Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 કંપનીઓ 200થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેશે:લાડભવનમાં આજે 'મહિલા સ્વાવલંબન દિવસ' નિમિત્તે વિશેષ રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાશે

    11 hours ago

    વડોદરામાં "નારી વંદન ઉત્સવ" અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે (4 ઓગસ્ટે) સવારે 10 વાગ્યે મહિલા ઉમેદવારો માટે વિશેષ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલો ગ્રાઉન્ડ સામે આવેલા લાડભવન ખાતે યોજાનારા આ મેળામાં 12 જેટલી ખાનગી કંપનીઓ દ્વારા સેલ્સ, એન્જિનિયર, મશીન ઓપરેટર અને ટેલિકોલર સહિતની 200થી વધુ ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ધો. 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીની મહિલાઓ માટે નોકરીની તક મોડેલ કરિયર સેન્ટર અને મહિલા તથા બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મેળામાં 18થી 40 વર્ષની વય ધરાવતી તમામ મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. ધોરણ 10, 12, ITI, ડિપ્લોમા તેમજ ટેકનિકલ-નોન ટેકનિકલ ગ્રેજ્યુએટ ધરાવતી અનુભવી અને બિનઅનુભવી મહિલાઓ, ગંગાસ્વરૂપા તેમજ વીર નારીઓ પણ આ ભરતી મેળામાં ઉમેદવારી નોંધાવી શકશે. પોર્ટલ નોંધણી અને સ્વરોજગાર યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવશે ભરતી મેળા સ્થળે સરકારના 'અનુબંધમ' પોર્ટલ અને ભારત સરકારના 'નેશનલ કરિયર સર્વિસ' (NCS) પોર્ટલ પર સ્થળ પર જ નોંધણી કેમ્પ યોજાશે. આ ઉપરાંત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારની સ્વરોજગાર લોન સહાય યોજનાઓનું પણ માર્ગદર્શન અપાશે. રોજગાર કચેરી દ્વારા મહિલા ઉમેદવારોને પોતાના પાંચ બાયોડેટા સાથે હાજર રહેવા વિનંતી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રણજીમાં બે બેવડી સદી ફટકારનાર વડોદરાના ક્રિકેટરને દુલીપ ટ્રોફિમાં સ્થાન:અર્પિત ભાટેવારે કહ્યું- પિતાએ બસ કંડક્ટરી કરી અહીં સુધી પહોંચાડ્યો, કૃણાલ પંડ્યાએ મને બેટ મોકલ્યું
    Next Article
    India's Gen Z Is The World's Largest, Yet Its Electorate Isn't The Youngest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment