Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજસંકટની અસર, અમદાવાદમાં 118માંથી માત્ર 7 સ્થળે 7 કલાક રોશની:દિવાળીના તહેવાર ટાણે જ શહેરની ચમક ઘટી, સિંધુ ભવન રોડ અને SG હાઈવે પર લાઈટિંગ નહીં કરાય

    11 hours ago

    રાજ્યમાં વીજ સંકટને ધ્યાનમાં રાખીને વીજળી ઉપર કામ મૂકવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતી રોશની ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે. શહેરમાં માત્ર છ ઓવરબ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર એમ સાત સ્થળો ઉપર જ લાઈટિંગ કરવામાં આવશે. જે રાત્રે માત્ર સાત કલાક માટે જ રોશની કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિવાળીના તહેવાર પર અમદાવાદમાં સાબરમતી નદી પરના 7 બ્રિજ સહિત અન્ય 45 બ્રિજ, 46 ટ્રાફિક સર્કલ, 7 અંડરપાસ, 11 હેરિટેજ દરવાજા, 2 શિલ્પો સહિત કુલ અંદાજિત 118 સ્થળે રોશની કરવામાં આવતી હતી, પરંતુ વીજ સંકટને લઈ આ વર્ષે માત્ર AMC સાત સ્થળે જ રોશની કરશે. સાબરમતી ઉપરના 6 બ્રિજમાં રોશની કરાશે: કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, AMC દ્વારા સાબરમતી નદીના બ્રિજ, શહેરના અલગ અલગ બ્રિજ, અંડરબ્રિજ, ટ્રાફિક સર્કલો અને સરકારી બિલ્ડિંગ ઉપર રોશની કરવામાં આવતી હતી. વર્તમાન પરિસ્થિતિમાં વીજ સંકટને ધ્યાને રાખીને સુભાષબ્રિજ સિવાયના સાબરમતી નદી ઉપરના 6 બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર એમ સાત જગ્યા ઉપર જ રોશની કરવામાં આવશે. સાંજના 7થી રાત્રિના 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રખાશે દર વર્ષે લાઈટ સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ હવે સાંજે સાત વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રાખવામાં આવશે. શહેરમાં અન્ય કોઈ સ્થળો ઉપર AMC દ્વારા લાઇટિંગ કરવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    दरभंगा MLC चुनाव: सियासी प्रतिद्वंद्वी RJD और BJP प्रत्याशी गले मिले, VIDEO हुआ जमकर वायरल
    Next Article
    'સ્થાયી સમિતિના સભ્યો પઠાણ બંધુ બની ગયા છે':યુસુફ પઠાણને મફતમાં પ્લોટ આપવાના નિર્ણય સામે વડોદરામાં કોંગ્રેસ લાલઘૂમ, દરખાસ્ત રદ કરવા મોરચો માંડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment