્રયાસથી જ મોટા કાર્યો પતાવવામાં સફળ થશો અને યોજનાઓ પૂર્ણ થશે. સંપર્કથી લાભ પ્રાપ્ત કરવામાં સફળ થશો. ભ્રમણ (ફરવા) વગેરે પર જવાની તક મળશે. મોટી અણધારી સફળતા પણ મળી શકે છે. આર્થિક રૂપે પણ સારો લાભ કમાશો. સન્માનિત લોકો સાથે મળવાનું-હળવાનું થશે. નવું વાહન અને સોનું વગેરે ખરીદવામાં સફળ થશો. જૂની મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં સફળ થશો. માંગલિક ઉત્સવોમાં જવાની તક પ્રાપ્ત થશે. કરિયર- વ્યાપાર માટે યાત્રાનો યોગ છે. નોકરીના સ્થાન પર સુખદ માહોલ રહેશે. લવ- પ્રેમમાં સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી સુખ મળશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર- 3-6-9 લકી કલર- લાલ શું કરવું- ગણેશજીના દર્શન કરો. દિવસ સફળતા અપાવનારો રહેશે. ધનની આવક સારી થશે અને કાર્યશૈલીનો વિકાસ થશે. રાજકારણીઓને પદનો લાભ થઈ શકે છે. મનગમતી યાત્રા અને બધી બાજુથી સહયોગ પ્રાપ્ત થશે તેમજ વિરોધીઓનો નાશ કરવામાં સફળ થશો. અનેક કાર્યો આનંદ આપનારા હોઈ શકે છે. દિવસના અંતમાં થોડો ધોકો પણ મળી શકે છે. વાહન વગેરેના પ્રયોગમાં સાવધાની રાખો. એકલા ક્યાંય પણ જવાથી બચો. કરિયર- વ્યાપાર ઉત્તમ રહેશે. રોકાણથી લાભ મળશે. નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ- વિપરીત લિંગ તરફથી ઠપકો અને અપમાન થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે. લકી નંબર- 2-3-8 લકી કલર- લીલો શું કરવું- પિતાને ભેટ અર્પણ કરો. સવારના સમયે બધી બાજુથી સહયોગની પ્રાપ્તિ થશે અને આર્થિક લાભ પણ સારો બનેલો રહેશે. વૈચારિક તણાવ સમાપ્ત થશે અને નવા કાર્યનો આરંભ કરી શકશો. બપોરે ગુપ્ત માહિતીઓ બહાર પણ આવી શકે છે, આથી: સાવધાની રાખો. નજીકના લોકોને વધારે જાણકારી ન આપો, તો સારું રહેશે. સાંજ પછીથી વધારે જવાબદારીવાળા કામ મળી શકે છે. બહાર જવાની તકો પ્રાપ્ત થશે અને સમય બહેતર રહેશે. નિર્ણય વિચાર કરીને કરો. કરિયર- વ્યાપારિક યાત્રાનો યોગ બનેલો છે. નોકરીમાં સ્થિરતા બનેલી રહેશે. લવ- જીવનસાથી તરફથી સુખની પ્રાપ્તિ થશે. પ્રેમમાં મૂંઝવણ ઉકેલાશે. લકી નંબર- 3-7-9 લકી કલર- મેરૂન શું કરવું- ગરીબને અન્નનું દાન કરો. આજનો દિવસ ભાગ્યની વૃદ્ધિમાં સહાયક થશે અને વિવાદિત મામલાઓમાં સફળતા અપાવનારો હશે. નવા લોકો સાથે મુલાકાત થશે અને નિર્ણયો સાચા સાબિત થશે. કાર્યની અધિકતા હશે અને સહયોગની પ્રાપ્તિ પણ થશે. નવી જગ્યાઓ પર જવાની તક પ્રાપ્ત થશે અને વાહનથી સુખ પ્રાપ્ત થશે. અચાનક ધાર્મિક યાત્રાના યોગની સાથે માંગલિક ઉત્સવમાં જવાનું થઈ શકે છે. વિવાદિત સંપત્તિના મામલાઓમાં પણ ચિંતા ઓછી થશે. કરિયર- કારોબારમાં સુધારો રહેશે અને નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ- પ્રેમનો અતિરેક નુકસાન આપશે. વૈવાહિક જીવનમાં સંતુષ્ટિ રહેશે. લકી નંબર- 1-3-4 લકી કલર- પીળો શું કરવું- ગણેશજીને ફૂલ અર્પણ કરો. લાભદાયક સમય રહેશે. કાર્યની અડચણ સમાપ્ત થશે. આળસ સમાપ્ત થશે. વિવાદિત મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે. ફરવા માટે નવી જગ્યાઓ પર જવાનું મળશે. દિવસના મધ્યમાં કોઈ વાતને લઈને મજાક પણ બની શકે છે. પોતાની યોજનાઓ ગુપ્ત રાખશો તો સારું રહેશે. કેટલીક ગુપ્ત વાતો બહાર પણ આવી શકે છે. સાંજનો સમય સાનુકૂળ રહેશે. પોતાની વાતોને બીજાને સમજાવવામાં સફળ થશો. ધન લાભ થશે. કરિયર- અધિકારીઓ સાથે તાલમેલ બનાવવો ખૂબ મુશ્કેલ હશે. તણાવ રહેશે અને કર્મચારીઓ પણ પરેશાન કરશે. લવ- પ્રેમી સાથીની નારાજગી હોઈ શકે છે. વૈવાહિક જીવનમાં સુધારો રહેશે. લકી નંબર- 2-3-5 લકી કલર- કથ્થઈ શું કરવું- હનુમાનજીને તેલનો દીવો કરો. સવારનો સમય સફળતા અપાવનારો હશે. ધનની આવક સરળ થવાની સાથે, કાર્યની અધિકતા પણ વધારશે. વરિષ્ઠ અને જ્ઞાની મહાપુરુષો સાથે ભેટ થશે અને નિર્ણયો સાચા થશે. યાત્રાનો યોગ પણ બનશે. સહયોગી અપેક્ષાઓ પૂર્ણ થશે અને નવા મિત્રોની પ્રાપ્તિ થશે. સહયોગ પણ મળશે. બપોરનો સમય પણ બધી પ્રકારે સાનુકૂળ રહેશે. પોતાના લોકો સાથે મુલાકાત પ્રસન્નતા અપાવશે. સાંજે પરિવારનો સાથ પ્રાપ્ત થશે. કરિયર- નોકરીમાં બદલીનો યોગ બની શકે છે. કાર્યકુશળતા ઠીક રહેશે અને અધિકારીઓ વાત સાંભળવા માટે તત્પર રહેશે. વ્યાપારમાં નવા પ્રસ્તાવો પણ મળશે. લવ- પ્રેમી સાથી તરફથી દુખ મળી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ ઓછો થશે. લકી નંબર- 3-7-9 લકી કલર- કેસરી શું કરવું- દુર્ગાજીને વસ્ત્ર અર્પણ કરો. સમય સફળતા અપાવનારો હશે. આવકમાં ઉતાર-ચઢાવ થશે, છેવટે મોટો લાભ થશે. બધી બાજુથી સહયોગની પ્રાપ્તિ થશે. યાત્રાઓ સુખદાયક રહેશે અને મોટા ઉત્સવોમાં સામેલ થવાની તક પ્રાપ્ત થશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે અને સંપર્ક વધશે. રાજકારણીઓને લાભ પ્રાપ્ત થશે. અડચણોને પાર કરવાનું સાહસ રહેશે. સાંજે આર્થિક આધાર મજબૂત રહેશે. સરકારી કાર્યોમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે. સહયોગ મળશે. કરિયર- નોકરીમાં અધિકારીઓ પ્રસન્ન રહેશે. કાર્યમાં બહેતર રહેશો અને નવી વિચારણી રહેશે. વ્યાપારમાં લાભમાં વૃદ્ધિ અને રોકાણથી લાભ પ્રાપ્ત થશે. લવ- વૈવાહિક જીવનમાં સુખ રહેશે. પ્રેમમાં વિયોગ સમાપ્ત થશે. લકી નંબર- 3-4-8 લકી કલર- વાદળી શું કરવું- ગણેશજીને દૂર્વા અર્પણ કરો. આજનો દિવસ સફળતા અપાવનારો હોઈ શકે છે. જે કાર્યોને કરવાની ઈચ્છા હતી તે બધા થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે, અને ચમત્કારી રીતે આગળ વધવાની તકો પ્રાપ્ત થશે. ધનની આવક પણ ઉત્તમ બનેલી રહેશે. યાત્રા સફળ થશે. નવી જગ્યાઓ પર જવાનું મળી શકે છે. સાંજે નાણાકીય લેણ-દેણમાં સાવધાની રાખો. વિવાદોથી દૂર રહો અને કોઈ પણ પ્રકારનું જોખમ ન લો. કરિયર- કાર્યસ્થળ પર પ્રદર્શન શાનદાર રહેશે. નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધારો પણ થશે. લવ- નવા મિત્રો મળવાનો યોગ છે. માતા-પિતા તરફથી સ્નેહ પ્રાપ્ત થશે. વૈવાહિક સાથી તરફથી ખુશી પ્રાપ્ત થશે. લકી નંબર- 3-5-7 લકી કલર- સફેદ શું કરવું- શિવજીને જળ અર્પણ કરો.
    Click here to Read More
    Previous Article
    FIFA World Cup 2026 Opening Ceremony Live: Andrea Bocelli to perform today
    Next Article
    12 જૂનનું ટેરો રાશિફળ:તુલા રાશિના લોકોને મોટા પગારવાળી નોકરીની ઓફર મળી શકે છે, વૃશ્ચિક રાશિના જાતકોને ઓફિસમાં અડચણ આવશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment