Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચરાડવામાં જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 12 જુગારી ઝડપાયા:ભરડીયાની ઓરડીમાંથી ગંજીપત્તા અને રોકડ સહિત રૂ. 1.42 લાખનો મુદ્દામાલ કબજે

    1 day ago

    હળવદના ચરાડવા ગામની સીમમાં અદાણી સીએનજી પેટ્રોલ પંપ સામે આવેલી ભરડીયાની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડને મળી હતી. આ જુગારધામ આંદરણા ગામના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ ચલાવતા હતા, જેઓ પોતાની ઓરડીમાં લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતા હતા. પોલીસ ટીમે દરોડો પાડી જુગાર રમતા ૧૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓમાં જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ, દિલીપભાઈ મનજીભાઈ પટેલ, કિશનભાઈ મુકંદરાય ગોંડલીયા, ફેનીલભાઈ કિરીટભાઈ પટેલ, હરિમિત્ર હેમશંકરભાઈ રાવળ, જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલ, મયંકભાઈ તળશીભાઈ પટેલ, જયદીપભાઈ વાલજીભાઈ પટેલ, હરગોવિંદભાઈ શંકરભાઈ પટેલ, રમેશભાઈ વેલાભાઈ ભરવાડ, હરેશભાઈ ઓધવજીભાઈ પટેલ અને મનસુખભાઈ મગનભાઈ પટેલનો સમાવેશ થાય છે. પોલીસે રોકડા રૂ. ૧,૪૨,૫૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ચક્રવાત અર્નબ આવતીકાલે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાશે:ઓડિશા-આંધ્રમાં શાળાઓ બંધ; MP-UP, બિહાર સહિત 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
    Next Article
    મોરબીના કુબેરનગર-3માંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો:એન્ટી નાર્કોટિક્સ વિંગે દરોડા પાડી 20.14ગ્રામ મેફેડ્રોન સાથે રૂ.70,820નો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment