Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવરપ્લેમાં ભારતે બે વિકેટ ગુમાવી:વૈભવ પછી શાનદાર બેટિંગ કરતો અભિષેક પણ આઉટ; ઇંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર-118/2

    3 days ago

    વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઓછી ઉંમરે ડેબ્યૂ કરનાર ક્રિકેટર બન્યા. ઇંગ્લેન્ડ સામેની બીજી ટી-20માં વૈભવ 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયા. તેમણે 2 છગ્ગા ફટકાર્યા. વૈભવને ઇંગ્લેન્ડના ડેબ્યૂ કરી રહેલા ફાસ્ટ બોલર જોશ ટંગે આઉટ કર્યા. વૈભવે 15 વર્ષ 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરીને શેફાલી વર્મા (15 વર્ષ 239 દિવસ) અને સચિન તેંડુલકર (16 વર્ષ 205 દિવસ)નો રેકોર્ડ તોડ્યો. તેમને મેચ પહેલા વાઇસ-કેપ્ટન તિલક વર્માએ ડેબ્યૂ કેપ આપી. મેનચેસ્ટરમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. ટીમે 12 ઓવરમાં 2 વિકેટે 118 રન બનાવી લીધા છે. કેપ્ટન શ્રેયસ અને ઈશાન કિશન ક્રિઝ પર હાજર છે. અભિષેક શર્માએ 24 બોલમાં 43 રનની ઇનિંગ રમી. જ્યાં તેંડુલકરે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી, ત્યાં જ વૈભવે ડેબ્યૂ કર્યું વૈભવ સૂર્યવંશીએ જે મેદાન પર ભારત માટે ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું, તે જ ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરમાં સચિન તેંડુલકરે 14 ઓગસ્ટ 1990ના રોજ પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ત્યારે 17 વર્ષ અને 112 દિવસની ઉંમરે સચિને ઇંગ્લેન્ડ સામે અણનમ 119 રન બનાવીને ભારતને હારથી બચાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Why Ronaldo and Salah went straight on the biggest penalties of their careers
    Next Article
    PM મોદીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાનથી મારી નાખવાની ધમકી:રિપોર્ટમાં દાવો– આરોપીએ ફેસબુક પર લખ્યું- મોદી પોતાના મોત માટે આવી રહ્યા છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment