Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 12% વરસાદની ઘટ, સૌરાષ્ટ્ર-કચ્છ કોરોધાકોર:આ 3 સિસ્ટમ સક્રિય થતાં 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    8 hours ago

    ચોમાસાની આ સિઝન દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 12% ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની 33% મોટી ઘટ જોવા મળી છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ(31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી) દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ 3 સિસ્ટમ સક્રિય થતાં વરસાદના એંધાણ હાલમાં સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા પણ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશા અને ગંગેટિક પશ્ચિમ બંગાળ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ કોરોધાકોર દક્ષિણ કે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં ચોમાસું ખૂબ નબળું રહ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા (87% ઘટ), પોરબંદર (71% ઘટ), કચ્છમાં (59% ઘટ) અને જામનગર (58% ઘટ)માં અડધાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠા સહિતના ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં પણ 40%થી 44% સુધીની ઘટ જોવા મળી રહી છે. ખેતી અને જળ સંચય પર અસર જે જિલ્લાઓમાં 30%થી વધુ ઘટ છે, ત્યાં આગામી સમયમાં પીવાના પાણીની અછત તેમજ રવિ પાક અને ખેતી માટે સિંચાઈના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. 3 અને 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે દક્ષિણ ગુજરાતમાં ચોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 અને 4 સપ્ટેમ્બરે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. જ્યારે 5 અને 6 સપ્ટેમ્બરે પણ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત્ છે. અમદાવાદમાં સામાન્ય કરતાં 2% ઓછો વરસાદ હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાત, દમણ-દીવ અને દાદરા-નગર હવેલીમાં કોઈ ખાસ હવામાન એલર્ટ જાહેર કર્યું નથી. એટલે કે તમામ સાત દિવસ માટે વેધર વોર્નિંગ NIL રાખવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે 1 જૂનથી અત્યાર સુધી અમદાવાદમાં કુલ 595.3 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 2% ઓછો છે.
    Click here to Read More
    Previous Article
    AIMIM Leader Stabbed To Death In Hyderabad
    Next Article
    In Kerala Cleric's Latest Shocker, A Call For Not Letting Women Leave Home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment