Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભવ્ય ડ્રોન શો:12 મિનિટ સુધી સંગીતના તાલે આકાશમાં 100 ડ્રોનથી અંબે માતાજી, ત્રિશૂળ અને આશીર્વાદ આપતાં માતાજીનાં ચિત્રો જોવા મળ્યાં

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે આઠમના હવન બાદ રાત્રે મંદિરના ચાચર ચોકમાં સમૂહ આરતી યોજાઈ હતી. સમૂહ આરતી પૂર્ણ થયા બાદ ધાર્મિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરવામાં આવેલી આકર્ષક આતશબાજીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોમાં ઉત્સાહ જગાવ્યો હતો. 100 ડ્રોન દ્વારા આકાશમાં ધાર્મિક આકૃતિઓ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, નવરાત્રિના પર્વને લઈને 100 ડ્રોનની મદદથી ધાર્મિક ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. સંગીતના તાલે યોજાયેલો આ શો અંદાજે 12 મિનિટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન આકાશમાં અંબે માતાજી, દાંડિયા, ભક્તોને આશીર્વાદ આપતાં માતાજી અને ત્રિશૂળ સહિતની વિવિધ ધાર્મિક આકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સંગીત સાથે આકાશમાં રચાયેલી આ આકૃતિઓએ ધાર્મિક માહોલને વધુ આકર્ષક બનાવ્યો હતો. એક કિલોમીટરથી વધુ દૂરથી પણ નિહાળી શકાયો શો મંદિર ટ્રસ્ટના પ્રમુખના જણાવ્યા અનુસાર, આ ડ્રોન શો એક કિલોમીટરથી પણ વધુ અંતરેથી નિહાળી શકાયો હતો. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી યોજાયેલા આ કાર્યક્રમમાં આકાશમાં સર્જાયેલી ધાર્મિક આકૃતિઓ અને ત્યારબાદની આતશબાજી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં નવરાત્રીના નવ દિવસમાં 18 સ્થળોએ 450થી વધુ કન્યાઓનું પૂજન:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સતત સાતમા વર્ષે આયોજન
    Next Article
    ગોધરાના માતાજી ઉમાં ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ભારે ઉત્સાહ:મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment