Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળના રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી:તમિલનાડુમાં રાજ્યપાલે વિજયને 118 ધારાસભ્યોનું સમર્થન બતાવવા કહ્યું; AIADMKના 28 ધારાસભ્યો પુડુચેરી શિફ્ટ

    1 day ago

    પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરી દીધી છે. લોકભવનમાંથી ગુરુવારે સાંજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. એનો અર્થ એ છે કે મમતા કેબિનેટના કોઈપણ મંત્રી પાસે હવે કોઈ સત્તા રહેશે નહીં. મમતાએ બુધવારે કહ્યું હતું કે તેઓ સીએમ પદ પરથી રાજીનામું આપશે નહીં. અહીં બંગાળમાં હાવડા નજીક શિવપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે અથડામણના સમાચાર છે. આ પહેલા બુધવારે રાત્રે શુભેન્દુ અધિકારીના પીએની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ તમિલનાડુમાં સરકાર રચવાને લઈને ગૂંચવણ ઊભી થઈ છે. 108 બેઠકો મેળવનાર અભિનેતા વિજયની પાર્ટી TVK ને રાજ્યપાલે બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન દર્શાવવા જણાવ્યું છે. TVK ને કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. બીજી તરફ, AIADMK એ તેના 47 માંથી 28 ધારાસભ્યોને પુડુચેરી ખસેડી દીધા છે. DMK અને AIADMK વચ્ચે ગઠબંધનની ચર્ચા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એકબીજાના હરીફ DMK અને AIADMK વચ્ચે પણ સરકાર રચનાને લઈને ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, બંને પક્ષોના નેતાઓ વચ્ચે બેકચેનલ વાતચીત ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે એક પ્રસ્તાવ પર ચર્ચા થઈ છે, જેમાં AIADMK સરકાર બનાવે અને DMK બહારથી સમર્થન આપે. નાના પક્ષોનું સમર્થન પણ આ ફોર્મ્યુલાનો ભાગ હોઈ શકે છે. જોકે, હજુ સુધી કોઈ ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા એટલા માટે થઈ કારણ કે તેમણે મમતાને હરાવ્યા હતા. સુવેન્દુએ કહ્યું- આ હત્યાને જે રીતે અંજામ આપવામાં આવ્યો, તેની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે. હત્યાનું કારણ ભવાનીપુરથી મમતાની હાર હોઈ શકે છે. બીજી તરફ, ચંદ્રનાથની માતાએ કહ્યું કે આ હારનો બદલો મારા દીકરાની હત્યા કરીને લેવામાં આવ્યો. કેટલાક નેતાઓએ પહેલા ધમકી આપી હતી કે 4 તારીખ પછી કોઈ બચી નહીં શકે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રથને ચાર ગોળીઓ વાગી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરોએ રથની ગાડીનો સાત કિમી સુધી પીછો કર્યો હતો. ગ્લોક 47X પિસ્તોલથી ફાયરિંગ, નંબર પ્લેટ વગરની બાઇક, 3 મોટા અપડેટ્સ… ફોરેન્સિક તપાસના પ્રારંભિક ઇનપુટ્સ અનુસાર, હુમલાખોરોએ ગ્લોક 47X પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આવા આધુનિક હથિયારનો ઉપયોગ કોઈ સામાન્ય ગુનેગાર કરતો નથી. જે રીતે હુમલો થયો, તે કોઈ પ્રોફેશનલ શૂટર જ કરી શકે છે. બાઇક સવાર હુમલાખોર હેલ્મેટ પહેરેલો હતો અને બાઇક પર નંબર પ્લેટ નહોતી. પોલીસે ઘટનાસ્થળેથી તે કાર જપ્ત કરી છે, જેનાથી સ્કોર્પિયોનો રસ્તો રોકવામાં આવ્યો હતો. જોકે, તેના પર લાગેલી નંબર પ્લેટ નકલી નીકળી. ચંદ્રનાથ રથ પર ફાયરિંગના લગભગ 1 કલાક પછી રાત્રે લગભગ 12.30 વાગ્યે બશીરહાટ જિલ્લામાં રોહિત રોય નામના ભાજપ કાર્યકર્તા પર ફાયરિંગ થયું. તેમની હાલત ગંભીર છે. રાજ્યમાં 4 મેના ચૂંટણી પરિણામો પછી અત્યાર સુધીમાં 5 લોકોની હત્યા થઈ ચૂકી છે. જેમાં 3 ભાજપ અને 2 TMC સાથે સંકળાયેલા હતા. સુવેન્દુ અધિકારીએ કહ્યું, "હત્યા 2-3 દિવસની રેકી પછી થઈ" સુવેન્દુ અધિકારીએ પીએની હત્યાને આયોજિત હત્યા ગણાવી. તેમણે પક્ષના કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી અને કહ્યું કે ભાજપ બંગાળમાં ગુંડાઓનો સફાયો શરૂ કરશે. TMC એ કેસની CBI તપાસની માંગ કરી TMC એ સુવેન્દુના PA ની હત્યા પાછળ પોતાના પક્ષના કાર્યકરોની સંડોવણીના આરોપોને નકારી કાઢતા કેસની CBI તપાસની માંગ કરી છે. પાર્ટીએ બુધવારે મોડી રાત્રે નિવેદન આપીને કહ્યું- અમે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની નિર્મમ હત્યાની નિંદા કરીએ છીએ. અમે આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ, જેમાં કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસ કરાવવામાં આવે. ભાજપ અને TMCના અન્ય કાર્યકરોની હત્યાની પણ તપાસ કરાવવામાં આવે. જુઓ ઘટના સંબંધિત તસવીરો….. બંગાળ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    Armed militants attack 3 Ukhrul villages along Myanmar border
    Next Article
    US Urges Iran To Free Ailing Nobel Winner Activist Narges Mohammadi

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment